આફ્રિદીની સેવાથી ભજ્જી થયો આફરીન

નવી દિલ્હી તા.26
પાકિસ્તાની ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ ઓલ-રાઉન્ડર અને સુકાની શાહિદ આફ્રિદી હાલમાં કોરોના વાયરસના કારણે જરૂરીયાત મંદોને માસ્ક, સેનિટાઈઝર અને ખાવાની વસ્તુઓ પૂરી પાડી રહ્યો છે. પાકિસ્તાનમાં પણ કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે તેમાં આફ્રિદી તેના ફાઉન્ડેશન દ્વારા લોકોની મદદે આવ્યો છે.
આફ્રિદીએ ટ્વિટર પર પોતાના ફાઉન્ડેશનની કામગીરીની જાણ કરી છે. જેની
ભારતના દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે પ્રશંસા કરી છે. હરભજને આફ્રિદીની ડોનેશનની તસવીરો શેર કરતા લખ્યું છે કે, માનવતા માટે મહાન કાર્ય શાહિદ આફ્રિદી, ભગવાન આપણા બધા પર કૃપા કરે, તને વધારે શક્તિ મળે.


દુનિયાની ભલાઈ માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. સોશિયલ મીડિયા પર હરભજન સિંહની ટ્વિટની પણ લોકોએ પ્રશંસા કરી છે અને તેની ટ્વિટ પણ વાઈરલ થઈ હતી. આફ્રિદીએ તસવીરો શેર કરતા લખ્યું હતું કે,
જરૂરીયાતમંદોની સેવા કરવાનો ત્રીજો દિવસ. મહેરબાની કરીને ઘરે રહો.
લોકોને ચેપથી મુક્ત રહી શકે તે માટે સાબુ, માસ્ક અને ભોજન આપ્યું. આવો સાથે મળીને તેને ખતમ કરીએે.

રિલેટેડ ન્યૂઝ