7 માર્ચે ટીમ-તેંડૂલકરની ટીમ-લારા સામે T-20

મુંબઈ તા,15
વિશ્વ ક્રિકેટના બે મહાન ખેલાડી સચિન તેન્ડુલકર અને વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારા વચ્ચે એક ઉમરાવ કારણસર ફરી રમતના મેદાન પર મુકાબલો થતો જોવા મળશે.
અનએકેડેમી રોડ સેફટી વર્લ્ડ સિરીઝની આરંભિક ટ્વેન્ટી-20 મેચમાં આ બંને ખેલાડી એકબીજા સામે રમનાર છે. મેચ ઈન્ડિયા લેજન્ડ્સ અને વેસ્ટ ઈન્ડિઝ લેજન્ડ્સની ટીમો વચ્ચે અહીંના વાનખેડે સ્ટેડિયમ ખાતે 7મી માર્ચે રમાનાર છે. સ્પર્ધામાં કુલ 11 મેચ રમાશે જેમાં વીરેન્દર સેહવાગ, યુવરાજ સિંહ, શિવનરીન ચંદરપોલ, મુથૈયા મુરલીધરન, ઝહીર ખાન, બ્રેટ લી,

બ્રાડ હોજ, જોન્ટી રોહડ્સ, તિલકરત્ને દિલશાન, અજન્તા મેન્ડિસ વગેરે જેવા નામાંકિત ક્રિકેટરો ભાગ લેશે.
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસકર સિરીઝના કમિશનર છે. ફાઈનલ મેચનું સી. સી. આઈ. (ક્રિકેટ ક્લબ ઑફ ઈન્ડિયા)ની માલિકીના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે 22મી માર્ચે આયોજન કરવામાં આવશે. બધી મેચ સાંજે 7 વાગ્યાથી રમાનાર છે અને તેનું કેટલીક ટેલિવિઝન ચેનલ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.
સ્પર્ધાનો કાર્યક્રમ
7મી માર્ચ: ઈન્ડિયા લેજન્ડ્સ વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ લેજન્ડ્સ- વાનખેડે સ્ટેડિયમ (મુંબઈ) ખાતે.
8મી માર્ચ: ઑસ્ટ્રલિયા લેજન્ડ્સ વિરુદ્ધ શ્રીલંકા લિજેન્ડ્સ-વાનખેડે સ્ટેડિયમ (મુંબઈ) ખાતે.
10મી માર્ચ: ઈન્ડિયા લેજન્ડ્સ વિરુદ્ધ શ્રીલંકા લિજેન્ડ્સ-ડી. વાય. પાટીલ સ્ટેડિયમ (નવી મુંબઈ) ખાતે.
11મી માર્ચ: વેસ્ટ ઈન્ડિઝ લેજન્ડ્સવિરુદ્ધ સાઉથ આફ્રિકા લિજેન્ડ્સ-ડી. વાય. પાટીલ સ્ટેડિયમ (નવી મુંબઈ) ખાતે.
13મી માર્ચ: સાઉથ આફ્રિકા લેજન્ડ્સ વિરુદ્ધ શ્રીલંકા લિજેન્ડ્સ-ડી. વાય. પાટીલ સ્ટેડિયમ (નવી મુંબઈ) ખાતે.
14મી માર્ચ: ઈન્ડિયા લેજન્ડ્સ વિરુદ્ધ સાઉથ આફ્રિકા લિજેન્ડ્સ-એમ. સી. એ. સ્ટેડિયમ (પુણે) ખાતે.
16મી માર્ચ: ઑસ્ટ્રેલિયા લેજન્ડ્સ વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ લિજેન્ડ્સ-એમ. સી. એ. સ્ટેડિયમ (પુણે) ખાતે.
17મી માર્ચ: વેસ્ટ ઈન્ડિઝ લેજન્ડ્સ વિરુદ્ધ શ્રીલંકા લિજેન્ડ્સ-એમ. સી. એ. સ્ટેડિયમ (પુણે) ખાતે.
19મી માર્ચ: ઑસ્ટ્રેલિયા લેજન્ડ્સ વિરુદ્ધ સાઉથ આફ્રિકા લિજેન્ડ્સ-ડી. વાય. પાટીલ સ્ટેડિયમ (નવી મુંબઈ) ખાતે.
20મી માર્ચ: ઈન્ડિયા લેજન્ડ્સ વિરુદ્ધ ઑસ્ટ્રેલિયા લિજેન્ડ્સ-એમ. સી. એ. સ્ટેડિયમ (પુણે) ખાતે.
22મી માર્ચ: ફાઈનલ મેચ-બ્રેબોર્ન સ્ટેડિયમ (મુંબઈ) ખાતે.

રિલેટેડ ન્યૂઝ