હોકી ઇન્ડિયાના 11 પ્લેયર સેલ્ફ આઉટ


નવી દિલ્હી તા.12
હોકી ઈન્ડિયા (એચ. આઈ.)ની શિસ્ત સમિતિએ તાજેતરમાં 45મી નહેરુ કપ સ્પર્ધામાં પંજાબ આર્મ્ડ પોલીસ અને પંજાબ નેશનલ બેંકની ટીમો વચ્ચેની ફાઈનલ મેચમાં ફાટી નીકળેલી હિંસામાં ભાગ ભજવવા બદલ 11 ખેલાડી અને બે ટીમના સત્તાધીશને સસ્પેન્ડ કર્યા હતા.
ગયા મહિને રમાયેલી મેચમાં બંને ટીમના ખેલાડીઓ વચ્ચે મુક્કાબાજી થઈ હતી અને તેઓ મેદાનમાં જ હોકી સ્ટિકથી એકબીજાને મારવા લાગ્યા હતા જેથી એચ. આઈ.એ સ્પર્ધાના આયોજકો પાસેથી વિગતવાર અહેવાલ માગ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ