સાનિયા મિર્ઝા ‘સેલ્ફ’ આઉટ


મેલબર્ન તા,24
સંતાનના જન્મ માટે લાંબી રજા ગાળ્યા પછી ફરી રમતી થયેલી ભારતની અગ્રેસર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા પોતે ભાગ લીધેલ પહેલી ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધામાં મહિલાઓની ડબલ્સની પહેલા રાઉન્ડની મેચ દરમિયાન પગની પિંડીમાં થયેલી ઈજાના કારણે નિવૃત્તિ લેતા ગુરુવારે વહેલી બાકાત થઈ ગઈ હતી. તાજેતરમાં હોબાર્ટ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ડબલ્સ હરીફાઈનું વિજેતાપદ જીતી અહીં રમવા આવેલ સાનિયા અને યુક્રેનની તેની સાથી ખેલાડી નાડિયા કિચેનોકની જોડી કિનયુન હેન/લિન ઝહુની ચીની જોડી સામેની મેચમાં 2-6, 0-1થી પાછળ હતી કે જ્યારે ભારતીય ખેલાડીને અધવચ્ચેથી ખસી જવાની ફરજ પડી હતી.મહિલા ટેનિસ સર્કિટમાં બે વર્ષ પછી પાછી ફરેલ સાનિયાને પ્રેક્ટિસ દરમિયાન પગમાં ઈજા પહોંચી હતી અને તેના જમણા પગની પિંડી પર પાટો બાંધવામાં આવ્યો હતો તથા ટેનિસ કોર્ટ પર રમતી વેળા તેને હલનચલન કરવામાં મુશ્કેલી પડી હતી કે જે કારણે તેના સર્વ પર પણ અસર પડી હતી. સાનિયાએ મેચમાં પહેલા સેટ પછી તબીબી સારવાર લીધી હતી, પણ તેના માટે રમવાનું ચાલુ રાખવાનું મુશ્કેલ બન્યું હતું.
સાનિયા મિશ્ર ડૂલ્સ હરીફાઈમાંથી પણ અગાઉ ખસી ગઈ હતી જેથી તેના સાથી ખેલાડી રોહન બોપાનાએ કિચેનોકની જોડીમાં રમવું પડ્યું હતું. મિશ્ર ડબલ્સમાં પીઢ ખેલાડી લિયેન્ડર પેસ પણ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે જે 2017ની ફ્રેન્ચ ઓપન સ્પર્ધાની વિજેતા જેલના ઓસ્ટેપેન્કોની જોડીમાં રમનાર છે. પેલ-ઓસ્ટેપેન્કોની જોડીનો સ્થાનિક ખેલાડીઓ સ્ટોર્મ સેન્ડર્સ/માર્ક પોલમેન્સની જોડી વિરુદ્ધ રમશે.

રિલેટેડ ન્યૂઝ