Connect with us

ગુજરાત

શિવરાત્રી મેળા માટે એસટીની 285 બસો દોડાવાશે

Published

on

  • જૂનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ સુધી 75 મિનિ બસ દોડશે, નો પાર્કિંગ ઝોન અંગે જાહેરનામું પ્રસિદ્ધ
  • અમરેલી, ભાવનગર, અમદાવાદ, સુરત સહિતના શહેરોમાંથી ઓનલાઈન બુકિંગ કરાવી શકાશે

શહેરના ભવનાથ તળેટીમાં દરવર્ષે યોજાતા શિવરાત્રીના મેળાને હવે ત્રણ-ચાર દિવસ બાકી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા આગોતરી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મેળામાં આવતા લોકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે સૌ પ્રથમ વાર ચછ કોડની સુવિધા શરૂૂ કરવામાં આવી છે. આ કોડ સ્કેન કરતાં જ ભાવિકોને શૌચાલયથી લઈ પાર્કિંગ તેમજ આશ્રમો સહિતનાં તમામ લોકેશનની માહિતી મળી જશે.

શિવરાત્રિના મેળાને લઈ ગુજરાત એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 285થી વધુ બસો જૂનાગઢના મેળા માટે દોડાવવામાં આવશે. જ્યારે 75 જેટલી મીની બસો જૂનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ તળેટી સુધી દોડાવવામાં આવશે. આ ઉપરાંત અન્ય બસો અમરેલી, ભાવનગર, અમદાવાદ, રાજકોટ સહિત આસપાસના શહેરોમાંથી દોડાવવામાં આવશે. શિવરાત્રિના મેળામાં ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે એસટી બસના પ્રવાસીઓની સંખ્યા 40 ટકા વધી શકે છે.

ગુજરાત એસટી નિગમ સૂત્રોએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ જૂનાગઢના ભવનાથ ખાતે યોજાનારા શિવરાત્રિના મેળામાં એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવાશે, જેમાં કુલ 285 જેટલી એસટી બસો મૂકવામાં આવશે. રાજકોટ અમરેલી, સુરત, ભાવનગર સહિત સૌરાષ્ટ્રના આસપાસના શહેરોમાંથી પણ વધુ બસો દોડાવવામાં આવશે. અમદાવાદથી પણ જૂનાગઢ માટે એક્સ્ટ્રા બસો દોડાવાશે. પ્રવાસીઓને તકલીફ ન પડે તેના માટે લોકો ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકશે. જુનાગઢના ભવનાથ તળેટીમાં તારીખ 5 માર્ચ થી 8 માર્ચ સુધી શિવરાત્રીનો મેળો યોજાશે. આ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય ભાવિકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે તંત્ર દ્વારા સૌ પ્રથમ વાર ચછ કોડની સુવિધા શરૂૂ કરવામાં આવી છે. આ કોડ સ્કેન કરતાં જ ભાવિકોને શૌચાલયથી લઈ પાર્કિંગ તેમજ આશ્રમો સહિતનાં તમામ લોકેશનની માહિતી મળી જશે. લોકોએ પોતાના મોબાઈલમાં ચછ કોડ સ્કેન કરી મેળાના તમામ રૂૂટની માહિતી મેળવી શકશે. અને શહેરના બતાવેલા રસ્તાઓ પરથી શિવરાત્રી મેળાના બતાવેલા રૂૂટ પર જઇ શકશે. શિવરાત્રી મેળામાં આવતા ભાવિકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે તંત્ર દ્વારા સૌપ્રથમ વાર આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં રાજકોટ તરફથી આવતા ભાવિકો મજેવડી દરવાજા મેડિકલ કોલેજ તરફથી આવશે. ત્યાં ભરડાવાવ પહોંચતા પહેલાં ત્રણ પાર્કિંગ પોઇન્ટ રાખવામાં આવ્યા છે. તેમજ કાળવા તરફના રસ્તે જતા ફાયર એમ્બ્યુલન્સ દાતાર રોડ પર બે પાર્કિંગ પોઇન્ટની સુવિધા આપવામાં આવી છે. તેમજ ભવનાથ આશ્રમો, મુખ્ય મંદિર, સુવિધા કેન્દ્રના રસ્તાઓ બતાવવામાં આવે છે.

ભવનાથ તળેટીમાં નોનવેજ બનતા સાધુસંતોમાં રોષ
ભવનાથ તળેટીમાં નોનવેજ બની રહ્યાનો વીડિયો વાયરલ થયો છે. નોનવેજ બનાવવામાં આવતું હોવાના વીડિયોથી શ્રદ્ધાળુઓમાં રોષ ફાટી નીકળ્યો છે. કેટલાક શખ્સો દ્વારા માંસાહાર રાંધવામાં આવતો હોય તેવો આ વીડિયો છે. થોડા સમય પૂર્વે જ ભવનાથને વેજ-ઝોન જાહેર કરવાની માંગ કરી હતી. આ મુદ્દે સાધુ સંતોમાં રોષ ભભૂકી ઉઠયો છે. કેટલાક સાધુઓએ આ બનાવને વખોડી કાઢ્યો છે અને કસૂરવારો સામે કાર્યવાહીની માગણી પણ ઉઠાવી છે. સાધુ સંતોનુ કહેવુ છે કે,અગાઉ પણ કેટલાક વ્યકિતઓ દ્રારા નોનવેજ બનાવવામાં આવતું હતુ,તો તંત્ર ને આ બાબતે લેખિતમાં આવેદનપત્ર આપીને પણ જાણ કરી છે,પણ હજી સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી,તો સાધુ સંતોની એ પણ માંગ છે કે,જે લોકો નોનવેજ બનાવે છે તેમને કાયમ માટે ભવનાથ તળેટીથી દૂર કરવામાં આવે,જો તંત્ર દ્રારા આગળના દિવસોમાં કોઈ પગલા ભરવમાં નહી આવે તો સાધુ સંતો ઉગ્ર વિરોધ કરી શકે છે.

નો પાર્કિર્ંગ ઝોન જાહેર
મહાશિવરાત્રીના મેળા દરમિયાન દામોદર કુંડ પાસે દર્શનાર્થીઓની ખૂબ ભીડ રહેતી હોય, જેથી અકસ્માત નિવારણ અને ટ્રાફિક નિયમનના હેતુસર પાજનાકા પુલથી ખાખચોક સુધીના રસ્તામાં વચ્ચે કોઈપણ જગ્યાએ વાહનો ઊભા ન રહે કે આ સ્થળોએથી પેસેન્જર રીક્ષા પેસેન્જર ચડાવ કે ઉતાર ન કરે તે માટે પાજ નાકા પુલથી ખાખચોક સુધીનો રસ્તો વાહનો માટેએક જાહેરનામું પ્રસિદ્ધ કરીને નો-પાર્કિંગ સ્થળ જાહેર કરવામાં આવે છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.એફ.ચૌધરીને મળેલ સત્તાની રૂૂએ પ્રસિદ્ધ કરેલ જાહેરનામા મુજબ તા.5-3-2024 થી તા.9-3-24 સુધી પાજનાકા પુલથી ખાખ સુધીનો રસ્તો વાહનો માટે નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવે છે. આ રસ્તામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારના વાહનો ઉભા રાખી શકાશે નહીં કે પેસેન્જર રીક્ષા /વાહનો પેસેન્જર ચડાવ કે ઉતાર કરી શકશે નહીં.

15-20 વર્ષ પછી ગિરનાર જોવા નહીં મળે, આ બધા લૂંટારા વેચી મારશે : મહેશગીરી
સાધુના વેશમાં 50થી 60 ગુંડાઓ એ મહાદેવગીરી બાપુના આશ્રમે પહોંચ્યા અને ધમકી આપી, અહીં આવીને દાદાગીરી કરે એ નહીં ચાલે. જૂનાગઢ મહાશિવરાત્રીના મેળામાં બીનહિન્દુના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવાની માગણી સાથે શરૂૂ થયેલી લડાઈ માટે આગામી તા. 3 માર્ચના રોજ મહારેલીનુ રેલીનું આયોજન કરાયું છે, તેમાં તમામ જ્ઞાતિનો સહયોગ મળે અને આ લડત સફળ થાય તે માટે દામોદરકુંડ ખાતે શુક્રવારે બેઠક મળી હતી. જેમાં સંખ્યાબંધ સાધુસંતો ઉપરાંત જૂનાગઢમાંથી પણ વિવિધ જ્ઞાતિના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ જે પણ થયું એ ગિરનારી મહારાજની કૃપા હતી તો જ અમે આ લડાઈને વધુ મજબૂત બનાવવા મક્કમ બન્યા. કારણ કે બહારથી આવતા સાધુને તો 4 દિવસ આવવું છે, અહીંના સાધુઓને 365 દિવસ અહીં રહેવાનું છે, તો આ તમારો કચરો અમે શું કામ સાફ કરીએ ? આપણે જાગવું પડશે, નહિ તો આવનારા 15 કે 20 વર્ષમાં આ લૂંટારાઓ ગિરનારને પણ વેચી મારશે. વધુ કંઈ કહેવું નથી પણ આગામી આયોજન અને આપણી લડતમાં કેટલી જ્ઞાતિઓ સહમત છે તેનું સમર્થન લેવા માગીએ છીએ.

ગુજરાત

દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના ભવ્ય સત્કાર સમારોહ માટે તડામાર તૈયારીઓ

Published

on

By

 

માધવપુર ઘેડ ખાતે પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિને જોડતા રાષ્ટ્રીય કક્ષાના લોકમેળાનું ભવ્ય આયોજન પ્રસંગે રવિવાર તા. 21 દરમિયાન પ્રવાસન નિગમ તથા રમત ગમત અને યુવક સેવા -સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિભાગ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનો વિવાહ સત્કાર સમારોહ દ્વારકામાં સર્કિટ હાઉસ પાછળના ગ્રાઉન્ડ ખાતે જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી વિવિઘ સાસ્કૃતિક કાર્યક્રમ આયોજન હાથ ધરવામાં આવનાર છે.

જે અન્વયે આ સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમ માટેની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં વિશાળ ડોમ તથા સ્ટેજ, બેઠક વ્યવસ્થા સહિતની વ્યવસ્થાઓ તૈયારી કરવામાં આવી છે.ભગવાન શ્રી કૃષ્ણ રુકમણીજી સાથે વિવાહ કરીને બારાત લઈને દ્વારકા પહોંચ્યા તે પૌરાણિક મહાત્મયને પુનઃ ઉજાગર કરવા ગત વર્ષથી દેવભૂમિ દ્વારકા ખાતે ભવ્ય સત્કાર સમારોહ યોજવામાં આવે છે.

ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીજીનું દ્વારાવતી મોક્ષદ્વાર (હાથી ગેટ) ખાતે જાનનું આગમન થશે. ત્યાં આહિર સમાજ દ્વારા જાનનું સ્વાગત કરવામાં આવશે. ત્યાર બાદ કિર્તી સ્તંભ ખાતે મોચી સમાજ, પ્રજાપતિ સમાજ અને સતવારા સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવશે. દ્વારકાધીશ મંદિર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રથનું સ્વાગત, જોધાભા માણેક ચોક ખાતે વાઘેર સમાજ, ચારણ સમાજ અને સમસ્ત સાધુ સમાજ દ્વારા, તીનબત્તી ચોક ખાતે લુહાર સમાજ, દરજી સમાજ, ખારવા સમાજ, હોટેલ એશોસીએશન તથા શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા, ભદ્રકાલી ચોક ખાતે રઘુવંશી સમાજ, ક્ષત્રિય સમાજ તથા ટ્રાવેલ્સ એશોસીએશન દ્વારા, રબારી ગેટ ખાતે રબારી સમાજ, અનુસૂચિત જાતિ સમાજ અને વાલ્મિકી સમાજ દ્વારા તેમજ રુકમણી મંદિર ખાતે મંદિરના પુજારી અને પુરોહિતો દ્વારા રથનું સ્વાગત કરી આવકારવામાં આવશે.
આ ઉપરાંત સર્કિટ હાઉસ પાછળના ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં 12 ગૃપ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવશે.

Continue Reading

ક્રાઇમ

નિષ્ઠુર જનેતાએ નવજાત બાળકને ત્યજી દીધું, કુતરાઓએ બાળકીને ફાડી ખાતા અરેરાટી

Published

on

By

 

 

ભાણવડ તાબેના ટિંબડી ગામની સીમમાં એક નવજાત બાળક લોહી-લુહાણ હાલતમાં પડ્યું હોવાની  ઘટના સામે આવી છે. આ ઘટન અંગેની જાણ સ્થાનિકો દ્વારા પોલીસ તંત્રને કરવામાં આવતા આના અનુસંધાને પોલીસ સ્ટાફે આ સ્થળે દોડી જઈ અને પરિસ્થિતિ જાણી હતી.

અહીં પડેલા નવજાત બાળકીને કોઈ કૂતરાઓએ શરીરના અલગ અલગ ભાગોમાં કરડી ખાતા આ નવજાત બાળકીને તાકીદે સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ આ નવજાત બાળકને મૃત્યુ પામેલું જાહેર કર્યું હતું.

આ સમગ્ર પ્રકરણ અંગે ટિંબડી ગામના રહીશ અરજણભાઈ ગળચર (ઉ.વ. 35) એ કોઈ અજાણી મહિલાએ પોતાની તાજી જન્મેલી મૃત બાળકીનો જન્મ છુપાવવા માટે તેને ત્યજી દેતા કુતરાઓએ આ નવજાત બાળકને ઇજાઓ પહોંચાડતા તેનું મૃત્યુ નીપજ્યું હોવા અંગેની વિધિવત ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવી છે. જેને અનુલક્ષીને પોલીસે અજાણી મહિલા સામે આઈપીસી કલમ 318 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

_________________________

ભાણવડમાં યુવાનને મારી નાખવાની ધમકી સબબ ફરિયાદ

ભાણવડના શીતલ પાર્ક વિસ્તારમાં રહેતા વિપુલભાઈ મૂળજીભાઈ હિરાણી નામના 47 વર્ષના પટેલ વેપારી યુવાન સાથે કોઈ બાબતે બોલાચાલી કરીને ભાણવડના રહીશ ધીરુભાઈ તુલસીદાસ પરમાર દ્વારા બિભત્સ ગાળો કાઢી, લાકડાના ધોકા વડે માર મારવાનો પ્રયાસ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે ધીરુભાઈ પરમાર સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

_________________________

મોરઝરના વૃદ્ધ ઉપર લાકડી હુમલો: ત્રણ સામે ફરિયાદ

ભાણવડ તાબેના મોરઝર ગામે રહેતા જીવાભાઈ મનજીભાઈ ચૌહાણ નમના 60 વર્ષના વૃદ્ધ દ્વારા તેમના ઘર પાસે દારૂ પી ને ગાળો બોલવાની ના કહેતા આ બાબતથી ઉશ્કેરાયેલા પરબત મનજી, માલદે પરબત અને અજય કેશુર નામના ત્રણ શખ્સો દ્વારા ફરિયાદી જીવાભાઈને ઢીકા-પાટુનો માર મારી, લાકડી વડે ઇજાઓ કર્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

_________________________

ઓખા મંડળની પરિણીતાઓને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ

ઓખાના ગાંધી નગરી વિસ્તારમાં રહેતી કુલસુમબેન જાકુબભાઈ થૈયમ નામની 30 વર્ષની પરિણીત મહિલાને તેણીના લગ્ન જીવન દરમિયાન તેણીના પતિ જાકુબ જીકરભાઈ થૈયમ, રોશનબેન જીકરભાઈ, નસીમબેન ઈમરાનભાઈ, નસીમબેન મજીદભાઈ, ઈમરાન જીકરભાઈ અને મજીદ જીકરભાઈ દ્વારા શારીરિક તથા માનસિક દુઃખ-ત્રાસ આપી, બિભત્સ ગાળો કાઢવા સબબ સ્થાનિક પોલીસ મથકમાં જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

અન્ય એક ફરિયાદ ઓખાના ગાંધી નગરી વિસ્તારમાં હાલ રહેતી અને પબાભાઈ પેથાભાઈ વારસાકીયાની 37 વર્ષની પરિણીત પુત્રી તેજલબેન દેવશીભાઈ ચાનપાએ દ્વારકામાં રહેતા તેણીના પતિ દેવશીભાઈ ભીમાભાઈ ચાનપા તેમજ ભીમાભાઈ ચનાભાઈ ચાનપા સામે નોંધાવી છે. બંને સાસરિયાંઓએ શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા આ અંગે ઓખા મરીન પોલીસે આ બંને સામે સ્ત્રી અત્યાચારની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

_________________________

સોનારડીનો બાઈક ચાલક પીધેલી હાલતમાં ઝડપાયો

ખંભાળિયા તાલુકાના સોનારડી ગામના વાડી વિસ્તારમાં રહેતા જુવાનસિંહ ભીખુભા જાડેજા નામના 40 વર્ષના શખ્સને પોલીસે કોફી પીણું પીધેલી હાલતમાં ડ્રાયવિંગ લાયસન્સ વગર રૂપિયા પંદર હજારની કિંમતના હોન્ડા સાઈન મોટરસાયકલ નીકળતા ઝડપી લઇ, જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

Continue Reading

ગુજરાત

ભાજપ-કોંગ્રેસના ડમી, ચાર અપક્ષોના ફોર્મ રદ; 10 માન્ય

Published

on

By

  • સોમવારે ઉમેદવારી પત્રકો પાછા ખેંચવાના છેલ્લા દિવસે સાંજે ચૂંટણી ચિત્ર થશે સ્પષ્ટ

રાજકોટ લોકસભાની બેઠક માટે ગઇકાલે ઉમેદવારીપત્રકો ભરવાના છેલ્લા દિવસ સુધીમાં કુલ 16 ઉમેદવારોએ 28 ઉમેદવારીપત્રકો ભર્યા બાદ આજે જિલ્લા ચૂંંટણી અધિકારી અને જિલ્લા કલેકટર પ્રભવ જોષી તથા ચૂંટણીપંચના ઓબ્ઝર્વની હાજરીમાં ભરાયેલા ઉમેદવારીપત્રકોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન ભાજપ-કોંગ્રેસના ડમી ઉમેદવારો ઉપરાંત ચાર અપક્ષ ઉમેદવારોના ફોર્મ અમાન્ય કરવામાં આવ્યા હતા જયારે ભાજપના પરસોત્તમભાઇ રૂપાલા, કોંગે્રસના પરેશ ધાનાણી તેમજ બહુજન સમાજ પાર્ટીના ચમનભાઇ સવસાણી અને સાત અપક્ષોના ફોર્મ માન્ય રહ્યા હતા.

આગામી તા.25ને સોમવારના રોજ ઉમેદવારીપત્રકો પાછા ખેંચવાનો અંતિમદિવસ છે. ત્યારે સોમવારે સાંજે રાજકોટ લોકસભા બેઠકનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઇ થનાર છે. તે પૂર્વે નડતા ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવવા રાજકીય પક્ષો દ્વારા કવાયજ્ઞ હાથ ધરાઇ હોવાનું જાણવા મળે છે.

ગઇકાલે ઉમેદવારીપત્રકો ભરવાના અંતિમદિવસ સુધીમાં ભરાયેલા તમામ ઉમેદવારોના ફોર્મની આજે સવારે કલેકટર કચેરીમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં અપક્ષ ઉમેદવાર અમરદાસ દેસાણીએ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના ફોર્મ સામે અનેક વાંધા રજુ કર્યા હતા અને રૂપાલાના ફોર્મમાં 42 જેટલી ભુલો હોવાની રજુઆત કરી હતી.

અપક્ષની આ રજુઆતમાં કોંગ્રેસના પ્રતિનિધિએ પણ સૂર પુરાવતા વાતાવરણ થોડો સમય માટે ગરમાઇ ગયું હતું. જોકે, કલેકટરે તમામ વાંધા ફગાવી દઇ ભાજપના ઉમેદવાર રૂપાલાનું ફોર્મ માન્ય રાખ્યુ હતું અને વાંધા રજુ કરનારને સાંજે સુધીમાં લેખિત જવાબો આપી દેવા જણાવ્યું હતું.ફોર્મ ચકાસણી દરમિયાન અપક્ષ ઉમેદવાર રામજીભાઈ ગોવિંદભાઈ વેગડા, રૂડાભાઈ વાલજીભાઈ મેરાણ સુભાષ અંબાશંકર પંડ્યા અને સોની મહાજન નરેન્દ્રભાઈ અમૃતલાલના ઉમેદવારી પત્રક રદ કરવામાં આવ્યા છે.

જાણવા મળ્યા પ્રમાણે ચારેય અપક્ષ ઉમેદવારના ફોર્મ ઘણી ભૂલ હતી જેમાં એક અપક્ષ ઉમેદવારે સોગંદનામું રજૂ કર્યુ નહોતું, જ્યારે એક અપક્ષ ઉમેદવારે ફોર્મ જ અધુરૂ ભર્યુ હતું. તો એક ઉમેદવારે પુરતા ટેકેદારોના નામ દર્શાવ્યા નહોતા એક અપક્ષ ઉમેદવારને એફીડેવીડની પુરતતા કરવાનું કહ્યું હતું. પરંતુ એફિડેવીડની પુરતતા નહીં કરતા ચારેય અપક્ષ ઉમેદવારના ફોર્મ રદ કરાયા છે.

Continue Reading

Trending