જીવતા કૂતરા ઊકાળીને ખાય બદમાશ ચીનીઓ

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના માજી કેપ્ટન પીટરસનનો ગુસ્સો ફૂટ્યો
નવીદિલ્હી તા,25
મહામારી જાહેર થયા પછી પણ કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં ડર ફેલાવવા બદલ કેવિન પીટરસને ચીનને પણ જવાબદાર ઠેરવ્યું છે. પીટરસન એક પછી એક 3 ટ્વીટ કરીને ચીન પર વરસી પડ્યો હતો.
હકીકતમાં આ ક્રિકેટરને એક વિડીયો મળ્યો હતો, જેમાં કેટલાક લોકો એક કૂતરાનું ભોજન પકાવી રહ્યા હતા. આ કૂતરો ઉકળતા પાણીમાં
જીવતો હતો, નોંધનીય છે કે પીટરસન પહેલા પાકિસ્તાનના ક્રિકેટર શોએબ અખ્તરે ચીનને ખરીખોટી સંભળાવી હતી.
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટને લખ્યું કે, કોરોના ક્યાંથી શરુ થયો? એવું માનવમાં
આવે છે કે કોરોના વાયરસનો સ્ત્રોત વુહાનનું ગંદુ બજાર માનવામાં આવે છે. જે મરેલા અને જીવીત એમ બન્ને જાનવરોને વેંચી નાખે છે. તેણે પોતાની બીજી ટ્વીટમાં લખ્યું કે, મને ચીનના બજારનો એક વિડીયો મોકલવામાં આવ્યો જેમાં તેઓ એક એવા કૂતરાનું ભોજન બનાવી રહ્યાં છે. જે ઉકળતા પાણીમાં જીવતો બેઠો છે. અને દુનિયા લોકડાઉન છે બદમાશ લોકો. આ સાથે જ તેણે લોકોને ઘરમાં જ સુરક્ષિત રહેવાની અપીલ કરી છે.


પહેલા પોતાની યૂ ટ્યૂબ ચેનલ પર પાક ક્રિકેટર અખ્તરે કહ્યું હતું કે,તમારે ચામાચીડિયાને ખાવાની અથવા તો તેનું લોહી અને પેશાબ પીવાની શું જરુર છે. આ જ કારણે સમગ્ર દુનિયામાં આ વાયરસ ફેલાયો. હું
ચીનના લોકોની વાત કરી રહ્યો છું. જેમણે સમગ્ર દુનિયાને મુશ્કેલીમાં મૂકી છે. મને સમજમાં જ નથી આવતું કે ચામાચીડિયા, કૂતરા અને બિલાડીને કઈ રીતે ખાઈ શકો છો. મને સાચ્ચે જ ખૂબ જ ગુસ્સો આવે છે. જોકે, પછી તેણે પોતાના વિડીયોમાંથી ચીનના કિસ્સાને હટાવ્યો હતો.
નોંધનીય છે કે કોરોના વાયરસની શરુઆત ચીનના વુહાન શહેરથી થઈ હતી. અત્યાર સુધીમાં દુનિયાના 100 કરતા વધુ દેશોમાં આ વાયરસ ફેલાઈ રહ્યો છે.
દુનિયામાં આ બીમારીથી લાખો લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. પાકિસ્તાનમાં જ તેની સંખ્યા આશરે 800 કરતાં પણ વધુ થઈ છે. જ્યારે ભારતમાં સંક્રમિત લોકોની સંખ્યા 500 જેટલી છે.

રિલેટેડ ન્યૂઝ