આ હાર લાંબો સમય ખટકશે: ઓસિ. કોચ

બ્રિસબેન: ફિટનેસની સમસ્યાઓ છતાં બિનઅનુભવી ભારતીય ટીમ સામેની શ્રેણી હારથી સ્તબ્ધ ઓસ્ટ્રેલિયાના હેડ કોચ જસ્ટિન લેંગરે સ્વીકાર્યું કે ભારતીય ટીમને ક્યારે પણ ઓછી આંકવાની ભૂલ કરવી જોઈએ નહીં. આ પરાજયથી અમને મોટી શિખ મળી છે. મેચ બાદ કાંગારુ કોચે કહ્યું કે આ શ્રેણી રોમાંચક રહી. આખરમાં એક જીતે છે અને એક હારે છે. આજે ટેસ્ટ ક્રિકેટનો વિજય થયો છે. અમને આ હાર લાંબા સમય સુધી સતાવશે. ભારતને પૂરો શ્રેય મળે છે. તેમણે અમને સબક શિખવ્યો. હું પહેલાથી કહેતો આવ્યો છું કે ક્યારે પણ કોઇ ચીજને હળવાશથી ન લેવી અને બીજું ક્યારે પણ ભારતીય ટીમને ઓછી આંકવી નહીં. ભારતની વસતિ દોઢ અબજ છે અનેતમે એની અંતિમ ઇલેવનમાં હશો તો ઉમદા અને મજબૂત ખેલાડી હશો જ. ખાસ કરીને બુમરાહ અને જાડેજા જેવા મુખ્ય ખેલાડી ન હોવા છતાં ભારતે અમને હરાવ્યું. 89 રનની મેચ વિનિંગ ઇનિંગ રમનાર ઋષભ પંત વિશે કાંગારુ કોચ
લેંગરે કહ્યું કે મને હેડિંગ્લેની બેન સ્ટોક્સની ઇનિંગ યાદ આવી ગઈ. તે ડર વિના રમ્યો. તેની ઇનિંગ અવિશ્ર્વનીય રહી. શુભમન ગિલે પણ શાનદાર બેટિંગ કરી.

રિલેટેડ ન્યૂઝ