કાલથી ડે-નાઇટ ટેસ્ટ: બે વિરાટ ઊડાનનું આકર્ષણ

આર્મીના પેરાટ્રૂપર્સ ઇડન
ગાર્ડનમાં ઊડાન ભરી બંને કેપ્ટનને આપશે ગુલાબી બોલ
વિરાટ કોહીલી 32 રન કરે એટલે કેપ્ટન તરીકે પાંચ હજાર રન કરનાર વિશ્ર્વનો છઠ્ઠો કેપ્ટન બની જશે
કોલકાતા તા.21
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આવતીકાલે કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સમાં ડે-નાઈટ ટેસ્ટનો પ્રારંભ થશે. ભારત અને બાંગ્લાદેશ પ્રથમ વખત ડે-નાઈટ ટેસ્ટ રમશે. આ ટેસ્ટને લઈને ભારતીય ક્રિકેટ પ્રેમીઓમાં રોમાંચ છવાઈ ગયો છે. કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સમાં વધુ એક ઈતિહાચ રચાવા જઈ રહ્યો છે ત્યારે તેને યાદગાર બનાવવા માટે કોલકાતા પણ સજ્જ થઈ ગયું છે. નવેમ્બર 2015માં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ રમાઈ હતી અને ભારત તેના ચાર વર્ષ બાદ પોતાની પ્રથમ ટેસ્ટ રમશે.
ભારતના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી પોતાના નામે વધુ એક સિદ્ધી નોંધાવવાની ઘણો નજીક પહોંચી ગયો છે. કોહલી કેપ્ટન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં 5000 રન પૂરા કરવાથી માત્ર 32 રન દૂર છે. તે આ મુકામ હાસિલ કરનાર ન માત્ર ભારતનો પરંતુ એશિયાનો પ્રથમ કેપ્ટન હશે.
કોહલી જો કોલકત્તા ટેસ્ટમાં આ સિદ્ધી હાસિલ કરી લે તો ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટનના રૂપમાં 5000 રન પૂરા કરનાર છઠ્ઠો ખેલાડી હશે. તેની પહેલા દક્ષિણ આફ્રિકાના ગ્રીમ સ્મિથ, ઓસ્ટ્રેલિયાના એલન બોર્ડર અને રિકી પોન્ટિંગ, વેસ્ટ ઈન્ડિઝના ક્લાઇવ લોયડ અને ન્યૂઝીલેન્ડના સ્ટીફન ફ્લેમિંગના નામે છે. કોહલીએ કેપ્ટનના રૂપમાં તમામ 52 ટેસ્ટ મેચ રમી છે. આ મેચોની 85 ઈનિંગમાં તેણે 19 સદી અને1 2 અડધી સદીની મદદથી 4968 રન બનાવ્યા છે.

ટી-બ્રેકમાં ભૂતપૂર્વ કપ્તાનો કારમાં મેદાન ઘૂમશે
સચિન તેન્ડુલકર, સુનીલ ગાવસકર અને કપિલ દેવ સહિત ભારતના
શ્રેષ્ઠ ક્રિકેટર બંગલાદેશ સામે અહીં શુક્રવારથી યોજાવારી રાષ્ટ્રની પ્રથમ દિવસ-રાતની મેચ દરમિયાન એકઠા મળશે.રાહુલ દ્રવિડ અને અનિલ કુંબલે પણ હાજરી આપશે અને ગાંગુલીના કહેવા પ્રમાણે ચાના મધ્યાંતરના સમયે સંગીતના કાર્યક્રમ સાથે ભૂતપૂર્વ કેપ્ટનો સાથે સ્ટેડિયમની અંદર ગાડી ફેરવવામાં આવશે તથા દિવસની રમતના અંતે બંને ટીમ, ભૂતપૂર્વ સુકાનીઓનું બહુમાન કરાશે.બંગલાદેશના વડા પ્રધાન શેખ હસીના આ પ્રસંગે ખાસ હાજરી આપનાર છે જેઓ રમતની શરૂઆત દર્શાવતો પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી જોડે પહેલા દિવસે ઈડન ઘંટ વગાડશે. અગ્રણી બેડ્મિન્ટન ખેલાડી, પી. વી. સિંધુ, ચેસનો વિશ્ર્વનાથન આનંદ અને ટેનિસ સિતારો સાનિયા મિર્ઝા પણ હાજરી આપનાર છે.ઑલિમ્પિક ચેમ્પિયન અભિનવ બિન્દ્રા, સાનિયા મિર્ઝા, સિંધુ અને છ વેળાની બોક્સિગં વર્લ્ડ ચેમ્પિયન સહિત કેટલાકનું સી. એ. બી. દ્વારા બહુમાન પણ કરાનાર છે.

કોલકાતાનો વહેલો સૂર્યાસ્ત કરશે ક્રિકેટરોની કસોટી
બંગલાદેશના સ્પિન બોલિંગના સલાહકાર ડેનિયલ વિટોરીએ કબૂલ્યું હતું કે ભારત સામેની આગામી દિવસ-રાતની ક્રિકેટ ટેસ્ટ મેચમાં કોલકાતામાં થતો વહેલો સૂર્યાસ્ત તેમની ટીમના બેટ્સમેનોને સંધ્યાટાણેના કલાકોમાં મોટો પડકાર ફેંકી શકે છે.ભારતના ફક્ત થોડાક જ ખેલાડી રાષ્ટ્રીય સર્કિટમાં ગુલાબી રંગના બોલ વડે રમવાનો અનુભવ ધરાવે છે, જ્યારે બંગલાદેશે આવી એકમાત્ર મેચ 2013માં ચાર દિવસની રમી હતી પણ વર્તમાનની ટીમના કોઈ ખેલાડીએ તેમાં ભાગ લીધો ન હતો. વિટોરી કોઈ દિવસ-રાતની ટેસ્ટમાં રમ્યા નથી, પણ પોતાના અનુભવથી તેઓ કહે છે કે ઝાંખા પ્રકાશમાં બેટિંગ કરવી પડકારરૂપ હોય છે.

રિલેટેડ ન્યૂઝ