ટીમ ઇન્ડિયા સામે NZના 20 ઓવરમાં 203/5

નવીદિલ્હી : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 મેચોની ટી-20 સિરીઝની પ્રથમ મેચ ઑકલેન્ડમાં રમાઇ રહી છે. આ મુકાબલામાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમની આ વર્ષે વિદેશી જમીન પર પ્રથમ સિરીઝ છે. આ પહેલા ટીમ ઇન્ડિયાએ યજમાનીમાં શ્રીલંકાને ટી-20માં અને ઓસ્ટ્રેલિયાને વન-ડે સિરીઝમાં હરાવ્યું હતું.
આ વર્ષે ઓસ્ટ્રેલિયાની યજમાનીમાં ટી-20 વર્લ્ડ કપ થવાનો છે અને આવામાં આ સિરીઝ ખુબ જ મહત્વની છે. ન્યૂઝીલેન્ડ ટીમ ભલે પોતાના ઘરમાં રમી રહી છે પરંતુ તેમની મુશ્કેલીઓ ભારતની તુલનામાં વધારે છે. તેમના પેસર ટ્રેંટ બોલ્ટ, લોકી ફર્ગ્યુસન અને મૈટ હેનરી ઇજાના કારણે સિરીઝથી બહાર છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલ ન્યૂઝીલેન્ડની ટીમે 10 ઓવરમાં 91 રન બનાવી લીધા છે. માર્ટિન ગપ્ટિલને શિવમ દૂબેએ પેવેલિયન ભેગો કરી નાંખ્યો છે ત્યાં જ કોલિન મુનરો 59 રન બનાવી આઉટ થઇ ગયો છે.
ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ધમાકેદાર બેટિંગ કરી ભારતીય બોલરોનો ધોઇ નાંખ્યા હતા અને માત્ર 25 બોલમાં તેણે 51 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
ન્યૂઝીલેન્ડ તરફથી કોલિન મુનરોએ સૌથી વધારે 59 રન બનાવ્યા, જ્યારે કેપ્ટન કેન વિલિયમસને 51 રનની ઇનિંગ રમી, આ સિવાય રોસ ટેલરે 54 રન બનાવ્યા હતાં. જેના કારણે ન્યૂઝીલેન્ડ 20 ઓવરનાં અંતે 203 રન બનાવી ચૂક્યુ છે અને ટીમ ઇન્ડિયાને જીતવા માટે 204 રનનો પહાડ જેવો ટાર્ગેટ આપ્યો છે. દરમિયાન ભારત તરફથી રોહિત શર્માએ 7 રન બનાવી આઉટ થયો હતો. ત્યાર બાદ લોકેશ રાહુલ અને વિરાટ કોહલીની શાનદાર ભાગીદારીથી ભારતની આશા જીવંત બની હતી. લોકેશ રાહુલે 56 રન તેમજ કોહલી 45 રન બનાવી આઉટ થઇ ગયા હતાં. આ લખાય છે ત્યારે ભારતે 15 ઓવરમાં 151 રન બનાવી લીધા હતાં.
આજની મેચમાં વરસાદની કોઇ આશંકા નથી. તાપમાન 22 ડિગ્રીની આસપાસ રહી શકે છે. જોકે, ધુમ્મસની અસરથી મેચમાં ખુબ જોવા મળી શકે છે.
ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, લોકેશ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ અય્યર, રવિન્દ્ર જાડેજા, મનિષ પાંડે, શિવમ દુબે, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની. શાર્દુલ ઠાકુર
ન્યૂઝીલેન્ડ: કેન વિલિયમસન (કેપ્ટન), માર્ટિન ગુપ્ટિલ, કોલિન મુનરો, ટિમ સિફર્ટ (વિકેટકીપર), રોસ ટેલર, કોલિન ડી ગ્રૈન્ડહોમ, ડેરીલ મિશેલ, મિશેલ સૈંટનર, ટિમ સાઉદી, ઈશ સોઢી, સ્કોટ કગિલેન

રિલેટેડ ન્યૂઝ