કપિલ (દેવ)નો કેકારવ

ક્રિકેટની રમત હવે ‘જેન્ટલમેન્સ ગેમ’ નથી રહી: કપિલ દેવ
મુંબઈ તા.14
સાઉથ આફ્રિકામાં તાજેતરમાં રમાયેલી અન્ડર-19 વર્લ્ડ કપની ફાઇનલને અંતે ભારત અને બંગલાદેશના ખેલાડીઓ વચ્ચે જે અનિચ્છનીય બનાવો બન્યા હતા એ સંદર્ભમાં પીઢ ખેલાડી કપિલ દેવે આ વિશ્ર્વ કપને આઘાતજનક ગણાવ્યો હતો અને ઉમેર્યું હતું કે ક્રિકેટની રમત હવે જેન્ટલમેન્સ ગેમ નથી રહી.
1983 વર્લ્ડ કપના ચેમ્પિયન કેપ્ટને ભારતીય ક્રિકેટ બોર્ડને અરજ કરી હતી કે કસૂરવાર ખેલાડીઓ સામે તમે કડકમાં કડક પગલાં લેજો. નવાસ્તવમાં બન્ને ક્રિકેટ બોર્ડે પોતાના કસૂરવાર ખેલાડીઓ સામે પગલાં ભરવા જોઈએ.
ફાઇનલમાં બંગલાદેશના કેટલાક ખેલાડીઓ પોતાની ટીમ જીતવાની અણી પર હતી ત્યારે ભારતીય હરીફ ખેલાડીઓ સામે ગાળ બોલતા ટીવી પર જોવા મળ્યા હતા. બન્ને ટીમના ખેલાડીઓ એકમેક સામે લગભગ મારામારી સુધી આવી ગયા હતા. બંગલાદેશના ત્રણ પ્લેયરો મોહંમદ તૌહીદ રિદોય, શમીમ હોસેન અને રકિબુલ હસન તેમ જ ભારતના આકાશ સિંહ અને રવિ બિશ્નોઇને સસ્પેન્શન પોઇન્ટ આપવામાં આવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ