RCBના નવા ‘લોગો’ પર કોહલી નારાજ

બેંગ્લોર તા,15
ભારતીય ક્રિકેટ ટીમનો સુકાની વિરાટ કોહલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમની કેપ્ટનશિપ કરી રહ્યો છે. બેંગલોરે આઈપીએલની આગામી સિઝન માટે પોતાનો નવો લોગો રજૂ કર્યો છે. જેને જોઈને વિરાટ કોહલી ઘણો રોમાંચિત થયો છે.
બેંગલોરે શુક્રવારે નવો લોગો રજૂ કર્યો હતો પરંતુ તે પહેલા તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી જૂના લોગોને હટાવી દીધો હતો. જે અંગે કોહલીને કોઈ જાણકારી ન હતી અને તેણે કહ્યું હતું કે ટીમનો કેપ્ટન હોવા છતાં તેને આ અંગે કંઈ જાણકારી નથી અને તેણે નારાજગી પણ વ્યક્ત કરી હતી.
પરંતુ શુક્રવારે નવો લોગો જોયા બાદ તેણે અનોખા અંદાજમાં કહ્યું હતું કે, લોગો કા કામ હૈ કેહના. આરસીબીટ્વિટ્સના નવો લોગોને જોઈને રોમાંચિત થયો છું. તે બોલ્ડ પ્રાઈડ અને મેદાનમાં અમારા ખેલાડીઓ જે ચેલેન્જર સ્પિરિટ દેખાડે છે તેને રજૂ કરે છે. હું આઈપીએલ 2020 માટે ઘણો આતુર છું.

રિલેટેડ ન્યૂઝ