વિરાટનો વારસદાર રોહિત શર્મા બની શક


ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના નેતૃત્વ અંગે તેની તુલના અવાર-નવાર વાઈસ કેપ્ટન રોહિત શર્મા સાથે કરવામાં આવે છે. વિરાટ અને રોહિત બંને આઇપીએલમાં પોત-પોતાની ફ્રેન્ચાઈઝીના કેપ્ટન છે. પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાનું માનવું છે કે, આ ભારતીય ટીમની ખુશનસીબી છે કે, તેને વિરાટ અને રોહિતના રૂપમાં બે શાનદાર નેતૃત્વકર્તા મળ્યા છે. 2017માં કોહલીએ દરેક ફોર્મેટમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ સંભાળી હતી, જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ કેપ્ટનશિપ છોડી જ્યારે વિરાટની ગેરહાજરીમાં રોહિતે ટીમનું નેતૃત્વ કર્યું. આકાશે કહ્યું કે, જો કોહલી આગામી થોડા વર્ષોમાં કોઈ મોટી ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહે તો, ભારતીય ટીમમાં નેતૃત્વના બદલાવની તલાશ કરી શકાય છે. આકાશ ચોપરાએ સવેરા પાશાના યૂટ્યૂબ વિડીયોમાં કહ્યું કે, ભારતીય ટીમ લકી છે. જો આગામી 6 મહિના અથવા એક-દોઢ વર્ષમાં ટીમ ઈન્ડિયા કોઈ ફેરફાર કરે છે તો મને નથી લાગતું કે, આનાથી વિરાટના પ્રદર્શનમાં કોઈ ફર્ક પડશે. તે એ લેવલ પર પહોંચી ચૂક્યો છે, જ્યાંથી નીચે ન જઈ શકે. તે ભલે કેપ્ટન હોય કે નહીં, તેના પર ફર્ક પડવાનોનથી.

તેણે કહ્યું કે, એક ટીમ તરીકે તમે ક્યારેક-ક્યારેક એક અલગ દિશા ઈચ્છો છો. જો તમે તે સ્તરે પહોંચો છો તો રોહિત શર્મા એક રેડીમેડ પસંદ છે પણ ત્યાં સુધી તમારે કોહલી સાથે ઊભા રહેવાની જરૂર છે, તે એક સારો કેપ્ટન છે.
કોહલીની કેપ્ટનશિપમાં ભારતે મર્યાદિત ઓવર્સમાં કોઈ મોટી ટ્રોફી જીતી નથી. 2017 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ સુધી પહોંચવા અને 2019 આઈસીસી વર્લ્ડ કપના સેમી
ફાઈનલમાં પહોંચવા સિવાય ભારત મોટી ટૂર્નામેન્ટ્સમાં સફળ રહ્યું નથી. બીજી તરફ રોહિતે 2018માં નિદાહાસ ટ્રોફી અને એશિયા કપમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું અને ટીમને ચેમ્પિયન બનાવી હતી. કેપ્ટન તરીકે આઈપીએલમાં પણ તેનો રેકોર્ડ જબરદસ્ત રહ્યો છે.

રિલેટેડ ન્યૂઝ