એવી કઇ આદતો છે જેને નવા વર્ષના રિઝોલ્યૂશન તરીકે લઇને બદલવાનો પ્રયાસ કરી શકાય? જાણો

નવા વર્ષનું રિઝોલ્યૂશન!એવું કહેવાય છે કે દરેક પ્રાણીની અમુક ખાસ આદતો હોય છે અને એના લીધે જ તેની વિશિષ્ટતા જળવાય રહેતી હોય છે, પરંતુ મનુષ્યમાં અમુક આદતો એવી હોય છે જેને લીધે વિશિષ્ટતા તો ઠીક પરંતુ ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે! આમ જોઇએ તો એવી કેટલીયે આદતો હશે આપણામાં કે જેની આપણને ખબર પણ નહીં હોય, તો અમુક એવી આદતો છે જેમાંથી આપણે મુકત થવા માંગીયે છીએ પરંતુ બહાર આવવી શકતા નથી.આ નવા વર્ષના શુભ પર્વ પર આવો આપણે સમજીયે કે, એવી કઇ આદતો છે જેને નવા વર્ષના રિઝોલ્યૂશન તરીકે લઇને બદલવાનો પ્રયાસ કરી શકાય? મુખ્ય ‚પે ત્રણ એવી આદતો છે જેને બદલવી ખૂબ જ જ‚રી છે.૧.) પ્રોક્રાસ્ટીનેટ કરવું (કોઇપણ વસ્તુ કે કામ પાછું ઠેલવું) ૨) ડિજિટલ એડિક્શન (ડિજિટલ વ્યસન) ૩) “ચલતા હૈ અભિગમ અથવાતો (હુ કેર એટિટ્યૂડ)પ્રોક્રાસ્ટીનેટ કરવું (કોઇપણ વસ્તુ કે કામ પાછું ઠેલવું):આ એક એવી આદત છે જેમાં વ્યક્તિ કોઇપણ કામ સમયસર પૂરું કરવાને બદલે આવતી કાલ પર છોડી દે છે, અથવાતો બને તેટલું કામ ને ટાળવાનો પ્રયત્ન કરે છે, આવી વ્યક્તિ ઘણી વાર ઓવર કોન્ફિડન્ટ હોય છે કે કામ પૂરું કરી જ નાખશે, પરંતુ પાછળથી ખૂબ જ તનાવ સહન કરવો પડે અને સાથે સાથે કામની ગુણવત્તા પર પણ અવળી અસર થાય. ઉદાહરણ સ્વ‚પે જોઇએ તો બહારગામ જવા માટેની મુસાફરીની ટિકિટ બુકિંગ સમયસર ના કરાવે અને પછી રિઝર્વેશન ના મળવાથી તકલીફ સાથે મુસાફરી કરે! આવા અસંખ્ય ઉદાહરણો આપી શકાય, ૧૦માંથી ૭ વ્યક્તિઓ આ કુટેવ નો શિકાર બનેલી છે. આવો લઇએ પહેલું રિઝોલ્યુશન:રિઝોલ્યૂશન ૧: સ્ટોપ પ્રોક્રાસ્ટીનેશન (પાછું ઠેલવાનું બંધ કરવું)”હું આ નવા વર્ષથી મક્કમ નિર્ધાર કરું છું કે કોઇપણ કામ કે વસ્તુને સમયસર અને સ્ફૂર્તિ સાથે પૂરું કરીશ, અને પ્રોક્રાસ્ટીનેશનની કુટેવમાંથી મુકત થઇશ.ડિજિટલ ઓડિકશન (ડિજિટલ વ્યસન)આજના ઝડપી અને ટેકનોલોજીના યુગમાં ચારેબાજુ ડિજિટલ માધ્યમની બોલબાલા છે તેવામાં તેના પર સંપૂર્ણ પણે નિર્ભર રહેવું અને તેના વગર દિવસ વ્યતીત કરવો કઠિન બની જાય તે હદ સુધી તેનો ઉપયોગ એ ખૂબ હાનિકારક સાબિત થાય છે. ડિજિટલ માધ્યમ અગત્યનું છે અને તેનો સુચારું ઉપયોગ કરવાથી ઘણા ફાયદાઓ થાય છે. પરંતુ આજનો યુવા વર્ગ માત્ર ડિજિટલ લાઇફ જીવતો થઇ ગયો છે જે ખૂબ જ દુ:ખદાયી વાત કહેવાય. યુવાનો હોય કે મોટી ઉંમરના લોકો હોય, આજકાલ સોશિયલ મીડિયાનો ઉપયોગ બધા જ લોકો કરે છે. મનોચિકિત્સકોનું કહેવું છે કે વધુ પડતા સોશિયલ મીડિયાના ઉપયોગથી માણસ એની અસલી જિંદગીમાં એકલો પડી જાય છે અથવા અમુક કિસ્સાઓમાં તો આવા લોકો ડિપ્રેશન થી પીડાવા લાગતા હોય છે. સવારે ઊઠે ત્યારે સૌથી પહેલા મોબાઇલ ફોન હાથમાં લે અને ફેસબુક અથવા વ્હોટ્સએપ મેેસેજ ચેક કરે! અને આખો દિવસ એમાજ રચ્યા પચ્યા રહે, જો ઇન્ટરનેટની સુવિધા બંધ થાય તો આવા લોકો એકદમ રઘવાયા થઇ જતા હોય છે, આટલી હદ સુધીની જે ટેવ છે તેને કહેવાય ડિજિટલ એડિકશન! આ એક એવું વ્યસન છે જેમાં જેટલા ઊંડા ઉતરીએ તેટલા જ વધુ એના પર નિર્ભર થતા જઇએ અને એક સમયે માણસ હેલ્પલેસ મહેસૂસ કરતો થઇ જાય. આપણે જોઇએ છીએ જાહેર સ્થળો પર લગભગ દરેક વ્યક્તિ હાથમાં રહેલ મોબાઇલ ફોનની સ્ક્રીનને દર ૫ મિનિટે જોયા કરે છે! કોઇપણ કારણ વગર એક બીજી એપમાં જાય અને આમ જ સમય પસાર થઇ જાય. આ વ્યસનમાંથી મુકત થવા માટે સ્વયં શિસ્ત લાવવી જ‚રી છે, શિષ્ટ એટલે કે ડિસિપ્લિન વગર આમાંથી બહાર આવવું અશકય છે. આવો લઇએ બીજું રિઝોલ્યૂશન!રિઝોલ્યૂશન ૨: “નવા વર્ષમાં હું ડિજિટલ માધ્યમ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ જ‚રિયાત પૂરતો જ કરીશ અને વગર કારણે મોબાઇલ ફોન હાથમાં નહીં લઉં, મારો સમય મારા અને મારા પરિવાર માટે છે જેનો હું સદુપયોગ કરીશ. ફેસબુક કે અન્ય મેસેજિંગ એપને દિવસમાં બે કે ત્રણ વાર જ જોઇશ”ચલતા હૈ અભિગમ અથવાતો (હુ કેર એટિટ્યૂડ)હમણાં ટૂંક સમય પહેલા ઓકસફોર્ડ ડીકસનરીમાં એક નવો શબ્દ ઉમેરવામાં આવ્યો, જે છે “ઇડિયોક્રસી તેઓનું માનવું છે કે માનવ સમાજમાં હવે એવા લોકોની સંખ્યા વધતી જાય છે જયાં લોકો બુદ્ધિનું પ્રદર્શન કરે છે અથવા બિનજવાબદાર અને બેદરકાર થઇ રહ્યા છે. બીજા શબ્દમાં કહીયે તો નિંભર લોકો થતા જાય છે. આ ખૂબ જ ચોંકાવનારી હકીકત છે અને આવનારા ભવિષ્યમાં ચિંતાનું કારણ પણ છે. લોકો અવાર નવાર એવું બોલતા સંભળાય છે કે “ચલતા હૈ “જવાદો ને કોને પડી છે! અથવા એવા પણ લોકો છે જે એ વાતનું અભિમાન રાખે છે કે લોકો તેમને “બેફિકરા કહીને સંબોધે છે! તેઓને મન બેફિકરા હોવું એ ગર્વની વાત છે અથવા તો એક સારું સ્ટેટ્સ છે. પરંતુ આ બેદરકારી કે બિનજવાબદારી અથવા તો “ચલતા હૈ એટિટયૂડ થી ખૂબ જ નુકસાન થતું હોય છે. યુવાવસ્થામાં બેફીકરા રહેતા વ્યક્તિએ આખું જીવન ફિકરમાં કાઢવું પડતું હોય છે.કોઇપણ સમયે “ચલતા હૈ એટિટયૂડ બતાવશો નહીં, ખાલી વિચારી જુવો કે ડોકટર ઓપરેશન કરતી વખતે એવું વિચારે કે “ચલતા હૈ “કોણ જોવાનું છે તો દર્દીની શી હાલત થાય? અથવા તો બેન્કના એટીએમ મશીનમાંથી ‚પિયા કાઢતી વખતે મશીન બે હજાર ને બદલે હજાર ‚પિયા આપે અને મશીનમાંથી અવાજ આવે કે “ચલતા હૈ યાર!! તો તમારી કેવી હાલત થાય?! માટે આ કુટેવમાંથી ત્વરિત રીતે મુકત થવું જ પડશે. આવો લઇએ ત્રીજું રિઝોલ્યૂશન.રિઝોલ્યૂશન ૩: “હું આ નવા વર્ષથી “ચલતા હે વાળા અને “બેફિકરા અભિગમને બદલી અને સ્વયં શિસ્તબદ્ધ થઇને જીવન ને ગંભીરતાથી લઇશ. કયારેય બેદરકારી કે બિનજવાબદારી વાળું વર્તન નહીં કરુંઉપર દર્શાવેલ ત્રણેય આદતોને જો આ નવા વર્ષમાં બદલવામાં આવશે તો ચોકકસ પણે કહી શકાય કે એક નવા સમાજની રચના થશે. ઘણી ખરાબ આદતો હશે પરંતુ ધીરે ધીરે કરીને દરેક આદત બદલી શકાય છે. આપ આપના રિઝોલ્યૂશન પર કાયમ રહો અને મકકમ પણે તેનો અમલ કરશો તો સફળતા દોડતી આવશે અને મા લક્ષ્મી દેવી પણ પ્રસન્ન થશે!આપ સહુ વાચકોને નવા વર્ષના સાલ મુબારક અને ખૂબ ખૂબ શુભ કામનાઓ!

ReplyForward

રિલેટેડ ન્યૂઝ