જિનશાસન શિરતાજ ગચ્છાધિપતિ પૂજ્ય જયઘોષસુરીશ્ર્વરજી મહારાજા સમાધિપૂર્વક દેવલોક પામ્યા

રાજકોટ તા.14
પ્રેમ ભુવન ભાનુસુરીશ્ર્વરજી મ.સા ના સમુદાયના ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્દ વિજયજયઘોષ સુરીશ્ર્વજી મહારાજા 84 વર્ષની ઉંમરે કારતક વદ 1,તા.13ને બુધવારના રોજ અમદાવાદ મુકામે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે. તેઓએ બપોરે 4 કલાકે અંતિમ શ્ર્વાસ લીધા હતા.પૂજ્ય જયઘોષસુરિશ્ર્વરજી મહારાજ સાહેબને ફેફસામાં ચેપ લાગતા ગત 6 તારીખથી અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા.નિષ્ણાંત ડોકટરોની ટિમ સારવાર માટે ખડે પગે હતી પરંતુ ઉંમરના કારણે સારવારમાં કારી ફાવી નહીં અને જીવદયા તથા અહિંસાના હિમાયતી જયઘોષસુરિશ્વરજી મહારાજે આ સંસારમાંથી વિદાય લીધી.
પૂજ્ય શ્રી 1400થી વધુ સાધુ સાધ્વીજીઓના નાયક અને લાખો શ્રદ્ધાળુઓના કેન્દ્ર સ્થાન હતા.
જૈન સમાજમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. અનેક આચાર્ય સાધુઓ વગેરેએ પૂજયશ્રીને બધુ વોસિરાવવાનું કાર્ય ચત્તારિ મંગલમ,ખામેમિ સવ્વજીવે, તેમજ છેલ્લા એક બે કલાક સતત નમસ્કાર મહામંત્ર અને સમાધીમાં દેવલોક પામ્યાં છે.તા.14 ને ગુરુવારના રોજ સવારે 8:00 કલાકે 5ાલખી ચઠાવો અને ત્યારબાદ પાલખી ઓપેરા સોસાયટીથી નીકળી આંબલી – બોડકદેવ પહોંચશે. જ્યાં તેમને અગ્નિદાહ અપાશે.પાલખી અંગેના ચઢાવા ઓપેરા ઉપાશ્રય ખાતે બોલાવવામાં આવશે. ચઢાવા બાદ શ્રી સંઘ સહિત પાલખીયાત્રા ઓપેરા ઉપાશ્રય, ભુવનભાનુસુરી સ્મૃતિ મંદિર, પંકજ સોસાયટી, અંજલી ચાર રસ્તા થઇને ઇસ્કોન ચાર રસ્તા થી બોડકદેવ પહોંચશે
શ્રી જાગનાથ જૈન સંઘ રાજકોટમાં બિરાજમાન પરમ પૂજ્ય આચાર્ય ભગવંત યશોવિજય સુરીશ્વરજી મહારાજાએ શોકગ્રસ્ત હૈયે ભાવભીની વંદના પાઠવી હતી.
પૂજ્યપાદ જિન શાસન સમ્રાટ 600થી વધુ શ્રમણી ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી જ્યધોષ સુરીશ્ર્વરજી મહારાજા સમાધિ કાળધર્મ નિમિત્તે રાજકોટના સમસ્ત જૈન સંઘો માટે જાહેર ગુણાનુવાદ સભા, પુજ્યપાદ આચાર્ય ભગવાન શ્રી યશોવિજય સુરીશ્ર્વરજી મહારાજાની પાવન નિશ્રામાંકારતક વદ – 5, રવિવાર તા. 17/11/2019ના સવારે 9 થી 10:30 શ્રી જાગનાથ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ આરાધના ભવન ખાતે રાખેલ છે.

પુજયપાદ સિઘ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ શ્રી જયઘોષ સૂરીશ્ર્વરજી મહારાજાનો સંક્ષિપ્ત પરિચય

 • જન્મ:- 6/7/1936 સોમવાર અષાઢ વદ -ર, સવંત 1992 – પાટણ, ગુજરાત
 • સંસારી નામ:- જવાહર કુમાર
 • માતા-પિતા:- કાંતાબેન ભોગીલાલ (મફતભાઇ) શાહ
 • મુળ વતન:- પાટણ
 • રહેઠાણ:- ગુલાલવાડી, મુંબઇ
 • અભ્યાસ:- 6 ધોરણ
 • દીક્ષા:- વૈશાખ વદ- 6 સવંત 2006 7/5/1950, રવિવાર, ભાયખલા- મુંબઇ
 • આચાર્યપદ તથા સિઘ્ધાંત દિવાકર પદ:- મહાસુદ 13, સવંત 2040 15/2/1984, બુધવાર જલગાંવ-મહારાષ્ટ્ર
 • ગચ્છાધિપતિ પદ:- વૈ.વ.4 સવંત 2049 9/5/1993, રવિવાર ગોરેગાંવ – મુંબઇ
 • પૂજયપાદશ્રીના જીવન ઘડતર કારક ગુરુદેવ:- સકલ સંઘહિત ચિંતક, પૂજયપાદ આચાર્ય ભગવંત, શ્રી ભુવનભાનુ સૂરીશ્ર્વરજી મહારાજ

રાજકોટ તા.13
શ્રી જાગનાથ જૈન સંઘ રાજકોટ બિરાજતા પુજયપાદ આચાર્ય ભગવંત શ્રી યશોવિજયસૂરીશ્ર્વરજી મહારાજે પુજયપાદ સુવિશાળ ગચ્છાધિપતિ શ્રી જયઘોષ સુરીશ્ર્વરજી મહારાજાને ભારે શોકગ્રસ્ત હૈયે શ્રઘ્ધાંજલી પાઠવતા જણાવ્યું કે, પુજયપાદ ગચ્છાધિપતિ શ્રી મારા પરમ ઉપકારી હતા. પૂજયશ્રી એવા મહાપુરૂષ હતા જેઓને શ્રીસંઘે તેઓશ્રીના ગુરુદેવે તેમની જ્ઞાનગરિમાને ઘ્યાનમાં લઇ સિઘ્ધાંત દિવાકર બિરુદ આપ્યું હતું. ખુબ જ જવલ્લે બનતાથી આ ઘટના છે. આ મહાપુરુષ કરુણાના મહાસાગર હતા. નાનામાં નાના સાધુના વિકાસની ચિંતા તેઓશ્રી કરતા હતા. તેઓની ગુણગરિમા અકલ્પનીય હતી. સમસ્ત રાષ્ટ્રના ઉત્થાન માટે કાર્યરત સહુ યુવા સંસ્થાઓમાં તેમનો પ્રત્યક્ષ કે પરોક્ષ ફાળો રહ્યો છે. તેઓશ્રીની ચિરવિદાયથી અમારું શિરચ્છત્ર છીનવાયું છે. સહુ કોઇ શોકગ્રસ્ત છે. શાસ્ત્રોનો વર્તમાન કાળ સાથે સમન્વય કરનારી અદભુત પ્રતિભા તેઓશ્રી પાસે હતી તેમનું વચન સહુને શિરોમાન્ય રહેતું શાસ્ત્રીય ચર્ચાઓમાં તેઓનું કથન આખરી ગણાતું. એક સાથે 200-300 શ્રમણોની વિશાળ સંપદાનું દર્શન તેઓશ્રીની કૃપાથી શ્રીસંઘને કરવા મળતું. પુજયપાદશ્રીની વિદાયે હૈયામાં સુનકારો છવાયો છે. પુજયપાદશ્રી જયાં હોય ત્યાંથી સતત સહાયભૂત થાય તેવી અંતરની પ્રાર્થના

પૂજયપાદ ગચ્છાધિપતિ શ્રી જયઘોષ સુરિશ્ર્વરજી મહારાજા એટલે સમસ્ત જૈન સમાજના મોભી મહાપુરૂષ

 • માત્ર 13 વર્ષની ઉંમરે દીક્ષા લઇ સમસ્ત વિશ્ર્વ માટે આદશરૂપ જીવન પુરું પાડનારા મહાપુરૂષ
 • સમસ્ત જૈન શાસનમાં સહુથી વધુ વિશાળ શ્રમણ સમુદાયના સફળ સુકાની
 • લાખો શ્રઘ્ધાળુઓના આસ્થા કેન્દ !
 • જ્ઞાનના મહાસાગર, મોબાઇલ આગમ લાયબ્રેરી, જીવંત જ્ઞાન ભંડાર !
 • એક એવા જ્ઞાનના મહાસાગર, જેની તોલે આજે ભાગ્યે જ કોઇ આવી શકે! આગમના કયાં પૃષ્ઠ ઉપર કઇ વાત છે તે મોઢે કહી આપનારા અપૂર્વ જ્ઞાની પુરુષ!
 • પુજયપાદ ‘પદ્મભૂષણ’ આચાર્ય શ્રી રત્નસુંદર સુરી મહારાજ, પુજયપાદ યુગપ્રધાન આચાર્ય સમ શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ આદિ અનેક પ્રભાવી મહાપુરુષોના એકમેવ શિરચ્છત્ર !
 • 600 થી વધુ તેજસ્વી શ્રમણોના નાયક હજારો યુવાનોના રાહબર!
 • સમસ્ત જૈન સાધુ સમાજના પરમ શ્રઘ્ધેય!

રિલેટેડ ન્યૂઝ