ભારત-બાંગ્લાદેશનાં ટી-20 મેચમાં દર્શકો-વહીવટીતંત્રના અમૂલ્ય સમર્થન બદલ આભાર: SCA

રાજકોટ તા.9
રાજકોટના ખંઢેરી સ્ટેડીયમમાં 7 નવેમ્બરે રમાયેલ ભારત-બાંગ્લાદેશ વચ્ચેના ટી-20 મેચમાં દર્શકો-વહીવટીતંત્રના અમૂલ્ય સહયોગ બદલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશને આભાર વ્યક્ત કર્યો છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશને આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ખંઢેરી મેચમાં વાવાઝોડાનો ખતરો હતો પરંતુ સદ્દનસીબે મેચ ઉપર કોઇ અસર વર્તાઇ ન હતી. મેચના એક દિવસ પહેલા વરસાદ પડયો હતો. તેના કારણે મેદાનમાં વરસાદી પાણી ભરાયા હતા પરંતુ ખંઢેરી મેદાનમાં ડ્રેનેજ સીસ્ટમ જોરદાર છે અને પીચ કયુરેટર અને ગ્રાઉન્ડ ટીમે યુધ્ધના ધોરણે મહેનત કરી મેદાનમાંથી વરસાદી પાણીનો નિકાલ કર્યો હતો અને બીજા દિવસે સૂર્યપ્રકાશ વાતાવરણમાં મેચ ખેલાયો હતો. ભારત-બાંગ્લાદેશ ટી-20 મચ ખેલદિલભર્યા વાતાવરણમાં રમાયો હતો. જેનો આનંદ રાજકોટ સહિત દેશ-વિદેશના ક્રિકેટપ્રેમીઓએ માણ્યો હતો. આ મેચમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ, કલેકટર, જીલ્લા પોલીસ વડા, પોલીસ કમિશ્નર, એરપોર્ટ ઓથોરીટી સહિતના વહીવટીતંત્ર અને દર્શકોએ અમુલ્ય સહયોગ આપતા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશને આભાર વ્યક્ત કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ