Connect with us

મોરબી

મોરબીમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા રોજમદાર કર્મચારીઓની હડતાળ

Published

on

મોરબી નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોના પ્રશ્નોનું નિરાકરણ નહિ આવતા આજે 350 જેટલા રોજમદાર કર્મચારીઓએ હડતાલ કરી ચીફ ઓફિસરને આવેદન પાઠવ્યું હતું જેમાં કાયમી કરવા સહિતની માંગ સાથે કર્મચારીઓએ આવેદન પાઠવી વિવિધ માંગણીઓ અંગે રજૂઆત કરી હતી
અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસના નેજા હેઠળ રોજમદાર કર્મચારીઓએ ચીફ ઓફિસરને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે નગરપાલિકાન
ા રોજમદાર સફાઈ કામદારો ઘણા સમયથી શહેરને સ્વચ્છ રાખવા કામગીરી કરી રહ્યા છે કોરોના મહામારીમાં પણ પોતાની ફરજ નિભાવી હતી પરંતુ ગત તા. 09 ના રોજ પત્ર બાબતે કોઈ પ્રત્યુતર નહિ મળતા સફાઈ કામદારોનું શોષણ કરવામાં આવે છે સફાઈ કામદારોને પોતાના હક્ક અને અધિકારથી વંચિત રાખવાના પ્રયાસો કરવામાં આવે છે જેથી વહીવટદાર શાસન તરફથી સફાઈ કામદારોના પ્રાણ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહિ આવે તો યુનિયન દ્વારા આંદોલન યથાવત રહેશે
કર્મચારીઓ દ્વારા 1. મોરબી નગરપાલિકાના રોજમદાર સફાઈ કામદારોને કાયમી કરવામાં આવે 2. નગરપાલિકાના સફાઈ કામદારોને ગુજરાત સરકાર શ્રમ, કૌશલ્ય, વિકાસ અને રોજગાર વિભાગના નોટીફીકેશન મુજબ લઘુતમ વેતન તથા તા. 01-10-2023 ગુજરાત રાજ્ય ગાંધીનગર શ્રમ આયુક્તના પત્ર મુજબ લઘુતમ વેતન અધિનિયમ 1948 હેઠળ ખાસ ભથ્થું તુરત ચુકવવા3. મોરબી પાલિકાના રોજમદાર સફાઈ કામદારોને ચ્ધાલું ફરજ દરમિયાન બિન કારણસર વગર નોટીસે ગેરકાયદેસર રીતે છુટા કરી દેવામાં આવેલ હોય જેને તાત્કાલિક અસરથી કામ પર લેવા4. પાલિકાના સફાઈ કામદારોને લઘુતમ વેતન અધિનિયમ હેઠળ રાખેલ શ્રમયોગીઓ કર્મચારીઓને પગાર સ્લીપ, હાજરી કાર્ડ, ઓળખ કાર્ડ ફરજીયાત અને તાત્કાલિક આપવા માંગ કરી હતી.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

મોરબી

મોરબીમાં પગરખા પ્રકરણમાં રાણીબા સહિતના ત્રણેય આરોપી જેલહવાલે

Published

on

મોરબીમાં અનુ.જાતિના યુવાનને પગાર આપવાને બદલે માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હોય જે બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે મુખ્ય આરોપી સહિતના કુલ છને ઝડપી લઈને રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને આજે કોર્ટમાં રજુ કરતા કોર્ટે જેલહવાલે કરવાનો હુકમ કર્યો છે
મોરબીની રવાપર ચોકડીએ યુવાનને પગાર આપવાને બદલે માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરાયો હોય જે બનાવને પગલે એ ડીવીઝન પોલીસે અજાણ્યા સહિતના 12 ઈસમો વિરુદ્ધ મારામારી, એટ્રોસિટી અને લૂંટની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ ચલાવી હતી અને આરોપીઓની આગોતરા જામીન અરજી કોર્ટે રદ કરતા આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ અને રાજ પટેલ એમ ત્રણ આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થતા પોલીસે વિધિવત ધરપકડ કરી હતી તે ઉપરાંત અન્ય આરોપી પરીક્ષિત સુધીરભાઈ ભગલાણી, ક્રીશ મેરજા અને પ્રિત વડસોલાની પોલીસે ધરપકડ કરી હતી જે આરોપીઓને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તા. 01 ડીસેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા
જે રિમાન્ડ દરમિયાન આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી અને આજે રિમાન્ડ પૂર્ણ થતા છ આરોપીઓને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તમામ આરોપીને જેલહવાલે કરવાનો આદેશ આપતા આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા છે.

Continue Reading

મોરબી

મોરબીમાંથી નશીલા સીરપના જથ્થા સાથે આરોપી ઝડપાયો

Published

on

મોરબીના ભક્તિનગર સર્કલ એસાર પંપ સામે મુરલીધર પાનની દુકાનમાંથી નશીલા પદાર્થ શીરપનો જથ્થો ઝડપાયો મોરબી સીટીએ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીગમાં હોય તે દરમ્યાન ખાનગીરાહે બાતમીના આધારે મોરબી ભકિતનગર સર્કલ એસ્સાર પંપ સામે મુરલીધર પાનની દુકાનમાથી કુલદીપભાઇ ગોવીંદભાઇ ડાંગર રહે.મોરબી કેનાલ પાસે યદુનંદન-2 મુળ રહે.જશાપર તા.માળીયા(મી) તથા હિતેષભાઇ રાવલ રહે.મોરબી (મોકલનાર) ઇસમ પાસેથી આયુર્વેદીક શંકાસ્પદ કેફીપ્રવાહી શીરપની બોટલ નંગ-120 કિ.રૂ.18000/-નો જથ્થો મળી આવતા જથ્થો કબ્જે કરવામા આવેલ છે. એફ.એલ.એલ રીપોર્ટ આવ્યેથી વધુ કાર્યવાહી કરવામાં આવશે.

Continue Reading

મોરબી

માળિયાના રોહીશાળામાં ખેડૂતનું શ્રમિક દંપતીએ ઢીમ ઢાળી દીધું

Published

on

માળીયાના રોહિશાળા ગામે સીમમાંથી આજે ખડૂતની કરપીણ હત્યા કરેલી લાશ મળી આવતા મૃતકના ખિસ્સામાંથી રોકડ સહિતનો મુદામાલ અને બાઇક તેમજ મૃતકના ખેતરે ખેતમજુરી કરતા દંપતી ભેદી સંજોગોમાં ફરાર હોવાથી હાલ માળીયા પોલીસે હાલ ફરાર દંપતી સામે હત્યાનો ગુન્હો નોંધી બન્ને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
વધુ વિગતો મુજબ,મોરબીનાં રોહિશાળા ગામે રહેતા પરેશભાઈ જાદવજીભાઈ કાલરીયા ઉ.વ.37નામના ખેડૂતની આજે સવારે તીક્ષીણ હથિયારો આડેધડ ઘા ઝીલી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતાં ડીવાયએસપી, એલસીબી, માળિયા પોલીસ સહિતની ટીમ સ્થળ પર દોડી જઈને તપાસ હાથ ધરી હતી. આ ખેડૂતની હત્યાનો મામલે પ્રાથમિક તપાસમાં ખેડૂતના ખિસ્સામાંથી 50 હજાર રોકડા, 4થી 5 તોલાનો સોનાનો ચેઇન અને બાઇક ગાયબ જોવા મળતા લૂંટના ઇરાદે હત્યા થયાની આશંકા વ્યક્ત કરાઈ હતી.
આ ઉપરાંત મૃતકના ખેતરે કામ આદિવાસી દંપતી ભેદી સંજોગોમાં ફરાર હોવાથી આ દંપતી પર હત્યાની શંકા દર્શાવી પોલીસે મૃતકના ભાઈ ચંદુભાઈ જાદવજીભાઈ કાલરીયાની ફરિયાદ પરથી ખેતરે ખેતમજૂરી કરતા રાકેશ નામનો આદિવાસી ખેતમજૂર અને તેની પત્નીએ કોઈ કારણોસર પરેશભાઈ જાદવજીભાઈ કાલરીયા ગતરાત્રે મજૂરોને ડીઝલ આપવા ગયા ત્યારે ધારદાર હથિયારથી તેમના શરીરે આડેધડ ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધાનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે માળીયાના મહિલા પીએસઆઇ કલસરિયાએ જણાવ્યું હતું કે, હાલ હત્યાના કારણ અંગે કઈ કહી શકાય એમ નથી. જુદી જુદી દિશામાં તપાસ ચાલુ છે અને આરોપીઓ પકડાયા બાદ હત્યાનું સાચું કારણ બહાર આવશે.

Continue Reading

Trending