આજે NZ સામે ભારતની ‘હેટ્રિક’ મેચ!

નવીદિલ્હી તા,24
આજે ભારતના કરોડો ક્રિકેટપ્રેમીઓ ન્યૂ ઝીલેન્ડ સામેની અલગ-અલગ સ્તરની ત્રણ ક્રિકેટ મેચના પરિણામોની રાહ જોશે. એક જ દિવસમાં કોઈ એક દેશની બીજા એક જ દેશની ત્રણ ભિન્ન સ્તરની ટીમ સામે ક્રિકેટ મેચ રમાવાનો કદાચ આ પહેલો જ કિસ્સો છે.
મુખ્ય મેચ આજે ભારતીય સમય મુજબ બપોરે 12.20 વાગ્યાથી ઑકલેન્ડમાં વિરાટ કોહલીના સુકાનમાં ભારતીય ટીમનો કેન વિલિયમસનની ન્યૂ ઝીલેન્ડ
સાથે મુકાબલો થશે. આ ટી-ટ્વેન્ટી મેચ છે અને એ લગભગ 4.00 વાગ્યે પૂરી થશે. પાંચ મેચવાળી સિરીઝની એ પહેલી જ મેચ છે.
સાઉથ આફ્રિકાના બ્લોમફોન્ટેનમાં વન-ડેનો અન્ડર-19 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે અને
બ્લોમફોન્ટેન શહેરમાં આજે પ્રિયમ ગર્ગના સુકાનમાં ભારતની યુવા ટીમનો મુકાબલો જેસી ડાશ્કોફની કેપ્ટન્સીના ન્યૂ ઝીલેન્ડની યુવા ટીમ સામે થશે. ભારતીય ટીમ બન્ને લીગ મેચ જીતીને ક્વોર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે.
ન્યૂ ઝીલેન્ડમાં ભારતથી ઇન્ડિયા એ ટીમ બિનસત્તાવાર વન-ડે રમવા ગઈ છે અને આજે ક્રાઇસ્ટચર્ચમાં ઇન્ડિયા એનો મુકાબલો ન્યૂ ઝીલેન્ડ સાથે થશે. ઇન્ડિયા એના સુકાનીપદે શુબમન ગિલ અને ન્યૂ
ઝીલેન્ડ એ ટીમના નેતૃત્વપદે ટોમ બ્રુસ છે.

કોહલી થાક્યો!
ટીમ ઇન્ડિયા હવે ન્યુઝીલેન્ડ પ્રવાસે ટી20, વન ડે અને ટેસ્ટ સિરીઝ રમશે. આ પ્રવાસ માટે ટીમ ઇન્ડિાયા સંપૂર્ણ રીતે તૈયાર


છે. પરંતુ પ્રવાસ પહેલા કેપ્ટન કોહલી બરાબરનો ભડક્યો હોય એમ લાગી રહ્યું છે. કારણ કે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ગુરુવારે કહ્યું કે ક્રિકેટર હવે એવી સ્થિતિ નજીક પહોંચી રહ્યા છે જ્યારે
સ્ટેડિયમ પર જ ઉતરીને ડાયરેક્ટ રમવાનું શરૂ કરવું પડશે. ન્યુઝીલેન્ડ પ્રવાસે ભારત પહેલા 5ાંચ ટી20 સિરીઝ રમશે. જેની પહેલી મેચ આજે શુક્રવારે રમાશે. જ્યારે આ સિરીઝના માત્ર પાંચ દિવસ પહેલા જ ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3 વન ડે મેચ સિરીઝ રમી હતી. મીડિયા રિપોર્ટ મુજબ કોહલીએ પહેલા ટી20 મેચના એક દિવસ પહેલા કહ્યું કે, હવે અમે એવી સ્થિતિ નજીક પહોંચી રહ્યા છીએ કે સીધે સ્ટેડિયમ પર લેન્ડિંગ કરી રમવાનું શરૂ કરવું પડશે. કાર્યક્રમ એટલું વ્યસ્ત થઈ ગયું છે, પરંતુ આટલી મુસાફરી બાદ એક અલગ ઝોન વાળા દેશમાં જઈ ત્યાંના વાતાવરણ મુજબ પરિવર્તિત થવું સરળ નથી. કોહલીએ વધુમાં કહ્યું કે, મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં આ બાબતોને પણ ધ્યાનમાં લેવામાં આવશે. ઈન્ટરનેશનલ ક્રિકેટ એવું જ છે જ્યાં સતત રમવું પડે છે. આપને જણાવી દઈએ કે કોહલી ન્યુઝીલેન્ડમાં પહેલીવાર ટી20 ઇન્ટરનેશનલ મેચ રમશે. જો કે, કોહલીએ કિવીઓ સામે 5 ટી20 મેચ રમ્યા છે. પંરતુ બધા મેચ ભારતમાં રમ્યા છે. તેને આ પાંચ ટી20 મેચમાં 49.25ની સરેરાશથી 197 રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 70 રન રહ્યો છે.

રિલેટેડ ન્યૂઝ