T-20 વર્લ્ડકપનો કાલે ફેંસલો


2020 ટી-20 વર્લ્ડ કપના ભવિષ્યને લઈને કાલે તમામ ક્રિકેટ બોર્ડના સદસ્યોની સાથે આઈસીસીની બેઠક થશે. આ બેઠકમાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારા આઈસીસી ટુર્નામેન્ટને સ્થગીત કરવામાં ઉપર ચર્ચા થશે. જો ટી-20 વર્લ્ડ કપ સ્થગિત થાય છે તો ઈન્ડિયન
પ્રમિયર લીગના આયોજનનો રસ્તો પણ ખુલશે.
જણાવી દઈએ કે, ટી-20 વર્લ્ડ કપ માટે તારીખોની જાહેરાત નહી કરવામાં આવે, એનો મતલબ એ
છે કે ટી-20 વર્લ્ડ કર
ઉપર આઈસીસી એક નિર્ણયાક નિર્ણય લેશે. ટી-20 વર્લ્ડ કપનું આયોજન 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર વચ્ચે ઓસ્ટ્રેલીયામાં થવાનો
છે. આઈસીસી બોર્ડની પાછલી
બેઠક 10 જૂને થઈ હતી, જેમાં ટી-20 વર્લ્ડ કપને લઈને નિર્ણયલેવાયો ન હતો.
પ્રેશ્રકોની હાજરી વગર સ્ટેડિયમમાં મેચ રમાડવા કેટલું યોગ્ય
ક્રિકેટનું બજાર ભયંકર રીતે પ્રભાવિત થશે નહીં. કારણ કે, 2022માં કોઈ અન્ય વર્લ્ડ ઈવેન્ટ નથી. ભારત 2021માં વિશ્ર્વકપનું
મહેમાન બનશે. પછી ઓસ્ટ્રેલિયા 2022માં ટી-20 વર્લ્ડ કપ કરાવશે અને ફરી 2023માં 50 ઓવરોનો વર્લ્ડ કપ ભારતમાં રમાશે. આ પહેલા ઓસ્ટ્રેલીયના રમત મંત્રી રિચર્ડ કોલબેકે જણાવ્યું કે, તેનો દેશ ટી-20 વર્લ્ડ કપ માટે ટીમોની મહેમાનગતિ કરવા પડકારને પાર કરી શકે છે. પરંતુ મુખ્ય મુદ્દો એ છે કે, શું ટુર્નામેન્ટ આયોજન દર્શકો વદગર ખાલી સ્ટેડિયમોમાં કરવો ઠીક રહેશે.

રિલેટેડ ન્યૂઝ