Connect with us

વ્યવસાય

Stock Market/ સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે લાલ નિશાન સાથે શેર માર્કેટની શરૂઆત, સેન્સેક્સ પહોંચ્યો 66, 265 પર

Published

on

ભારતીય શેર માર્કેટમાં સપ્તાહના પ્રથમ દિવસે જ લાલ નિશાન સાથે શરૂઆત થઈ છે. નબળા વૈશ્લિક સંકેતો વચ્ચે પ્રમુખ ઘરેલુ માર્કેટના મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીએ ઘટાડા સાથે શરૂઆત કરી છે. શરૂઆતમાં વ્યાપારમાં સેન્સેક્સમાં 200 અંકોથી વધુનો ઘટાડો જોવા મળ્યો જ્યારે નિફ્ટી 19700ની નીચે પડી ગઈ છે. ત્યારે હાલ સેન્સેક્સ 5.05 પોઈન્ટ એટલે કે, 0.076 %ના ઘટાડા સાથે 66280 પર કારોબાર કરી રહી છે જ્યારે નિફ્ટી 5.45 એટલે કે 0.028% અપ થતા 19759 પર વ્યાપાર કરી રહી છે. શરૂઆતમાં સૌથી વધુ વેંચાણ બેંકિંગ સેક્ટરના શેર્સમાં જોવા મળ્યું.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

રાષ્ટ્રીય

ડોલર સામે રૂપિયો 83.51ના સૌથી નીચલા સ્તરે સેન્સેક્સમાં 500-નિફ્ટીમાં 165 પોઈન્ટનું ગાબડું

Published

on

By

 

  • ઈઝરાયલ-ઈરાન યુધ્ધથી કરન્સી માર્કેટ અને શેરબજારમાં મોટા કડાકા

ઈઝરાયલ-ઈરાન યુધ્ધની અસરો વચ્ચે શેરબજારમાં મંદીનો માહોલ ચાલુ રહ્યો છે અને આજે રૂપિયો ડોલર સામે તેની સાર્વત્રિક નીચી સપાટી 83.51 પર પહોંચી ગયો છે. રૂપિયાની વસણતી પરિસ્થિતિ હવે અર્થતંત્રની મજબુતી સામે પણ સવાલો ઉભા કરે છે. આ ઉપરાંત યુધ્ધના પગલે ક્રૂડના ભાવમાં પણ વધારો થતાં 90 ડોલર પ્રતિબેરલને પાર થઈ ગયા છે. સેન્સેક્સ આજે 70,000ની સપાટી તોડી 72,814 સુધી પહોંચી ગયો છે અને નિફ્ટીએ પણ મહત્વની 22,200ની સપાટી તોડી નાખી છે.

અગાઉના 83.45ના બંધ સામે રૂપિયો આજે ડોલર સામે 6 પૈસા તુટીને 83.51 પર ખુલ્યો હતો. જે અત્યાર સુધીની સૌથી નીચી સપાટી છે. સેન્સેક્સ ગઈકાલે 800થી વધુ પોઈન્ટ તુટ્યા બાદ 73,399 પર બંધ થયો હતો. જે આજે શરૂઆતમાં જ ઘટીને 507 પોઈન્ટ ઘટીને 73, 000ની સપાટી તોડી 72,892 પર ખુલ્યો હતો. બાદમાં ગઈકાલના બંધથી 585 પોઈન્ટ ઘટીને 72,814ના તળિયા સુધી પહોંચી ગયો હતો. નિફ્ટી ગઈકાલના 22,272ના બંધ સામે આજે 147 પોઈન્ટ ઘટીને 22,125 પર ખુલી હતી. બાદમાં 165 પોઈન્ટ ઘટીને 22,103ના તળિયે સુધી પહોંચી ગઈ હતી.

આ ઉપરાંત યુએસ ડોલર ઇન્ડેક્સ, જે છ કરન્સીની બાસ્કેટ સામે ગ્રીનબેકની મજબૂતાઈનું માપન કરે છે, તે 0.13% વધીને 106.35 પર ટ્રેડ કરી રહ્યો હતો. ગ્રીનબેકમાં વ્યાપક તેજી અને યુએસ ટ્રેઝરી યીલ્ડમાં વધારો થવાને કારણે ભારતીય રૂૂપિયો મંગળવારે યુએસ ડોલર સામે વિક્રમી નીચી સપાટીએ ખૂલ્યો હતો.
ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાથી સ્થાનિક ચલણ પર પણ દબાણ આવ્યું છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલ 0.59% વધીને 90.63 પ્રતિ બેરલ, જ્યારે ઞજ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ ક્રૂડ ફ્યુચર્સ 0.62% વધીને 85.94 થઈ ગયું.

દરમિયાન, ઇઝરાયેલ સપ્તાહના અંતે ઇરાનના હુમલાનો જવાબ આપશે તેવી વિલંબિત ચિંતાઓ પછી મધ્ય પૂર્વમાં વધતા જતા ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે એશિયન કરન્સી અને ઇક્વિટી બજારોએ નુકસાન વધાર્યું હતું.

Continue Reading

રાષ્ટ્રીય

ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની અસર શેર બજારમાં: ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટી ધડામ

Published

on

By

 

ઈઝરાયેલ-ઈરાન યુદ્ધનો તણાવ માત્ર વૈશ્વિક બજારોમાં જ નહીં પરંતુ ભારતીય બજારોમાં પણ જોવા મળ્યો હતો. આજે ભારતીય બજારો લાલ નિશાન સાથે ખુલ્યા હતા. બજારની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં ખુલ્યા હતા. શેરબજારની શરૂઆત પહેલા જ એનએસઈ નિફ્ટીમાં 700 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો અને બીએસઈ સેન્સેક્સ 3450 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.

સેન્સેક્સ લગભગ 929.74 પોઈન્ટ ઘટીને 73,315.16 પર પહોંચ્યો હતો. નિફ્ટી પણ 216.9 પોઇન્ટ ઘટીને 22,302.50ના સ્તરે પંહોચી ગયો છે. આ પહેલા શુક્રવારે સેન્સેક્સ 793 પોઈન્ટ ઘટીને 74,244 પર બંધ થયો હતો.

બીએસઈ સેન્સેક્સ રેડમાં છે અને 30માંથી માત્ર 3 શેરોમાં વધારો છે અને 27 શેરોમાં ઘટાડો છે. ટીસીએસ, નેસ્લે, એચસીએલ ટેકના શેરમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, એસબીઆઈ, એનટીપીસી, પાવર ગ્રીડના શેરમાં સૌથી વધુ નબળાઈ જોવા મળી રહી છે.

નિફ્ટીના 50માંથી 46 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને માત્ર 4 શેરો જ માંડ તેજીની રેન્જમાં છે. હિન્દાલ્કો, ઓએનજીસી, ટીસીએસ અને નેસ્લેના શેરો માત્ર લાભ સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને અન્ય તમામ શેરોમાં નબળાઈનું લાલ નિશાન પ્રબળ છે.

એશિયન બજારોમાં પણ ચારે બાજુ ઘટાડો જોવા મળી રહ્યો છે. કોસ્પી, હેંગ સેંગ, શાંઘાઈ કમ્પોઝીટ, નિક્કી બધામાં નબળાઈનો લાલ સંકેત છે. ઈરાન-ઈઝરાયેલ તણાવ અને ક્રૂડ ઓઈલમાં વધારાની એશિયન બજારો પર નકારાત્મક અસર થઈ રહી છે.

Continue Reading

રાષ્ટ્રીય

શેરબજારમાં બલ્લે બલ્લે, ડિમેટ એકાઉન્ટની સંખ્યા 15 કરોડને પાર

Published

on

By

દેશમાં ડીમેટ ખાતાઓની સંખ્યા માર્ચ 2024 સુધીમાં વધીને 151 મિલિયન (15.1 કરોડ) થઈ ગઈ છે. માર્ચ મહિનામાં કુલ 3.1 મિલિયન (31 લાખ) નવા ડીમેટ ખાતા ઉમેરવામાં આવ્યા છે જ્યારે નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન પણ દર મહિને સરેરાશ 3.1 મિલિયન નવા ડીમેટ ખાતા ખોલવામાં આવ્યા છે.
મોતીલાલ ઓસ્વાલ ફાયનાન્સિયલ સર્વિસે ખોલેલા નવા ડીમેટ ખાતાઓ વિશે માહિતી આપતાં જણાવ્યું કે માર્ચ 2024માં દેશમાં કુલ ડીમેટ ખાતાઓની સંખ્યા વધીને 15.1 કરોડ થઈ ગઈ છે.

માર્ચ મહિનામાં ખુલેલ કુલ ખાતાની સંખ્યા વધીને 31 લાખ થઈ ગઈ છે. ડીમેટ ખાતાઓની કુલ સંખ્યાના સંદર્ભમાં સીડીએસએલનો હિસ્સો સૌથી વધુ છે. મહિના પછી મહિનાના આધારે સીડીએસએલ જીત્યું છે. તે જ સમયે, એનએસડીએલનો બજાર હિસ્સો વાર્ષિક ધોરણે ઘટ્યો છે. ગજઉક ડીમેટ ખાતાઓનો બજારહિસ્સો દર મહિને 390 બેસિસ પોઈન્ટ્સ અને ઈન્ક્રીમેન્ટલ ડીમેટ ખાતાનો 570 બેસિસ પોઈન્ટ્સનો મહિને ઘટ્યો છે. ગજઊ પર સક્રિય ગ્રાહકોની સંખ્યા માર્ચ 2024માં મહિને 1.8 ટકા વધીને 40.8 મિલિયન થઈ ગઈ છે. ગજઊના કુલ સક્રિય ગ્રાહકોમાં ટોચના પાંચ ડિસ્કાઉન્ટ બ્રોકરોનો હિસ્સો 63.8 ટકા છે, જે ગયા વર્ષે માર્ચ 2023માં 59.9 ટકા હતો. ણયજ્ઞિમવફના ગ્રાહકોની સંખ્યા દર મહિને 0.9 ટકા વધીને 7.3 મિલિયન થઈ છે. જ્યારે બજારનો હિસ્સો 20 બેસિસ પોઈન્ટ ઘટીને 17.9 ટકા થયો છે. અપસ્ટોક્સના ગ્રાહકોની સંખ્યા દર મહિને 0.6 ટકા વધી છે અને વધીને 2.5 મિલિયન થઈ ગઈ છે. તેનો બજાર હિસ્સો 10 બેસિસ પોઈન્ટ ઘટીને 6.2 ટકા થયો છે. ૠજ્ઞિૂૂના ગ્રાહકોની સંખ્યા 3.8 ટકા વધીને 9.5 મિલિયન થઈ છે અને તેનો બજાર હિસ્સો 23.4 ટકા રહ્યો છે.

પરંપરાગત બ્રોકરેજ હાઉસમાં, ISEC (ICICI સિક્યોરિટીઝ) નો બજારહિસ્સો ઘટીને 4.5 ટકા થયો છે, જ્યારે IIFL સિક્યોરિટીઝનો બજારહિસ્સો વધીને 1.1 ટકા થયો છે. આનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે મોટાભાગના નવા ડીમેટ ખાતાધારકો ડિસ્કાઉન્ટ બ્રોકર્સમાં જોડાઈ રહ્યા છે.

Continue Reading

Trending