‘ભારત માં રમાશે ડે-નાઈટ ટેસ્ટ’, કોહલીએ દર્શાવી સહમતિ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, કેપ્ટન વિરાટ કોહલી ડે-નાઈટ ટેસ્ટ માટે સહમત છે અને નજીકના ભવિષ્યમાં તેનું આયોજન થઈ શકે છે. પહેલીવાર ગાંગુલીએ સિલેક્શન કમિટી સાથે કેપ્ટન વિરાટ અને રોહિત શર્મા સાથે મુલાકાત કરી હતી અને કહેવામાં આવી રહ્યું છે કે તે દરમિયાન આ મામલે પણ ચર્ચા થઈ. ગાંગુલીનું માનવું છે કે તેનાથી પ્રેક્ષકો આકર્ષવામાં મદદ મળી શકે છે. બીસીસીઆઈ અધ્યક્ષ બન્યા પહેલા જ્યારે ગાંગુલી બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ હતા ત્યારે તેણે ઘરેલુ ક્રિકેટમાં ડે નાઈટ ટેસ્ટની શરૂઆત કરી હતી. જેને જોતાં એ પણ આશા વ્યક્ત કરવામાં આવી હતી કે ગાંગુલીના અધ્યક્ષ બન્યા બાદ આ વિશે નિર્ણય લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી આઈસીસી ડે નાઈટ ટેસ્ટ રમાડવાની માંગ બીસીસીઆઈ પાસે કરતું રહ્યું છે પરંતુ બીસીસીઆઈ તેના પક્ષમાં રહ્યું નથી. ત્યારે જોવાનું એ રહેશે કે શું ભારતમાં ડે-નાઈટ ટેસ્ટ રમાશે ખરા ?

રિલેટેડ ન્યૂઝ