તાડ જેવો ક્રિકેટપ્રેમી પઠાણ ભારતનો ‘મહેમાન’ બન્યો

લખનઉ તા.9
અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓના ભયને કારણે ઇન્ટરનેશનલ મેચો ન રમાતી હોવાથી અફઘાનિસ્તાનની ટીમ અહીં વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડે સિરીઝ રમવા આવી છે અને એમાં બુધવારે કેરેબિયન ટીમનો સાત વિકેટે વિજય થયો હતો. દરમિયાન, આ મેચ કરતાં લખનઊના પ્રવાસે આવેલો અફઘાનિસ્તાનનો આઠ ફૂટ બે ઇંચ ઊંચો ક્રિકેટપ્રેમી શેરખાન સૌથી વધુ ચર્ચામાં છે.
શેર ખાનની ઊંચાઈ આટલી બધી હોવાને પગલે તેને લખનઊમાં યોગ્ય ભાડેથી રૂમ ત્રણ દિવસ સુધી નહોતી મળી. છેવટે તેણે પોલીસની મદદથી એક રૂમ મેળવી હતી. તેની ઊંચાઈ અને દેખાવને કારણે અનેક હોટેલવાળાઓએ તેને રૂમ આપવાની ના પાડી હતી. એ તો ઠીક, પણ તેને ઑટોરિક્ષામાં બેસીને શહેરના પ્રવાસે જવું હતું, પરંતુ તેને ઑટોરિક્ષામાં ઘૂસવા જ નહોતું મળ્યું.

રિલેટેડ ન્યૂઝ