IPL હરાજી માટે જયદેવની બેઝ પ્રાઇઝ રૂપિયા 1 કરોડ

મુંબઇ તા.14
ભારતીય ક્રિકેટ ક્ધટ્રોલ બોર્ડે 2020ની આઈપીએલ માટે થનારી હરાજી માટે 332 ખેલાડીઓનું ફાઈનલ લિસ્ટ જાહેર કર્યું છે. 19 ડિસેમ્બરે કોલકતામાં બપોરે 3.30 વાગે હરાજીની પ્રક્રિયા શરૂ થશે. આઈપીએલમાં પ્રથમ વખત હરાજી સવારની જગ્યાએ બપોરે થશે. ટીવીના પ્રાઈમ ટાઈમ સ્લોટને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. હરાજી માજે રજિસ્ટર્ડ 997માંથી 332 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.
આ લિસ્ટમાં ભારતના 186 ખેલાડી છે. 146 વિદેશી અને 3 આઈસીસીના એસોસિએટ મેમ્બરના ખેલાડી છે. પ્રથમ વખત અમેરિકા અને સ્કોટલેન્ડના ખેલાડી હરાજીમાં સામેલ થશે. અમેરિકાના અલી ખાન અને સ્કોટલેન્ડના જોર્જ મુંસી પર પણ બોલી લાગી શકે છે.
2 કરોડની ટોપ બેઝ પ્રાઈસમાં કોઈ ભારતીય નથી. જ્યારે 1.5 કરોડની બેસ પ્રાઈસમાં રોબિન ઉથપ્પા એકમાત્ર ભારતીય છે. 1 કરોડના લિસ્ટમાં પીયૂષ ચાવલા, યુસુફ પઠાન અને જયદેવ ઉનડકટ સામેલ છે. ઉનડકટ ગત સિઝનમાં 8.4 કરોડમાં વેચાયા હતા, જ્યારે તેમની બેસ પ્રાઈસ 1.5 કરોડ હતી. આઠ ટીમમાં ફક્ત 73 ખેલાડીની પસંદગી થનાર છે અને તેમાંથી માત્ર 29 વિદેશી હોવા જરૂરી છે. ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવૂડે આઈ. પી. એલ.માં ક્યારેય ભાગ લીધો નથી અનેતેણે આ વેળા પેટ કમીન્સ જોડે સૌથી વધુ મૂળ કિંમતની યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું છે. કમીન્સ કોલકાતા નાઈટ રાઈડર્સ, દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો વતી રમી ચૂક્યો છે.

રિલેટેડ ન્યૂઝ