ગાંગુલી રૂા. 50 લાખના ચોખા દાન કરશે

કોલકાતા,તા.26
ભારતીય ક્રિકેટ ક્ધટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુધી કોવિડ-19 મહામારીને રોકવા માટે 21 દિવસના લોકડાઉનથી પ્રભાવિત થનારા લોકોને મદદ કરવા માટે આગળ આવ્યા છે. પૂર્વ ભારતીય કેપ્ટન વંચિતો માટે 50 લાખ રૂપિયાના ચોખા દાન કરશે.
બંગાળ ક્રિકેટ સંઘ (સીએબી)ના નિવેદનમાં ઘોષણા થઈ છે કે, ગાંગુલી લાલ બાબા ચાવલની સાથે મળીને તે જરૂરિયાતમંદ લોકોને ચોખા પૂરા પાડશે તેમને
સુરક્ષાને કારણે સરકારી સ્કૂલોમાં રાખવામાં આવ્યા છે.
કંપનીના નિવેદન અનુસાર, આશા છે કે, ગાંગુલીની આ પહેલથી રાજ્યના અન્ય નાગરિકોને પણ અમારા રાજ્યના લોકોની સેવા કરવા માટે આ પ્રકારના પગલાં


ઉઠાવવાની પ્રેરણા મળશે.
આના પહેલા બંગાળ ક્રિકેટ સંઘ (સીએબી)એ કોરોના વાયરસથી નિપટવા માટે પશ્ચિમ બંગાળ સરકારને 25 લાખ રૂપિયા મદદ આપવાનો નિર્ણય લીધો. સીએબી ના અધ્યક્ષ અભિષેક દાલમિયાએ પોતાની
તરફથી પણ રાજ્ય સરકારના રિલીફ ફંડમાં દાન આપવાની વાત કરી છે.

રિલેટેડ ન્યૂઝ