એસ.ટી. નિગમમાં ફરજ બજાવતા ડ્રાઇવર, ક્ધડકટર સહીતના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે વારંવાર રજુઆત કરવા છતા પણ આજ સુધી નિરાકરણ નહીં આવતા આગામી દિવસોમાં ન્યાય નહીં મળે તો આંદોલન કરવામાં આવશે. તેવી ચિમકી નિગમના ત્રણેય યુનિયન ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કસ ફેડરેશન, ગુજરાત એસ.ટી. કર્મચારી મહામંડળ અને ગુજરાત એસ.ટી. મજુર મહાસંઘ દ્વારા વડી કચેરીમાં કરેલી રજુઆતમાં ઉચ્ચારવામાં આવી છે.
એસ.ટી નિગમના કામદારો દ્વારા ઉચ્ચકક્ષાએ કરેલ રજુઆતમાં પ્રશ્નો અંગે જણાવ્યું હતું કે સેટલમેન્ટ કરાર મુજબ એસ. ટી. નિગમના કર્મચારીઓને એક્સગ્રેશીયા બોનસ આપવા સાતમા પગાર પંચ મુજબ ઓવર ટાઈમ અને સ્પેશ્યલ પે. ચુકવી આપવો. સેટલમેન્ટ કરાર મુજબ તા.01/01/2024 થી 4% મોઘવારી અને તા.01/07/2024 થી 3% મોંઘવારી એરીયર્સ સહીત ચુકવી આપવું.
તા.25/08/2010 ની સમજુતી અનુસાર તા.01/01/2006 થી નોશનલ ગણી ફિકસેશન કરેલ છે. પરંતુ બાદમાં ડ્રાયવર/કંડકટરની કક્ષાના પગાર ધોરણોમાં સુધારો થતાં, તેમાં તા.01/01/2006 થી ફિકસેશન કરવું જોઈએ, જે ન કરતાં, ડ્રાઇવર અને કંડક્ટરોને જુના અને નવા કર્મચારીઓની પગાર વિસંગતાઓ ઉભી થયેલ છે, જે દૂર કરવી. (સિનિયરના પગાર જુનિયર કરતા ઓછા થવા પામે છે તે વિસંગતા દૂર કરવી. નિગમના આશ્રિતોને રાજ્ય સરકારના ધોરણે રૂૂ. 14 લાખ આર્થિક પેકેજ ચુકવી આપવું.એસ. ટી. નિગમના કુર્મચારીઓને કક્ષા બદલી કરતા સિવિલ સર્જનના પ્રમાણપત્રને જ માન્ય ગણવા. બોર્ડ ઓફ રેફરીની જોગવાઈ યોગ્ય નથી.
જે પ્રમાણપત્ર અસ્પષ્ટ હોય તો જ મોકલી શકાય. પત્ર નં.22, તા.09/08/2024 સંકલન સમિતિ દ્વારા રજૂઆત કરાયેલ છે. તા.04/10/2013 ના રોજ મંત્રી સાથે ચર્ચા થયા મુજબ એક કલાક અને બે કલાક પાર્ટ ટાઈમ કર્મચારીઓને એક કલાકનો વધારો કરાયેલ છે. તો ત્રણ કલાક અને ચાર કલાકને એક કલાક વધારો કરાયેલ નથી. તેઓને કેમ બાકાત રાખેલ છે ? નિગમના કર્મચારીઓને નજીવા ગુન્હામાં આડેધડ સસ્પેન્શન અને મુવમેન્ટ ખોર્ડર ઉપર બદલી કરવામાં આવે તે ન્યાય નથી. તે બાબતે વિભાગોને યોગ્ય સૂચનાઓ આપવી. ફેટર અને ગંભીર અકસ્માતમાં કાયમી કર્મચારીને આરટીઓ લાયસન્સ જપ્ત કરે તો અન્ય વપરાશ કરવામાં આવે છે.
તેવી રીતે ફિક્સ પગારના કર્મચારીઓને આરટીઓ લાયસન્સ જપ્ત કરે તે સમયે અન્ય વપરાશ કરવા સૂચનાઓ આપવી. અકસ્માત વખતે તાત્કાલિક પ્રાઇવેટ દવાખાનામાં સારવાર લેવાય છે, જેમાં કાયમી અને ફિક્સ પગારને સમાન પરિપત્ર નં. 1764 મુજબ લાભ આપવો અને રજા બાબતે જ્યાં દાખલ કરાયેલ પ્રાઇવેટ હોસ્પિટલના રજા રિપોર્ટ માન્ય રાખવા પરિપત્ર નં. 1764 સુધારો કરવો. એસ. ટી. નિગમના કર્મચારીઓને સંકલન સમિતિના પત્ર નં. 33, તા.03/12/2024 મુજબ 25 લાખ ગ્રેજ્યુઇટી ચુકવવા સૂચનાઓ આપવી. (રાજ્ય સરકાર મુજબ), એસ. ટી. નિગમના ડ્રાઇવર કંડક્ટરોને સમયસર વિકલી ઓફ આપતા નથી અને ડેપો ખાતે પ્રસંગોપાત જવાનું થાય તો રિપોર્ટ કરે છે, તે વ્યાજબી નથી. ડ્રાઇવરના આશરે 1,10,000 અને કંડક્ટરના 1,40,000 વિકલી ઓફ પડતર છે.
નિગમના કર્મચારીઓને ટીએ ડીએના દરો અને લાભો રાજ્ય સરકારશ્રીના તા.08/11/2024 ઠરાવ મુજબ સુધારેલ દરો અને લાભો ચુકવી આપવા. સેટલમેન્ટ કરાર મુજબ બાકી બ્લોક પીરીયડના ખાખી, વાદળી અને સફેદ ગણવેશ આપેલ નથી, તો આપવા કાર્યવાહી કરવી. નિગમના કર્મચારીઓને મેડિકલ બિલોમાં પેકેજ આપી પૈસા કાપી લેવામાં આવે છે, તે પ્રથા રદ કરવી. નિગમને ઈએસઆઈ મુક્તિ મળેલ હોઈ, તમામ સારવારના નાણા રીએમ્બર્સ કરવા માંગણી છે. પરિપત્ર નં. 2178 ની બદલી અંગે કરાયેલ જોગવાઈઓનો અમો ત્રણેય સંગઠનોનો વિરોધ છે તે રદ કરવો જોઇએ. એસ. ટી. નિગમમાં જુદા જુદા ડેપો ખાતે કે.એમ.પી.એલ ના નામે દંડ અને વસુલાત અને ખાતાકીય કાર્યવાહી કરવામાં આવે છે, તે ન્યાયી નથી પ્રથમ જે મેઈકના વાહન 5.58 નું કે.એમ.પી.એલ. આપતું હોય. તો તે અંગેના પુરાવા આપવા.
તેમજ પુરાવાથી પુરવાર કર્યા વગર આવા શિક્ષાત્મક હુકમો કુદરતી ન્યાયના સિધ્ધાંત વિરૂૂધ્ધના હોઈ, આવી પ્રથા અટકાવવી જોઈએ અને આવા કેટલા કર્મચારીઓના નાંણા વસુલાત કરી અને આવા કેટલા શિક્ષાત્મક હુકમો કર્યા તેની વિગતો આપવી. નિગમના તમામ કક્ષામાં ખાતાકીય પરીક્ષાનું આયોજન કરવું તેમજ પાસ થયેલ કર્મચારીઓને ખાલી જગ્યાઓ સામે બઢતી અંગેની કાર્યવાહી કરવી. તેમજ સીધીની ભરતીની જે જગ્યાઓની ભરતી થવાનીજ ન હોય, તેવી જગ્યાએ બઢતી આપવા કાર્યવાહી કરવા માંગ કરાઇ છે.

