વિવાહ સંસ્કાર વિધિ અને કંકોત્રીનો પ્રારંભ ભગવાન પશુપતિનાથના લગ્નથી થયો …. જાણો


રુદ્ર સંહિતા અનુસાર કઠોર અને કપરી તપશ્ર્ચર્યાના અંતે જ્યારે ભગવાન સદાશિવે મા પાર્વતીની મનોકામના અનુસાર પ્રસન્નતાપૂર્વક તેમની સાથે પાણિગ્રહણ કર્યુ અને તેમને પત્નીના ‚પમાં અંગીકાર કરી, સાથે ચાલવાનો આગ્રહ કર્યો ત્યારે માતા પાર્વતીએ નારી શક્તિની મહિમા અને ગરિમા તથા ભારતીય સંસ્કૃતિની પરંપરા અનુસાર સઆદર ભગવાન શિવજીને કહ્યું, ‘આપ પ્રથમ મારા પૂ.પિતાશ્રી હિમવાન પાસે જઇ, મારી લાગણીપૂર્વક માગણી કરો મને વિશ્ર્વાસ છે કે, આ માંગણીનો તેઓ સહર્ષ સ્વીકાર કરશે અને આપણા વિવાહની અનુમતિ આનંદપૂર્વક આપશે અને પૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી આપણા વિવાહ સંસ્કાર કરાવશે, પરંતુ પ્રથમ આપે આપણી સંસ્કૃતિની અનુ‚પ મારા માતાપિતા અને ભાઇઓ પાસે મારા હાથની માગણી કરવી જોઇએ આ જ આદર્શ ગૃહસ્થજીવનની આધારશીલા છે અને વિવાહ સંસ્કાર વિધિનો મહિમા છે. ગત જન્મમાં શાસ્ત્ર વિધિની અવહેલના કરી, મારા પિતા દક્ષે આપની સાથે લગ્ન કરવાની અનુમતિ આપી, પરિણામ સ્વ‚પ આપણને કેટલા કષ્ટ ઉઠાવવા પડયા એટલે, આ વખતે ભારતીય સંસ્કૃતિ અને વિવાહ સંસ્કારની સંપૂર્ણ વિધિથી હું આપની ગૃહસ્વામીની બનીશ. આમ પ્રથમ વિવાહ સંસ્કાર વિધિની પરંપરાનો પ્રારંભ થયો.તો સાથોસાથ કંકોત્રી લખવાના રિવાજની પરંપરા પણ ત્યારથી જ આરંભાઇ.પાર્વતીજીના લગ્ન સંસ્કાર સાથે સપ્તઋષિઓની આજ્ઞા અનુસાર પર્વતરાજ હિમવાને પ્રસન્નતાપૂર્વક પોતાના પુરોહિત (જે યજમાનનું પૂરેપૂરુ હિત જાળવે તે પુરોહિત) મહર્ષિ ગર્ગ પાસે ‘લગ્નપત્રિકા’ લખાવી, અને એની સાથે અનેક સોગાદો સહિત ભગવાન ભોળાનાથને કૈલાસ પર્વત પર ખાસ અંગત વ્યક્તિઓ અને સ્નેહીઓ સહિત આપવા ગયા, ભગવાન શંકરે પણ દરેકનું ઉચિત સ્વાગત કરી યોગ્ય દક્ષિણા આપી અને પ્રણયપત્રિકાનો સ્વીકાર કર્યો ત્યારબાદ જ કૈલાસથી પરત આવી પર્વતરાવે માતા પાર્વતીના વિવાહની વિધિવત તૈયારી જોરશોરથી શ‚ કરી.આમ ભગવાન ભોળાનાથ દ્વારા પ્રથમ વિવાહ સંસ્કાર વિધિની પરંપરા અને પ્રણયપત્રિકાની પ્રથમ શ‚આત થઇ.
વિવિધ રુદ્રાક્ષ ધારણ, વિવિધ રોગ હરણ
સર્વાશ્રમાણાં વર્ણાના સ્ત્રી શુદ્રાણાં શિવાજ્ઞયાધાર્યા: સદૈવ રુદ્રસ્ય સમાહિતા (શિવપુરાણ)અર્થાત : દરેક આશ્રમો, વર્ણો તથા તમામ સ્ત્રી, પુરુષોને રુદ્રાક્ષ ધારણ કરવાનો અધિકાર છે. વિવિધ રુદ્રાક્ષ ધારણ કરવાથી વિવિધ રોગનું હરણ થાય એકમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી સ્ત્રી સંબંધી રોગો દૂર થાય છે.દ્વિમુખથી – મસ્તક, ગુદા, ફેફસાં અને પાચનક્રિયા સંબંધી રોગમાંથી મુક્તિ મળે છે.ત્રિમુખી – રક્તવિકાર, બી.પી. સંબંધી રોગો દૂર થાય છે.ચતુર્મુખી – શ્ર્વાસ, દમ, મંદબુદ્ધિ, કમજોરી દૂર થાય છે.પંચમુખી – મધુપ્રમેહ, બી.પી., સ્ત્રીરોગ રોગમાં ફાયદો કરે છે.છમુખી – નેત્રરોગ, નપુંસકતા, દ્રષ્ટિદોષમાં લાભ કરે છે.સપ્તમુખી – દુર્બળતા, લકવા, હાડકાંના દુખાવા, વાઇ સંબંધી રોગોમાં લાભપ્રદ સાબિત થાય છે.અષ્ટમુખી – ચામડી સંબંધી રોગો, કોઢ, ભય વિ. નો નાશ કરે છે.નવમુખી – હિસ્ટેરિયા, ડિપ્રેશન, માનસિક રોગ, બાળકો બોલતા કે ચાલતા મોડા શીખે તો દ્રષ્ટિદોષ, પેટની તકલીફ વગેરેમાં મદદ‚પ થાય છે.દશમુખી – દમ, સાયટીકા, ગઠિયોવા, જળદર, મંદાગ્નિ વિ. રોગોમાં લાભપ્રદ ગણાય છે.એકાદશમુખી – હૃદય, બીપી, ડાયાબિટીસ વિ. રોગોમાં ધારણ કરવાથી રાહત આપે એવું કહેવાય છે.દ્વાદશમુખી – કોઢ, ઝાડા, પાંડુરોગ, રતાંધળાપણું, ભગંદર વિ. દોષથી દૂર કરવામાં મદદ‚પ બને છે.ત્રયોમુખી – આને આયુર્વેદની સંજીવનીની ઉપમા આપવામાં આવી છે જ્યારેચતુર્દશમુખી – આ રુદ્રાક્ષને દરેક રોગથી મુક્તિ આપનાર, આધિ-વ્યાધિ-ઉપાધિ દૂર કરી અભેદ રક્ષાકવચ તરીકે ગણવામાં આવે છે. જે માનવીના સર્વે તાપ-પાપ-સંતાપ હરી, સુખ, શાંતિ અને શાતા અર્પે છે.સં.ઘનશ્યામ ઠક્કર-રાજકોટ(ગાયત્રી ઉપાસક)વિશ્ર્વનાથનો વિવિધ મંત્ર કરે વિવિધ ફળ મળેમનનો માણીગર મળે, મનોરથ ફળે,ૐ પન્ચ વકત્રાય વિદ્મહે, મહાદેવાય ધીમહિ, તન્નો-શિવ-પ્રચોદયાતઆ મંત્રના જપથી ક્ધયાને ઇચ્છિત વર મળે અને એની મનોકામના પૂર્ણ થાય. કહેવાય છે કે, મહર્ષિ નારદજીની પ્રેરણાથી માતા પાર્વતીજીએ આ મંત્રનો જાપ કરી, ભગવાન પશુપતિનાથને પ્રાપ્ત કરેલ.લક્ષ્મી પ્રાપ્તિ અર્થે – ૐ મહાદેવાય નમ:માન, પ્રતિષ્ઠા, પદ માટે – ૐ નમો ભગવતે રુદ્રાય.પુત્ર પ્રાપ્તિ માટે – શિવસહસ્ત્રનામ શ્રેષ્ઠશુભલક્ષણા પત્ની અર્થે – ૐ ભગવત્યૈ ઉમાદેવ્યૈ શંકરપ્રિયાયે નમ:મનની શાંતિ માટે – ૐ સદાશિવાય નમ:મુક્તિ માટે – ૐ શંકરાય નમ:પારીવારિક શાંતિ માટે – ૐ સામ્બ સદા શિવાય નમ:શત્રુ બાધા નિવારણ અર્થે – ૐ જૂ સ: વાલય-યાલયવારંવાર તાવ આવતો હોય તો – ૐ વં જૂં સ:સુખ સમૃદ્ધિ માટે – હ્રીં ૐ નમ: શિવાય હ્રીંગુપ્તરોગ નિવારણ – ૐ હૌં જૂં સ:અસ્થમા અર્થે – ૐ નમ: શિવાય શમ્ભવે શ્વાસેશાય નમો નમ:કફ માટે – ૐ નમ: શિવાય શમ્ભવે શીતેશાય નમો નમ:લકવા માટે – ૐ નમ: શિવાય શમ્ભવે ખગેશાય નમો નમ:અનિદ્રા અર્થે – ૐ નમ: શિવાય શમ્ભવે ચન્દ્રેશાય નમો નમ:મધુપ્રમેહ માટે – ૐ નમ: શિવાય શમ્ભવે ભવેશાય નમો નમ:હૃદયરોગ માટે – ૐ નમ: શિવાય શમ્ભવે વ્યોમેશાય નમો નમ:કામનાપૂર્તિ અર્થે – ૐ નમ: શંકરાય ૐજ્ઞાન વૃદ્ધિ, આધ્યાત્મિક ઉન્નતિ અર્થે – ૐ હ્રીં ગ્લૌ નમ: શિવાયસં. સદાશિવાન ચારમુખ કેમ?કહેવાય છે કે સૃષ્ટિનું સર્જન નહોતું થયું ત્યારની આ વાત છે. પ્રજાપતિ બ્રહ્માજીએ સૃષ્ટિ નિર્માણ કરવાનો નિશ્ર્ચય કર્યો અને સૃષ્ટિ નિર્માણનું કાર્ય શ‚ કર્યુ. આ કાર્યનો આરંભ કરતા જ એક અનુપમ ક્ધયાનો આવિર્ભાવ થયો. એ ક્ધયા અનુપમ સૌંદર્ય અને અદ્ભૂત શૃંગારથી સજ્જ હતી. બ્રહ્માજીએ એ ક્ધયાનું નામ પાડયું ‘તિલોત્તમાં’કહેવાય છે કે, જગતની તમામ સૌંદર્યવાન અને રમણીય વસ્તુ અને રત્નોમાંથી તલ-તલભાર લઇને એ પરમ સુંદરીની રચના થઇ હતી આથી એ ક્ધયાનું નામ પડયું તિલોતમાં એ તિલોત્તમા શિવજીની પ્રદક્ષિણા કરવા ગઇ, એ જ્યારે પ્રદક્ષિણા કરતી હતી ત્યારે એ બાજુએ શિવજીનું મુખ ફરતું આથી શિવજીને ચાર મુખ થયા એથી સદાશિવ ચર્તુમુખી કહેવાયા.આ ચારેય મુખની અલગ અલગ ભૂમિકા છે. પૂર્વ દિશાનું મુખ ઇન્દ્ર પર શાસન કરે છે. ઉત્તર દિશાનું મુખ મા પાર્વતી સાથે વ્યંગ વિનોદ કરે છે. પશ્ર્ચિમ દિશાના મુખથી સર્વે જનોનું રક્ષણ કરે છે અને દેવાધિદેવ દક્ષિણ દિશાના મુખથી અજ્ઞાન‚પી અહંકાર અને અંધકાર હરે છે. આને જરા ગહેરાઇથી જોઇએ તો તિલોત્તમા એ બ્રહ્માંડ છે. ચાર મુખ એ ચૌદિશ યાને ભગવાન સર્વત્ર છે. દરેક જગ્યા દિશામાં જુએ છે, સર્વત્ર વ્યાપકતાનો નિર્દેષ કરે છે.અનુપમ સૌંદર્ય એ સમજો તો સંસારમાં પણ સાર છે એવું સમજાવે છે. ચારે બાજુ મુખ ફરે છે મતલબ શિવ સમસ્ત જડ-ચેતનની રક્ષા કરે છે યાને એને ક‚ણાસાગર કૈલાસપતિ જુએ છે. ચારેય દિશામાં જેનો ડંકો વાગે છે, એ ડમ‚ધારી ભોળાભંડારીની બલિહારી છે. એટલે જ એ દેવાધિદેવ મહાદેવ કહેવાય છે.ઘનશ્યામ ઠક્કર-રાજકોટ(ગાયત્રી ઉપાસક)શિવજીની જટા કપિલ વર્ણની કેમ ?ભગવાન જટાશંકરે જટા ધારણ કરી બ્રહ્મચર્ય અંગીકાર કર્યો. એ પાછળ આશુતોષનો આશય પરમ કલ્યાણકારી હતો એટલે જ એ કલ્યાણના દેવતા કહેવાય છે. એમની લોક કલ્યાણની ભવ્ય ભાવના એ જ એમને લોક હૈયામાં લાગણીભર્યુ સ્થાન આપ્યું છે.પણ એમની જટા કપિલ યાને પિતવર્ણી શા માટે ? આ અંગેની કથા એવી છે કે દેવોના હિતાર્થે ભગવાન પિનાક-પાણીએ પીનાક ધનુષ ઉપાડયું, આ દરમ્યાન એવું બન્યું કે, દેવરાજ ઇન્દ્રે અચાનક આશુતોષ ઉપર વજ્રનો પ્રહાર કર્યો. આ પ્રહારે પશુપતિનાથને તો કંઇ ન કરી શકયું પરંતુ એક જબ‚ કૌતક થયું. ભગવાન કૈલાસપતિનો કંઠ શ્યામવર્ણો થઇ ગયો અને જટા કપિલ વર્ણી બની ગઇ.દેવતાનો અર્થ થાય જે દે એ દેવતા અને જે લે એ લેવતા. દેવતાઓને પણ જ્યારે અહ્મ આટો દઇ જાય છે ત્યારે વિવેક ભાન ભૂલાઇ જાય છે અને ન કરવાનું થાય છે.ઘનશ્યામ ઠક્કર-રાજકોટ(ગાયત્રી ઉપાસક)શિવજીનું વાહન વૃષભ શા માટે ?એ તો શાસ્ત્ર વિહિત છે કે ‘સુરભિ’ ગાયને આપણે આદિ ગૌમાતા તરીકે ઓળખીએ છીએ.સૃષ્ટિનું સર્જન તો થયું પરંતુ એના પોષણનો પ્રશ્ર્ન ઉદ્દભવ્યો એટલે, બ્રહ્માજીએ સર્વેના પોષણ અર્થે સુરભિગાય ઉત્પન્ન કરી (આના ઉપરથી સહેજે સમજાય કે ગાયનું હિંદુ ધર્મમાં કેટલું મહત્ત્વ અને મહિમા છે) પછી તો એ આદ્ય ગૌમાતામાંથી અનેક ગૌમાતાઓ પ્રગટ થઇ. આ સર્વે ગૌમાતાઓ શ્ર્વેતવર્ણની હતી.કહે છે કે, એકવાર સુરભિ ગૌમાતા પોતાના વાછરડાને ધવરાવતી હતી ત્યારે તેના મુખમાંથી ફીણ ઉડીને ભગવાન શિવજી ઉપર પડયું આથી સદાશિવે કોપાયમાન થઇ ત્રીજું નેત્ર ખોલ્યું પરિણામે સમસ્ત ગૌમાતાની ચામડી શ્ર્વેતમાંથી અનેક રંગી બની ગઇ.કૈલાસપતિના આ ક્રોધને શાંત કરવા બ્રહ્માજીએ ‘વૃષભ’ અર્પણ કર્યો ત્યારથી વૃષભ શિવજીના વાહન ‚પે વિખ્યાત બન્યો.એને જરા ગહેરાઇથી સમજીએ તો, વૃષો હી ભગવાન ધર્મ શરીર છે.ભગવાન શિવનું વાહન જેમ નંદી છે તેમ આપણા આત્માનું વાહન શરીર છે. મતલબ જીવ અને શિવનું આ મધુર મિલન છે એને ચાર પગ છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, ભગવાન એના ઉપર સવારી કરે છે. મતલબ જીવની જે મહત્ત્વાકાંક્ષા છે જે પૂરી કરતા મોઢામાં ફીણ આવી જાય. આખર ભગવાનને ત્રીજુ નેત્ર પોતાના પુત્રના કલ્યાણ માટે ખોલવું પડે ત્યારે માયા કેડો છોડે એટલે જ કામના અને વાસનાનું નામ વૃષભ છે અને શિવજી એના ઉપર સવાર છે. સ્કંદપૂરાણ અનુસાર ધર્મરાજાને ભગવાન ભોળાનાથના વાહન બનવાની ઇચ્છા કરી અને ભોળાનાથે પૂર્ણ કરી અત: વૃષભએ ધર્મનું પણ પ્રતીક છે. જ્યાં ધર્મ છે ત્યાં શિવ છે અને જ્યાં શિવ છે ત્યાં સર્વત્ર કલ્યાણ છે.ઇશાન-ઇશુ એટલે શાસન કરવું યાને સત્તા ચલાવવી, નિયંત્રણ કરવું સૂર્ય પોતાના દિવ્ય રશ્મિ વડે સમગ્ર સંસારને ચલાવે છે. સૂર્ય જ સર્વ સૌરમંડળનો શહેનશાહ છે. સૂર્ય છે તો જીવન છે. આમ સૂર્યમૂર્તિના ભગવાન ‘ઇશાન’ સાચા અર્થમાં વિશ્ર્વ-શાસક છે.આ આઠ મૂર્તિના આઠ નામોની પૂજા-અર્ચના શાસ્ત્રોએ આ પ્રમાણે વર્ણવી છે.અષ્ટૌ પ્રકૃતિરુપાણિ કષ્ટાનિ અષ્ટ ઐવ દેહિન:સ્પષ્ટં મૂર્તિભિ: અષ્ટાભિ: અષ્ટમૂર્તિ હરતિ અસૈઅર્થાત પ્રકૃતિના આઠ ‚પો એજ દેહધારીનાં આઠ કષ્ટો – અષ્ટમૂર્તિ ભગવાન શિવ આ આઠમૂર્તિ વડે એ સહુ કષ્ટોને કાપે છે, દૂર કરે છે એમાં જરાપણ સંશય નથી.આદિ શંકરાચાર્યજીએ આ અષ્ટમૂર્તિ શિવના દર્શન કરી, ભાવવિભોર અવસ્થામાં તેના ક્રમ પ્રમાણે સ્તુતિ કરી તેમને પ્રસન્ન કર્યા હતા. આ અનુભૂતિનું અલૌકિક અદ્ભુત વર્ણન તેમણે દક્ષિણામૂર્તિસ્ત્રોતમાં આસ્થાભેર કયુર્ં છે.અમુક જગ્યાએ શિવના સપ્તમુખ દર્શાવ્યા છે.પ્રથમ મુખ ‘અ’ જેને ‘તત્પુરુષ’ કહેવાય છે. બીજો મુખ ‘ઉ’ જેને ‘અઘોર’ મુખ કહેવાય છે. ત્રીજો મુખ ‘મ’ જેને ‘સદ્યોજાત’ કહેવાય છે. ચોથું મુખ બિંદુ જેને વામદેવ કહેવાય છે. પાંચમા મુખને પણ બિંદુ સ્વ‚પ ગણાય છે જેને ‘ઇશ્ર્વર’ કહેવાય છે. છઠો મુખ ‘કલા’ તરીકે ઓળખાય છે. જેને ‘નીલકંઠ’ કહેવાય છે અને સાતમું મુખ ‘કલાતીત’ જે અવ્યક્ત છે જેને આ રીતે પણ સ્વીકારાય છે. પ્રથમ મુખં બ્રહ્મા, દ્વિતીય-વિષ્ણુ, તૃતીય-શિવ, ચતુર્થ-ઇશ્ર્વર, પંચમ-મહેશ્ર્વર, ષષ્ઠં-પરશિવ અને સપ્તમુખ-શિવ-શક્તિ‚પા – માહેશ્ર્વરી સ્વ‚પ.આ છે ભગવાન સદાશિવ વિશ્ર્વબીજ, વિશ્ર્વાત્માની અષ્ટમૂર્તિ દ્વારા વિરાટ સ્વ‚પની અજબ વાસ્તવિકતા અને એટલે જ એની સાધના – આરાધનાની વિશેષ મહિમા અને મહતા છે. કલિયુગમાં તો આ ભોળાનાથની ભક્તિનો વિશેષ પ્રભાવ છે. તે ઝટ રીઝે છે અને પટ પ્રસન્ન થાય છે એટલે જ કૂર્મપુરાણમાં કહ્યું છે.બ્રહ્મા કૃત યુગે, દેવ: ત્રેતાયા ભગવાન રવિ:દ્વાપરે દૈવતં વિષ્ણું: કલૌ દેવો મહેશ્ર્વર:આ સિવાય દ્વાદશ જ્યોર્તિર્લિંગો, એના ઉપલિંગો, પાર્થિવ લિંગ જેને પાર્શ્ર્વનાથેશ્ર્વર કહેવાય સ્ફટિક લિંગ, પારદલિંગ એના ઉપલિંગો વિ.ની પણ પૂજા, અર્ચના, આરાધનાનું અલગ-અલગ વિધિવિધાન અને અલગ-અલગ ફળ છે. અરે ! વિવિધ વસ્તુઓના અર્પણ-અભિષેકોનું પણ શાસ્ત્રમાં અલગ-અલગ ફળ દર્શાવ્યું બતાવ્યું છે. વિવિધ કામનાની સિદ્ધિ અર્થે પણ અમુક નિશ્ર્ચિત કરેલ વસ્તુ અર્પણ કરી, આશુતોષને આજીજી ભરી અરજ કરવાથી તે કાર્ય સફળતા અને સફળતાને પામે છે. વિસ્તાર ભયે આ વસ્તુ વિધિ-વિધાન એની પાછળનું રહસ્ય વિ. નું અદ્ભૂત વર્ણન નથી કરતો પણ એટલું જ‚ર કહીશ આ કશા વિધિ-વિધાનમાં ન પડતા ન ઉતરતા ખરા અંતરના ભાવથી જો ‘ૐ’ નમ: શિવાયનું રટણ કરશો ને તો પણ બેડો પાર થઇ જશે. ભગવાન ભોળાનાથ તો ભાવના ભુખ્યા છે.ઘનશ્યામ ઠક્કર-રાજકોટ(ગાયત્રી ઉપાસક)કલિયુગે કેવલ શિવ ‘સ્મરણ સહારા’કલિયુગમાં ‘શિવ’ નામ સ્મરણ રટણનું સવિશેષ મહત્ત્વ છે. કૂર્મપુરાણમાં કહ્યું છે કે, સતયુગમાં બ્રહ્માજીનું સ્મરણ, ત્રેતામાં ભગવાન આદિત્યનું રટણ, દ્વાપરમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ જ્યારે કલિયુગમાં ભગવાન સદાશિવનું સ્મરણ શીઘ્ર અને અધિક ફલદાતા છે.ભગવાન શિવના નામ સ્મરણથી દરેક પ્રકારના મનના મનોરથો સિધ્ધ થાય છે. એમના દર્શન માત્રથી સ્મસ્તતિર્થ દર્શનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. ‘ૐ નમ: શિવાય’ આ નાજુક નમણા મંત્રથી તમામ સિદ્ધિઓ સહજ સાધ્ય બને છે.શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે, શિવલિંગમાં તો સમસ્ત દેવી-દેવતાઓનું પૂજન કરી શકાય છે.શિવલિંગો, ડપિ સર્વેષા દેવાનાં પૂજનં ભવેતસર્વ લોકમયે યસ્માત્ શિવશક્તિ વિભુ: પ્રભુકેલોપનિષદમાં પણ કહ્યું છે. (બૃ.ધર્મપુરાણ)સ બ્રહ્મા સ શિવ: સેન્દ્ર સોડક્ષર: પરમ:સ્વરાષ્ટ્રસ ઐવ વિષ્ણુ સપ્રાણ: સકાલોડગ્નિ:સ ચન્દ્રમાઅર્થાત્ જે પરબ્રહ્મ પરમાત્મા છે તે જ શિવ છે. તે જ ઇન્દ્ર સહિત સંપૂર્ણ દેવ સ્વ‚પ છે. તે અવિનાશી છે. સ્વયમ્ પ્રકાશિત છે, તે જ વિષ્ણુ છે. તે જ હિરણ્યગર્ભ-સપપ્રાણ છે. એ જ કાલ-મહાકાલ-અગ્નિ અને ચન્દ્રમા છે.આવા પરમકૃપાળુ પરમાત્મા પશુપતિનાથની પ્રસન્નતા માટે રાત્રીના અગિયારથી બે સુધી જો ‘ઇશાન’ ખૂણામાં મુખ રાખી હૃદયના પૂર્ણ ભાવથી ભોળાનાથનો ‘ૐ નમ: શિવાય’ મંત્રનો જો ચાલીસ દિવસ અખંડ જાપ કરવામાં આવે તો આશુતોષની કૃપા અવશ્ય ઉતરે અને સાધકની સર્વે મનોકામના પૂર્ણ કરે.

રિલેટેડ ન્યૂઝ