શારાપોવાએ ટેનિસને કર્યું ગૂડબાય

પેરિસ: સિંગલ્સના પાંચ ગ્રેન્ડ સ્લેમ ટેનિસ ટાઇટલ જીતનારી રશિયાની ખૂબસૂરત અને ટોચની ટેનિસ ખેલાડી મારિયા શારાપોવાએ ગઈ કાલે ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. 32 વર્ષની શારાપોવા એક સમયે સ્પોર્ટ્સજગતની તમામ મહિલાઓમાં સૌથી વધુ કમાણી કરતી ખેલાડી બની હતી. શારાપોવાએ વોગ તથા વેનિટી ફેર મેગેઝિનમાંના લેખમાં આ મુજબ લખ્યું છે.
ટેનિસ-આય ઍમ સેઇંગ ગુડબાય. એક સમયની વર્લ્ડ
નંબર-વન ટેનિસ ખેલાડી અત્યારે 373મા નંબરે છે. તેણે લેખમાં એવું પણ લખ્યું હતું કે 28 વર્ષ અને પાંચ ગ્રેન્ડ સ્લેમ ટાઇટલની સિદ્ધિ બાદ હું હવે જીવનમાં બીજું શિખર સર કરવા તૈયાર છું. સાઇબિરિયામાં


જન્મેલી શારાપોવા માત્ર ચાર વર્ષની હતી ત્યારે તેણે પહેલી વાર ટેનિસનું રેકેટ હાથમાં લીધું હતું અને ત્યારથી રમતા રહીને એક પછી એક સ્તર ઉપર આવીને મહિલા ટેનિસમાં સર્વોચ્ચ સ્તર સુધી પહોંચી હતી. 18
વર્ષની ઉંમરે તે વર્લ્ડ નંબર-વન બની હતી.

રિલેટેડ ન્યૂઝ