રવિવારે ‘વેદના-સંવેદના’ વિશે પ્રવચન

શ્રી જાગનાથ શ્ર્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે પ્રવચન યોજાશે
રાજકોટ: શ્રી જાગનાથ શ્ર્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘમાં તા.26ને રવિવારે વેદના અને સંવેદનાની જુગલબંધીની મસ્ત વાતો ‘વેદના – સંવેદના’ વિષયે પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યશોવિજયસૂરીશ્ર્વરજી મહારાજાનું પ્રવચન યોજાશે. પીડાનો અનુભવ વેદના છે તો પ્રેમનો અનુભવ છે સંવેદના… વેદના તો જીવનમાં અપરંપાર છે, પણ સંવેદના જીવનમાંથી ચાલી ગયેલી જણાય છે. કહેવાય છે કે સંવેદનાનું ઉદ્ગમબિંદુ વેદના હોય છે. તા.26ને રવિવારે સવારે 9થી 10:30 કલાકે મંજુલાબેન હિંમતલાલ પારેખ આરાધના ભવન ખાતે પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યશોવિજયસૂરીશ્ર્વરજી મહારાજા વેદના અને સંવેદનાની જુગલબંધીની મસ્ત વાતો એટલે ‘વેદના-સંવેદના’ વિષયે પ્રેરક પ્રવચન આપશે. શ્રાવક-શ્રાવિકાઓને પ્રવચનમાં ઉપસ્થિત રહેવા સંઘની યાદીમાં જણાવાયું છે.

રિલેટેડ ન્યૂઝ