Connect with us

Sports

બાંગ્લાદેશને હરાવીને શ્રીલંકાનો બીજી ટેસ્ટ સિરીઝ પર કબજો

Published

on

  • કામિન્દુ મેન્ડિસ મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ જાહેર

બીજી ક્રિકેટ ટેસ્ટમાં બાંગ્લાદેશને 192 રનથી હરાવવાની સાથે બે ટેસ્ટની સિરીઝ 2-0થી જીતી લીધી હતી. બીજી ટેસ્ટ જીતવા અને સિરીઝ સરભર કરવા માટે બાંગ્લાદેશ સામે 511 રનનો પહાડ જેવો લક્ષ્યાંક હતો જેની સામે તેણે સારો એવો પ્રતિકાર કર્યો હતો પરંતુ અંતે તેના તમામ ખેલાડી 318 રનના સ્કોર સુધીમાં આઉટ થઈ ગયા હતા.

શ્રીલંકાના કામિન્દુ મેન્ડીસને મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો. વર્તમાન પ્રવાસમાં શ્રીલંકાએ 2-1થી ટી20 સિરીઝ જીતી હતી પરંતુ એટલા જ અંતરથી વન-ડે સિરીઝ ગુમાવી હતી. અહીં રમાયેલી બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશે પાંચમા અને અંતિમ દિવસની રમતનો પ્રારંભ સાત વિકેટે 268 રનના સ્કોરથી કર્યો હતો. તે વખતે તેમને જીતવા માટે વધુ 243 રનની જરૂૂર હતી પરંતુ 318 રનના સ્કોર સુધીમાં પહોંચતા તેના તમામ બેટ્સમેન આઉટ થઈ ગયા હતા. બાંગ્લાદેશ માટે મહેદી હસન મિરાઝે અણનમ 81 રન ફટકારીને સારી લડત આપી હતી. બાંગ્લાદેશની બીજી ઇનિંગ્સનું પ્રમુખ આકર્ષણ મહેદી હસનની બેટિંગ રહી હતી. તેણે 110 બોલની રમતમાં 14 ચોગ્ગા ફટકાર્યા હતા. શ્રીલંકા માટે કામચલાઉ બોલિંગ કરનારા કામિન્દુ મેન્ડીસે 32 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી પરંતુ લાહિરુ કુમારા સૌથી સફળ રહ્યો હતો. તેણે 15 ઓવરમાં 50 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. સવારના તબક્કામાં મેન્ડીસે ચોથી જ ઓવરમાં તાઇજૂલ ઇસ્લામને આઉટ કરીને શ્રીલંકાના વિજયનો માર્ગ મોકળો કરી દીધો હતો.

Sports

ઓલિમ્પિક પહેલાં ભારતને આંચકો, બોક્સર મેરી કોમનું શેફ ડી મિશનના વડા તરીકે રાજીનામું

Published

on

By

ભારતની સુપ્રસિદ્ધ બોક્સર અને છ વખતની વિશ્વ ચેમ્પિયન મેરી કોમે પેરિસ ઓલિમ્પિક પહેલા આ બહુરાષ્ટ્રીય સ્પર્ધામાં દેશની ટીમ (શેફ ડી મિશન)ના વડા તરીકેના પદ પરથી રાજીનામું આપી દીધું છે. 21 માર્ચે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) દ્વારા તેમને શેફ ડી મિશન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. મેરી કોમે પદ છોડવા પાછળ અંગત કારણો ટાંક્યા છે અને કહ્યું છે કે તેની પાસે બીજો કોઈ વિકલ્પ નથી.

ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના પ્રમુખ પીટી ઉષાએ કહ્યું કે મેરી કોમે તેને પત્ર લખીને આ જવાબદારીમાંથી મુક્ત થવા માટે કહ્યું છે. મેરી કોમે ઉષાને લખેલા પત્રમાં કહ્યું કોઈપણ સ્વરૂૂપમાં દેશની સેવા કરવી એ ગર્વની વાત છે અને હું તેના માટે માનસિક રીતે તૈયાર હતી, પરંતુ મને અફસોસ છે કે હું આ જવાબદારી નિભાવી શકીશ નહીં. હું અંગત કારણોસર ખસી રહી છું.

41 વર્ષીય મેરી કોમે કહ્યું, નહું આ રીતે પાછળ રહેવામાં શરમ અનુભવું છું કારણ કે હું આ નથી કરતી, પરંતુ મારી પાસે કોઈ વિકલ્પ નથી. ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેનાર મારા ખેલાડીઓ માટે હું હંમેશા ઉત્સાહિત રહીશ. ઈંઘઅએ 21 માર્ચે તેમની નિમણૂકની જાહેરાત કરી હતી.

લંડન ઓલિમ્પિક્સ 2012 બ્રોન્ઝ મેડલ વિજેતા મેરી કોમ 26 જુલાઈથી 11 ઓગસ્ટ દરમિયાન યોજાનારી ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય ટુકડીની ઝુંબેશ લીડર હશે. ઉષાએ પોતાના નિવેદનમાં કહ્યું, અમને એ વાતનું દુ:ખ છે કે ઓલિમ્પિક મેડલ વિજેતા બોક્સર અને ઈંઘઅ એથ્લેટ્સ કમિશનના વડા મેરી કોમે અંગત કારણોસર પદ પરથી હટી ગઈ છે. અમે તેમના નિર્ણય અને ગોપનીયતાનું સન્માન કરીએ છીએ. તેમની બદલીની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

Continue Reading

Sports

દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટસને 6 વિકેટ હરાવ્યું

Published

on

By

  • ડેબ્યુ મેચમાં જ જેક ફેઝર મેકગર્કે 24 બોલમાં 61 રન ફટકાર્યા

IPL 2024 ની 26મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચમાં દિલ્હી કેપિટલ્સે 6 વિકેટથી જીતી મેળવી છે. આ મેચમાં લખનૌના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને પ્રથમ બેટિંગ કરતા તેણે સાત વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા હતા. જ્યારે દિલ્હી કેપિટલ્સની ટીમે 18.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 170 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

પ્રથમ 10 ઓવરમાં દિલ્હી કેપિટલ્સનો સ્કોર 2 વિકેટે 75 રન હતો, પરંતુ અહીંથી ડીસીના બેટ્સમેનોએ વેગ પકડવાનું શરૂૂ કર્યું હતું. રિષભ પંત અને મેકગર્કે પછીના 24 બોલમાં 61 રન બનાવ્યા અને 4 ઓવરના આ ગાળામાં બંનેએ મળીને 5 ગગનચુંબી છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા. પરંતુ 15મી ઓવરમાં મેકગર્ક અને બીજી જ ઓવરમાં ઋષભ પંતના આઉટ થતાં મેચ અટકી ગયો હતો. પંત અને મેકગર્ક વચ્ચે 77 રનની ભાગીદારી થઈ હતી. દિલ્હીને 3 ઓવરમાં માત્ર 10 રનની જરૂૂર હતી. લખનૌ અને દિલ્હી વચ્ચેની આ મેચમાં યુવા ખેલાડીઓનો દબદબો રહ્યો હતો. આ પહેલા લખનૌએ માત્ર 74 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ તે પછી આયુષ બદોનીએ 35 બોલમાં 55 રન અને અરશદ ખાને પણ 16 બોલમાં 20 રન ફટકારીને લખનૌને 167 રનના સ્કોર સુધી પહોંચાડી દીધું હતું. આ દરમિયાન અરશદ ખાને પણ બોલિંગમાં પોતાની લાઇન, લેન્થ અને સ્પીડથી પ્રભાવિત કર્યા હતા. બીજી તરફ, દિલ્હી તરફથી જેક ફ્રેઝર મેકગર્કે પોતાની ડેબ્યુ મેચમાં 55 રનની શાનદાર ઇનિંગ રમી અને પોતાની ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું.

Continue Reading

Sports

મુંબઇ ઇન્ડિયન્સે બેંગ્લોરને સાત વિકેટે કચડ્યું

Published

on

By

મુંબઈ ઈન્ડિયન્સે પહેલા બોલિંગ અને ત્યારબાદ બેટિંગમાં શાનદાર પ્રદર્શન કરતા રોયલ ચેલેન્જર્સ બેંગલોરને સાત વિકેટે કચડીને આઈપીએલમાં બીજી જીત મેળવી છે. મેન ઓફ ધ મેચ જસપ્રિત બુમરાહે પાંચ વિકેટ ઝડપી હોવા છતાં બેંગલોરની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 196 રનનો વિશાળ સ્કોર ખડકી શકી હતી. જવાબમાં મુંબઈના ઓપનર ઈશાન કિશનની 34 બોલમાં 69 રનની ઈનિંગ્સ તથા સૂર્યકુમારની 19 બોલમાં 52 રનની તોફાની ઈનિંગ્સની મદદથી મુંબઈએ 15.3 ઓવરમાં જ ત્રણ વિકેટે 199 રન કરીને ટારગેટ હાંસલ કરી લીધો હતો.

બેંગલોરની ટીમનો વધુ એક વખત નબળી બોલિંગને પગલે હાઈસ્કોરિંગ મેચમાં પરાજય થયો હતો. મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં પાંચ પૈકી બે મેચમાં જીત સાથે ચાર અંક મેળવીને સાતમાં ક્રમે પહોંચી છે જ્યારે આરસીબી છ મેચમાં માત્ર એક વિજય અને પાંચ પરાજય સાથે બે અંક મેલવીને નવમાં ક્રમે છે. મુંબઈએ 197 રનના લક્ષ્યાંકનો પીછો કરતા મજબૂત શરૂૂઆત કરી હતી. રોહિત શર્મા (38) અને ઈશાન કિશને ફિફ્ટી ફટકારવાની સાથે 34 બોલમાં સાત ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 69 રન કર્યા હતા. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 8.5 ઓવરમાં 101 રનની પાર્ટનરશિપ રહી હતી. મુંબઈને કિશનની વિકેટનારૂૂપે પ્રથમ આંચકો લાગ્યો હતો. ત્યારબાદ વિલ જેક્સની ઓવરમાં ટોપ્લીએરોહિત શર્માનો એક હાથે કેચ ઝડપ્યો હતો. ત્રીજા ક્રમે સૂર્યકુમારે કિશન સાથે સ્કોરબોર્ડ આગળ ધપાવ્યો હતો. બેંગલોરની નબળી બોલિંગનો તેણે ભરપૂર લાભ ઉઠાવ્યો હતો અને મેદાનની ચોતરફ ફટકાબાજી કરતા 17 બોલમાં આઈપીએલની આ સિઝનની બીજી ઝડપી ફિફ્ટી ફટકારી હતી. સૂર્યકુમારે 19 બોલમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 52 રન ઝૂડ્યા હતા. સુકાની હાર્દિક પંડ્યા 6 બોલમાં 21 રન કરીને અણનમ રહ્યો હતો જેમાં ત્રણ છગ્ગાનો સમાવેશ થયો હતો. તિલક વર્માએ 10 બોલમાં 16 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. બેંગલોર તરફથી આકાશ દીપ, જેક્સ અને વૈશાખ એક-એક વિકેટ ઝડપી શક્યા હતા. ટોસ જીતીને મુંબઈએ પ્રથમ બોલિંગ લીધી હતી. મુંબઈની ટીમના ઘાતક બોલર જસપ્રિત બુમરાહે આરસીબીના ફોર્મ ધરાવતા બેટ્સમેન કોહલીને (3) વિકેટ પાછળ લપકાવીને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ મઢવાલે વિલ જેક્સ (8)ને પેવેલિયન પરત મોકલતા પાવરપ્લેમાં આરસીબીએ 44 રન સાથે બે વિકેટ ગુમાવી હતી. બેંગલોરના સુકાની ફાફ ડુ પ્લેસિસ (61) અને પાટિદાર (50) વચ્ચે ત્રીજી વિકેટ માટે 82 રનની ભાગીદારી થઈ હતી. કોએત્ઝેએ પાટિદારને આઉટ કરીને આ પાર્ટનરશિપ તોડી હતી. મેક્સવેલ ગોપાલના બોલ પર લેગબીફોર થયો હતો અને ખાતું ખોલાવી શક્યો નહતો. દિનેશ કાર્તિકની 53 રનની અણનમ ઈનિંગ્સના સહારે આરસીબી 200ની નજીક પહોંચી શક્યું હતું.

Continue Reading

Trending