શ્રી જાગનાથ શ્ર્વે. મૂ.જૈન સંઘના આંગણે ‘મહાવિદેહની ભવયાત્રા’ વિશે પ્રવચન

પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યશોવિજયસૂરીશ્ર્વરજી મહારાજાના સાંનિધ્યે

રાજકોટ તા,14
શ્રી જાગનાથ શ્ર્વેતામ્બર મૂર્તિપૂજક જૈનસંઘ ખાતે તા.16ને રવિવારે ‘મહાવિદેહની ભાવયાત્રા’ વિષયે પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યશોવિજયસૂરીશ્ર્વરજી મહારાજાનું જાહેર પ્રવચન યોજાશે.
સાક્ષાત પરમાત્મા ! મંજુલ દેશનાધ્વનિ ! વિશાળ પર્ષદા ! ભવ્ય સમવસરણ ! કતારબંધ ખડા દેવો ! કરુણાસભર નેત્રો, વિશાળ ભાલ, ઝગમગતો ચહેરો, પાવનકારી પદચરણો ! આવા ભવ્ય વાતાવરણને માણવું છે ? ખુલ્લી આંખોએ ઘણું જોયું, બંધ આંખોએ ભવ્ય સૃષ્ટિ નિહાળવાનો અનેરો અવસર મહાવિદેહની ભાવયાત્રા વિષયે તા.16ને રવિવારે સવારે 9થી 12 કલાક દરમિયાન શ્રી જાગનાથ શ્ર્વે. મૂ.જૈન સંઘ, મંજુલાબેન હિંમતલાલ પારેખ આરાધના ભવન ખાતે
પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યશોવિજયસૂરીશ્ર્વરજી મહારાજાનું શહેર પ્રવચન યોજાશે. ઈન્દિરાબેન શેઠના જન્મદિન નિમિત્તે પ્રવચનનું આયોજન કરાયું છે. શ્રાવક – શ્રાવિકાઓને પ્રવચનનો લાભ લેવા સંઘ દવારા અનુરોધ કરાયો છે.

રિલેટેડ ન્યૂઝ