ડબલ સેન્ચૂરીનો શો: ટીમ ઇન્ડિયાને દ્વાર પૃથ્વીના ટકોરા

નવી દિલ્હી તા.12
રણજી ટ્રોફીની નવી સિઝનમાં મુંબઈના યંગ ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શોએ ધમાકેદાર શરૂઆત કરીને વડોદરા સામે મુંબઈની બીજી ઈનિંગમાં બુધવારે બેવડી સદી ફટકારી દીધી હતી. આ તેના ફર્સ્ટ ક્લાસ કરિયરની પ્રથમ બેવડી સદી છે. શોએ 179 બોલમાં 19 ચોગ્ગા અને 7 છગ્ગા સાથે 202 રનની વિસ્ફોટક ઈનિંગ રમી. મુંબઈએ માત્ર 66.3 ઓવરમાં 4 વિકેટે 409 રન પર પોતાની ઈનિંગ
આ બેવડી સદી પહેલા શોએ મેચની પ્રથમ ઈનિંગમાં પણ શાનદાર 66 રન બનાવ્યા હતા. પોતાના ફર્સ્ટ ક્લાસ કરિયરમાં પ્રથમ બેવડી સદી ફટકારનારા શોએ મેદાનની ચારે તરફ રન બનાવ્યા અને વડોદરાનો કોઈ બોલર તેને રોકી શક્યો નહીં. આ પહેલા પૃથ્વી શોનો કરિયર બેસ્ટ સ્કોર 188 રન હતો. તે બેવડી સદી બનાવ્યા બાદ તરત જ ભાર્ગવ ભટ્ટની બોલિંગમાં બોલ્ડ થયો હતો. શોએ સિઝનની પ્રથમ મેચમાં રન વરસાવી ટીમ ઈન્ડિયામાં કમબેક કરવાના સંકેત આપી દીધા.
ઉલ્લેખનીય છે કે, શોએ ગત વર્ષે જ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની પ્રથમ બે ટેસ્ટમાં 118.50 રનની એવરેજથી 237 રન બનાવ્યા હતા. તેણે પોતાની પ્રથમ ઈન્ટરનેશનલ ઈનિંગમાં જ સેન્ચુરી ફટકારી હતી. ત્યારબાદ ઑસ્ટ્રેલિયાના પ્રવાસ માટે સિલેક્ટ થયો પણ ઈજાગ્રસ્ત થતા સીરિઝમાંથી બહાર થઈ ગયો. બાદમાં ડોપિંગ કેસમાં ફસાવાને લીધે તેના પર 8 મહિનાનો પ્રતિબંધ લાગી ગયો હતો જે 15 નવેમ્બર 2019 રોજ પૂરો થયો હતો.
રણજી મેચોમાં એક જ દિવસમાં
બે બેવડી સદી
બીજી તરફ, વિજયવાડામાં રણજી મેચના ત્રીજા દિવસે આંધ્ર પ્રદેશના 211 રનના જવાબમાં વિદર્ભની ટીમે 441 રન બનાવ્યા હતા જેમાં ગણેશ સતીશના 237 રનનો સમાવેશ હતો. તેણે આ ટીમના સમીર ગુજરનો 221 રનનો હાઇએસ્ટ રનનો 28 વર્ષ જૂનો વિક્રમ તોડ્યો હતો. આંધ્ર વતી ચીપુરાપલ્લી સ્ટીફને 110 રનમાં પાંચ વિકેટ લીધી હતી.

રિલેટેડ ન્યૂઝ