કોરોના-લેસ ટીમ પાક. પહોંચી લંડન

પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ગઇકાલે ઇંગ્લેન્ડ રવાના થઈ હતી. ટીમ સાથે 20 ખેલાડી અને 11 સપોર્ટ સ્ટાફના સભ્ય છે. ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે 30 જુલાઈથી ત્રણ ટેસ્ટ અને ત્રણ ટી-20 મેચની શ્રેણી રમાશે. જે દરમિયાન કોરોના ગાઇડ લાઇન્સનું પાલન થશે અને સ્ટેડિયમમાં પ્રેક્ષકોને પ્રવેશ મળશે નહીં. પાક.ની ટી-20 ટીમના સુકાની બાબર આઝમે ટિવટ કર્યું છે કે ચાહકો, આપની દુઆની અમને જરૂર છે.
પીસીબીએ
શરૂઆતમાં ઇંગ્લેન્ડ માટે 29 ખેલાડીની ટીમ બનાવી હતી પરંતુ 10 ખેલાડી કોરોના રિપોર્ટમાં પોઝિટિવ આવ્યા હતા. આથી તેમને પાકિસ્તાનમાં આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે. પાક. ટીમ પહેલા માંચેસ્ટર પહોંચશે. આ પછી તેમને વોરસેસ્ટરશાયર મોકલી દેવામાં આવશે. જ્યાં તેમનો કોવિડ-19 ટેસ્ટ થશે અને પાક. ટીમને 14 દિવસ માટે આઇસોલેશનમાં રહેવા પડશે. જો કે આ દરમિયાન અલગ મેદાનમાં પ્રેક્ટિસની છૂટ મળશે.
ઇંગ્લેન્ડરવાના થતાં પૂર્વે પાક. ટેસ્ટ ટીમના કપ્તાન અઝહર અલીએ જણાવ્યું હતું કે અમારી ટીમને ઇંગ્લેન્ડને તેની જ ધરતી પર હાર આપવાની ક્ષમતા ધરાવે છે. અમારા બેટધરોએ આ માટે દરેક વખતે 300થી વધુનો સ્કોર કરવો
પડશે. અમારી પાસે સારા ઝડપી બોલર અને સ્પિનર છે. જે ઇંગ્લેન્ડને ચુનૌતિ આપશે. પાક. સુકાનીએ એમ પણ કહ્યં કે દડા પર લાળનો ઉપયોગ નહીં કરવાથી કોઇ સમસ્યા સર્જાશે નહીં. અમને ખાલી સ્ટેડિયમમાં રમવાની આમ પણ આદત છે. અમે યુએઈમાં આ જ રીતે રમીએ છીએ.

રિલેટેડ ન્યૂઝ