Site icon Gujarat Mirror

માણાવદરમાં પળાયો સજ્જડ બંધ, આતંકવાદ સામે લોકોનો મૂક આક્રોશ

oppo_2

ગાંધી ચોકમાં આતંકીના પૂતળાનું દહન

માણાવદર તાલુકાનાં સહિત દેશનામાં કાશ્મીરના પહેલગામમાં આંતકીઓ દ્વારા હિચકારા હુમલાના કૃત્ય બદલ જનતામાં આક્રોશ ફાટી નીકળ્યો છે તેમ તાલુકાની જનતામાં આક્રોશ વ્યકત કર્યો છે આંતકી હુમલાના વિરોધમાં આજે સમગ્ર શહેરની તમામ જ્ઞાતિ જનો હિન્દુ મુસ્લિમ તમામ સમાજના લોકોયે જડબેસલાક બંધ રાખી દેશના દુશ્મનો સામે વિરોધ પ્રદર્શિત કર્યો શહેર જડબેસલાક બંધ રાખું શાકમાર્કેટ મુખ્ય બજાર સહિત રેકડી ફ્રૂટ ચાવાળા જેવા નાના વેપારી ઓ બંધ માં જોડાયા હતા. બંધ રાખી દેશના દુશ્મનો સામે વિરોધ પ્રદર્શિત કર્યો છે 5 વાગ્યે સિનેમા ચોકથી ગાંધી ચોક સુધી રેલી કાઢી હતી અને ગાંધી ચોકમાં આંતકીના પૂતળાં દહન કર્યું હતું તેમજ આંતકી હુમલામાં થયેલા મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરાય હતી.

Exit mobile version