Site icon Gujarat Mirror

ST નિગમની ખોટ 300 કરોડને આંબે તેવી શકયતા

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ચાલુ નાણાકીય વર્ષમાં 300 કરોડ રૂૂપિયાથી વધુના આર્થિક બોજા તળે દબાય તેવી સ્થિતિમાં છે. ડીઝલ અને સ્પેસપાર્ટસના વધતા ભાવ, મોંઘવારી અને કર્મચારીઓના પગાર-ભથ્થામાં થયેલા વધારાને કારણે નિગમની નાણાકીય તંદુરસ્તી જોખમાઈ છે. આ કપરા આ થક સંકટમાંથી બહાર આવવા માટે હવે નિગમે ભંગાર બસો વેચવા સહિતના અન્ય હેતો પર નિર્ભર રહેવું પડે તેમ છે.

આ વર્ષે એસટી બસોમાં અંદાજે 2300 કરોડ રૂૂપિયાનું ડીઝલ વપરાશે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ડીઝલના ભાવમાં વધારો થાય તો, એસટી નિગમને માત્ર ઈંધણ પાછળ જ 250 કરોડ રૂૂપિયા વધુ ખર્ચવા પડે તેવો અંદાજ સેવાઈ રહ્યો છે. આ ઉપરાંત, બસોના મેન્ટેનન્સ માટે સ્પેસપાર્ટ્સ પાછળ 325 કરોડ રૂૂપિયાનો ખર્ચ કરવો પડશે. જો આગામી સમયમાં ભાવવધારો થશે તો બીજા 26 કરોડ રૂૂપિયાનો વધારાનો માર પડશે. કર્મચારીઓના પગાર અને ભથ્થા પાછળ પણ આ વર્ષે 10 કરોડ રૂૂપિયાનો વધારાનો ખર્ચ નોંધાશે.
આ આર્થિક દેવા અને ખર્ચને સરભર કરવા માટે એસટી નિગમે આવકના વૈકલ્પિક હેતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેમ કે, આયુષ્ય પૂરું કરી ચૂકેલી ખખડધજ બસોને ભંગારમાં વેચીને નિગમે 50 કરોડ રૂૂપિયા ઊભા કરવા નક્કી કર્યું છે.

આ ઉપરાંત ઓનલાઈન બુકિંગ અને કુરિયર-પાર્સલ સેવાઓ થકી વધુ 26 કરોડ રૂૂપિયાની કમાણી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

હાઈવે પર આવેલી ખાનગી હોટલો અને ઢાબાઓ પર એસટી બસો રોકાણ કરે છે તે પેટે નિગમ 27 કરોડ રૂૂપિયાની આવક મળે તેવો અંદાજ છે. જોકે, એસટી નિગમે વધુ બસો જ નહીં, પણ આધુનિક બસ સ્ટેશનો સાથે મુસાફરોને વધુ સુવિધા મળી રહે તેના પર ફોકસ કર્યું છે ત્યારે આ તમામ પ્રયાસો છતાં, વધતા જતા આર્થિક બોજાને જોતાં આગામી સમયમાં મુસાફરો પર ભાડા વધારાનું ભારણ આવશે કે કેમ, તે જોવું રહ્યું.

Exit mobile version