પાક. જતાં બાંગ્લા ક્રિકેટરો બોલ્યા; દુઆમેં યાદ રખના

નવી દિલ્હી તા.24
લાંબી ચર્ચા વિચારણા બાદ બાંગ્લાદેશની ટીમ પાકિસ્તાન પહોંચી ચૂકી છે. પાકિસ્તાને તેમની વ્યવસ્થા માટે સજ્જડ બંદોબસ્ત કર્યો હોવાનો વાયદો કર્યો છે. બાંગ્લાદેશની ટીમે ત્રણ ટી-20, એક વન ડે અને બે ટેસ્ટ મેચ સીરીઝ એક સાથે ન રમીને ટુકડે ટુકડે રમવાનો નિર્ણય કર્યો છે. આ બધા વચ્ચે રસપ્રદ વાત એ છે કે બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાને પાકિસ્તાન રવાના થતા પહેલા એક ટ્વીટ કર્યું છે જેની ઈન્ટરનેટ પર ખૂબ ચર્ચા થઈ રહી છે.
આ બોલરે પોતાના જવાના સમાચાર શેર કરવા સાથે લોકોને તેના માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે. તેણે લખ્યું, પાકિસ્તાન જા રહા હૂં, દુઆઓમેં યાદ રખના… આ સાથે તેણે ફોટો પોસ્ટ કર્યો છે જેમાં તેની સાથે બીજા ક્રિકેટર્સ દેખાય છે. પાકિસ્તાનના પ્રશંસકોએ તેમનું સ્વાગત કરતા પોતાના દેશને સુરક્ષિત ગણાવ્યો હતો તો અમુક ચાહકોએ સુરક્ષા પર ભરોસો ન હોવા છતાં પાકિસ્તાન જવાની સહમતિ દર્શાવા બદલ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. એક ચાહકે તો ત્યાં સુધી લખી દીધું કે પાકિસ્તાન વન વે ટિકિટ છે. ત્યાં સુરક્ષાનો કોઈ ભરોસો નથી. તેણે બાંગ્લાદેશી ક્રિકેટરોની બહાદુરીના વખાણ કર્યા હતા. એક યુઝરે લખ્યું છે કે ભગવાનતમારી બધા આતંકવાદીઓથી સુરક્ષા કરે.

રિલેટેડ ન્યૂઝ