ધોની હવે ઓર્ગેનિક ખેતીમાં હાથ અજમાવશે

નવી દિલ્હી તા.27
મહેન્દ્ર સિંહ ધોની ભલે થોડા જ દિવસોમાં ક્રિકેટના મેદાન પર જોવા મળવાનો હોય પણ છેલ્લા સાત મહિનાથી ક્રિકેટથી દૂર ધોનીએ પોતાના નવા રસ્તા શોધી લીધા છે. ધોનીનો નવો વિડીયો જોઈને તો એવું જ લાગી રહ્યું છે કે, તેણે રિટાયર્મેન્ટ પ્લાન પર પણ કામ કરી દીધું છે. ધોની ખેડૂત બની ગયો છે અને હવે ઑર્ગેનિક ખેતી શીખી રહ્યો છે. અત્યારે તે તરબૂચ અને પપૈયા ઉગાડવાનું શીખી રહ્યો છે.
મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર 2 મિનિટનો એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં ધોની ખેતી કરી રહ્યો છે. વિડીયોમાં ધોની ખેતી શરૂ કરતા પહેલા વિધિવત રીતે પૂજા અર્ચના કરતા
દેખાઈ રહ્યો છે. તે બીજ રોપણ પહેલા વાવણીની જગ્યાએ ધૂપ સળગાવે છે અને નારિયેળ ફોડે છે.
ત્યારબાદ ધોની ખેતીમાં એક્સપર્ટ ટીમ સાથે વાવણી શરૂ કરે છે. તેણે આ વિડીયોને કેપ્શન આપ્યું, રાંચીમાં 20


દિવસોમાં તરબૂચ અને પપૈયાની ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી છે. પહેલીવાર આટલો ઉત્સુક છું. 38 વર્ષીય ધોની વર્લ્ડ કપ 2019ની સેમીફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ ક્રિકેટથી મેદાનથી દૂર છે. ત્યારથી જ
તેની નિવૃત્તિની અટકળોનો મારો શરૂ થઈ ગયો છે પણ ધોનીએ અત્યાર સુધી નિવૃત્તિ પર કોઈ નિર્ણય લીધો નથી. તે આગામી મહિનાના અંતમાં શરૂ થઈ રહેલી આઇપીએલમાં ચેન્નઈ સુપરકિંગ્સની કમાન સંભાળવા માટે ફરી એકવાર તૈયાર છે. આ ટૂર્નામેન્ટની તૈયારી માટે ધોની એક માર્ચથી ચેન્નઈમાં પોતાની ટીમ સાથે પ્રેક્ટિસ શરૂ કરી દેશે.
અટકળો એવી પણ છે કે, આ સીનિયર બેટ્સમેન ટીમ ઈન્ડિયાના ટી20 વર્લ્ડ કપ મિશનનો પણ
હિસ્સો બની શકે છે. સાથે જ તેની નિવૃત્તિની પણ ખૂબ અટકળો
ચાલતી રહે છે. કદાચ ઑર્ગેનિક ખેતી ધોનીનો રિટાયર્મેન્ટ પ્લાન હોઈ શકે છે.

રિલેટેડ ન્યૂઝ