હોકી તો છોડો, એકેય રમત કેન્દ્ર સરકારે ‘રાષ્ટ્રીય’ જાહેર નથી કરી

મુંબઈ તા.14
યુવા તથા રમતગમતને લગતી બાબતોના કેન્દ્રીય મંત્રાલયે જણાવ્યું છે કે કેન્દ્રએ એક પણ રમતને દેશની રાષ્ટ્રીય રમત તરીકે ઘોષિત નથી કરી.
આ મંત્રાલયે ઉત્તર મહારાષ્ટ્રના ધુળે જિલ્લામાંથી એક સ્કૂલ ટીચરે નોંધાવેલી રાઇટ ટુ ઇન્ફર્મેશન (આરટીઆઇ)ને લગતા પ્રત્યુત્તરમાં આ મુજબ જણાવ્યું હતું. એક જાણીતી માન્યતા એવી છે કે હોકી ભારતની રાષ્ટ્રીય રમત છે. જોકે, આ રમતને ક્યારે દેશની રાષ્ટ્રીય રમત તરીકે ઘોષિત કરવામાં આવી હતી? એવું જાણવા આરટીઆઇ નોંધાવી હતી. ધુળે જિલ્લાની વી. કે. પાટીલ ઇન્ટરનેશનલ સ્કૂલના મયૂરેશ અગ્રવાલ નામના આ શિક્ષકે નોંધાવેલી આ આરટીઆઇ સંબંધમાં મંત્રાલય તરફથી 15 જાન્યુઆરી, 2020ના દિવસે જવાબ મળ્યો હતો. આરટીઆઇના જવાબમાં કહેવામાં આવ્યું હતું કે સરકારે કોઈ પણ રમતને દેશની રાષ્ટ્રીય રમત તરીકે ઘોષિત નથી કરી, કારણકે સરકારનો આશય તમામ જાણીતી રમતોને ઉત્તેજન/પ્રોત્સાહન આપવાનો છે.

રિલેટેડ ન્યૂઝ