લગભગ અભણ ક્રિકેટર્સે દુનિયાને ભણાવ્યા ‘પાઠ’!

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટને વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોનીએ દેશને મોટી સફળતાઓ અપાવી છે. પહેલા ખેલાડી તરીકે અને બાદમાં કેપ્ટન તરીકે ટીમને નવી ઉંચાઈઓ પર લઈને ગયા છે. માત્ર ભારતમાં જ નહી, પરંતુ દુનિયાભરમાં તેમના ચાહકો હાજર છે. ખેલની દુનિયામાં રાજ કરનાર આ ખેલાડીઓ ભણલામાં સરેરાશ રહ્યા છે. જ્યાં ધોનીએ પોતાના પિતાના દબાણને કારણે 12માં સુધી અભ્યાસ કર્યો તો, બીજી તરફ કોહલી સ્કૂલ ડ્રોપ કરવા માગતા હતા, પરંતુ તેમને પણ 12માં સુધીનો અભ્યાસ કરવો પડ્યો હતો.
પ્રથમ ડિવિઝનમાં પાસ થયા ધોની
વર્ષ 2016માં આવેલી ધોનીની બાયોપિક ફિલ્મમાં દર્શાવવામાં આવ્યુ છે કે, કેવી
રીતે ધોની અભ્યાસ અને ક્રિકેટમાં તાલમેલ બેસાડવાની કોશિસમાં લાગતા રહે છે. તેમના પિતા ધોનીના અભ્યાસને લઈને ખૂબ જ સખ્ત હતા. તે જ કારણ છે કે, 10મા ધોરણની બોર્ડ એક્ઝામમાં તેમને 66 ટકા અંક આવ્યા હતા. 12માં ધોરણ દરમિયાન તેઓ રાંચીની બહાર મેચ રમવા જતા હતા, તો પણ તેમણે 56 ટકા સાથે 12માં ધોરણની પરીક્ષા પાસ કરી છે.
વિરાટ કોહલી માટે ખરાબ
સપનું હતું ગણિત
વાત કરીએ તો, ભારતીય કેપ્ટન વિરાટ કોહલી માટેઅભ્યાર અને તેમાં પણ ખાસ કરીને ગણિત ખરાબ સપના જેવુ હતુ. જેટલો કોહલીને ક્રિકેટથી લગાવ હતો તેટલો અભ્યાસ સાથે ન હતો. કોહલીએ છેલ્લા વર્ષે એક ઈંટરવ્યૂમાં જણાવ્યુ કે, તેમને ગણિતમાં 100માંથી 3 નંબર
આવતા હતા અને તેઓ ક્યારેય 10નો પણ આંકડો પાર કરી શક્યા નથી. કારણ કે, તેમને ગણિતના ફોર્મૂલા ક્યારેય પણ સમજી શક્યા નથી.
કોહલીને ક્રિકેટથી પણ વધારે ગણિત મુશ્કેલ લાગે છે. તેમણે જણાવ્યુ કે, તેઓ
માંડ-માંડ ખેંચતાણ કરીને 10મું ધોરણ પાસ થયા, જે માટે તેમને ખૂબ જ મેહનત કરી હતી. તેઓ મેહનત માત્ર એટલા માટે કરી હતી કારણ કે, તેઓ ગણિતથી પીછો છોડાવવા માગતા હતા. આ બંનેની ટોળીમાં ભારતના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંદુલકર પણ સામેલ છે.
10મું નાપાસ છે સચિન
માત્ર 16 વર્ષની ઉંમરમાં ડેબ્યુ કરનાર સચિન 10 નાપાસ છે. સચિન ક્રિકેટ પર વધારે ધ્યાન લગાવવાના કારણે ફેલ થઈ ગયા અને બાદમાં તેમણે ફરી વખત
પરીક્ષા આપી હતી.

રિલેટેડ ન્યૂઝ