મા અને ગા જયાં હસે ત્યાં ગોવિંદ વસે.

ા ગાવો વિશ્ર્વસ્ય માતર: ામાતર : સર્વ ભૂતાનાં ગાવ: સર્વ સુખપ્રદા”વંદે ધેનુમાતરમ્મા અને ગા જયાં હસે ત્યાં ગોવિંદ વસે.ભારત એ તિર્થ ભૂમિનો દેશ છે, પરંતુ ખ‚ તિર્થ દર્શન કયુ? દેવાલયમાં બિરાજતા દેવ, દેહ મંદિરમાં પ્રવિષ્ટ થાય રાંકની રતન એવી ગાય માતાનું જીવની જેમ જતન થાય એજ સાચું તિર્થ.આપણા સમાજની ઘણી વિશિષ્ટતાઓ છે, તો કયાંક ત્રુટીઓ પણ ઉડીને આંખે વળગે ખૂંચે એવી છે. અતિતની સરખામણીમાં વર્તમાનમાં કશુંક ખૂટતું હોય એમ દેખાય છે. કશીક ઉણપ વર્તાય છે. એવી કઇ કઠોર કડી છે જે કુદરતને ક્રોધાયમાન, કોપાયમાન થવાનું કાર્ય કરે છે ? કવિ શ્રી ઉમાશંકર કહે છે,”વિશાળ જગ વિસ્તારે નથી એક માનવી,પશુ છે પંખી છે, પુષ્પોની છે વનસ્પતિ.
આપણે કેવળ માનવીના મહિમાવાન યશોગાન ગાવાને બદલે માનવેતર પ્રાણીઓ અને પ્રકૃતિનું જતન કરવું પણ જ‚રી છે. આજના કહેવાતા આધુનિક માનવીને સફળતાના અનેક ગીરી શિખરો સર કર્યા પરંતુ એની સાથોસાથ માનવ સંવેદનામાં શૂન્ય થતો જાય છે. આવી માનવતાની ખૂટી પડે એ કોઇ પણ સમાજને ન પરવડેે, એવું જયારે સર્જાય ત્યારે સમાજે જાગૃત થવું પડે, આજે એ દિશામાં વિચારવાનો વખત આવી ગયો છે, એમ કહી શકાય કે, અત્યારે જ એની તાતી અને સાચી માંગ છે, જ‚રીયાત છે, આપણે આપણી ખેવના અને ચાહના કરીએ એની સાથો સાથ મુંગા, અબોલ ધનનુ જીવની જેમ જતન કરવાનો પણ સમય પાકી ગયો છે. જેઓ આપણા જીવન રક્ષક, પાલક, પોષક, દુ:ખહારક, ઉપકારક અબોલ જીવ પ્રત્યે કૃત્જ્ઞતાનો ભાવ વ્યકત કરવો, એમના અહેસાનને આંખે અડકાવવા, એમના માટે કશુંક કરી છૂટવું એ દરેક મનુષ્ય માત્રની નૈતિક, આધ્યાત્મિક, સામાજીક અને વ્યવહારિક ફરજ નહી પણ કર્તવ્ય ધર્મ છે. અને દરેક ધર્મ-સંપ્રદાયો અબોલ જીવનું જતન એની સેવા, સારવાર અને સંવર્ધનના પક્ષે છે. કારણ કે, આવી ક‚ણા સાથે માનવી જન્મજાત સહાનુભૂતિથી સંકળાયેલો છે, જોડાયેલો છે, ક‚ણા વગરનો માનવ પશુ જેવો છે.!!સેવા અને પરોપકાર ભાવ તો હિન્દુ ધર્મના મૂળભૂત સિધ્ધાંતો માનો એક છે. ધર્મની ત્રણ શાખા છે, યજ્ઞ, સ્વાધ્યાય, અને દાન, આમા “દાન પ્રથમ સ્થાને છે. ખૂબ આવા સાચા અને સારા સેવા કાર્યો માટે દાન કરવું જોઇએે. શ્રધ્ધા અને ભાવપૂર્વક કરવું જોઇએ. ભગવાન શ્રી કૃષ્ણે પણ શ્રી મુખે કહ્યું છે,  ‘યજ્ઞ દાન, અને તપ જ્ઞાનીઓને પણ પવિત્ર કરનારા છેે.’ શાસ્ત્રોમાં પણ કહ્યું છે; ‘હાથનું આભુષણ દાન’ છે. કંઠનું આભુષણ સત્ય છે.અર્થવેદ કહે છે, ‘સેકડો હાથે કમાઓ અને હજારો હાથે વહેંચોે.’ પૂ. રણછોડદાસ બાપુ પણ કહેતા, ‘સુખ ચાહતે હો તો દૂસરો કો સૂખ દો’ એટલે જ આપણા શાસ્ત્રોએ અને સંતોએ સરસ કહ્યું છે, ‘તન પવિત્ર સેવા કિયે, ધન પવિત્ર કર દાન, મન પવિત્ર હરિ ભજન કરે, હોત ત્રિવિધ કલ્યાણ’ માનવી. જે પણ કઇ કમાય છે, તે આ અવની ઉપરથી જ કમાય છે. ધરતી માતાની આ દેન છે, એટલે જ તેેને વસુધા કહેવાય છેેે. ‘વસુ’ એટલે ‘ધન’ અને ધા એટલે આપવું. કણમાંથી મણ અર્પે એનું નામ ‘વસુધા’ જગત આખુ પ્રકૃતિના દાન ઉપર નિર્ભર છે. સૂર્ય પ્રકાશનું દાન કરે છે, ચંદ્ર શિતળતા પ્રદાન કરે છે, નદી નીર વનસ્પતિ ફળ-ફૂલનું દાન કરે છે. દાન શબ્દ ‘દ’ ધાતુથી બન્યો છે. ‘દ’ એટલે દેવુ કોઇને કશુંક આપવુ અને આપણુ દર્પણ, ચોખ્ખુ કરવુ શ્રીમદ ભાગવતમાં પણ ‘દ’ અક્ષરના નામોની જ પ્રધાનતા છે. દેવકી, નંદ, યશોદા, વસુદેવ, વાસુદેવ આ દરેક પાત્રોએ સમાજને બસ આપ્યુ જ છે, એટલે જ એની પૂજા થાય છે, ‘દ’ એટલે દેવુ જે દે એ ‘દેવતા’ બાકી બધા ‘લેવતા’ અને એટલે જ કહેવાય છે..પાની બાઢે નાવમે ઘરમે બાઢે દામ,દોનો હાથ ઉલેચીએ યહી સજજનકા કામ.આમ દાનથી મનુષ્ય મૂંઠી ઉચેરો બને છે. કારણ દાન આપનારનો હાથ હંમેશાં ઉચો રહે છે. મનુષ્ય જન્મ સફળ, સફળ સાર્થક કરવો હોય તો દાન કરો, ” દાન કરો યાર એનો મહિમા અપાર આપણા શાસ્ત્રોએ દાનની ત્રણ ગતિ કહી છે દાન, ભોગ અને નાશ અને એના ચાર વારસ છે, ધર્મ, અગ્નિ, રાજય અને ચોર, એટલે જ કહેવાય છે.યહી પશુ પ્રવૃતિ હૈ કી આપી હી આપ ચરે,વહી મનુષ્ય હૈ જો ઔરો કે લિયે મરે.
જીવન કેટલુ જીવ્યા એ મહત્વનું નથી, કેવુ જીવ્યા એ મહત્વનું છે. કેટલુ કમાયા એ મહત્વનું નથી, પરંતુ પરોપકારાર્થે કેટલુ વાપર્યુ એજ અગત્યનું છે પૈસા તો ઘણા પાસે પરસેવાની જેમ ગંધાય છે, પરંતુ એ પૈસા જયારે પર-સેવા માટે વપરાય ત્યારે લક્ષ્મી બની જાય. એમાં  પણ ઘાસના તણખલા માટે ટળવળતી, પાણીના બુંદ માટે બળબળતી, બિમારીથી બચવા માટે વલખા મારતી વિવશ અને વિષાદ ભરી આંખોથી આંસુ સારતી બેબસ લાચાર બિચારી મોતના આરે ઉભેલી ભૂખી દુ:ખી મંગલમયી મૂંગી ગૌમાતની આંતરડી ઠારવાથી અદકેરું કોઇ પૂન્ય નથી, એના જેવું કોઇ દાન નથી, આ શાસ્ત્રનું વિધાન છે. જીવને કૃતાર્થ કરવું હોય, પૈસાને મહાલક્ષ્મીના ‚પમાં પરિવર્તિત કરી, પૂણ્ય કમાઇ મોક્ષનો માર્ગ મોકળો કરવો હોય તો દાન કરો, ગૌમાતાને તૃપ્ત કરો.‘ઉત્તરાયણ’ અવસર છે આપણા ધર્મ તણોે,ભાવતણો રંગ ભરપૂર ભરીએઆ પૂણ્ય કાર્યમાં નરહે કોઇ બાકી આવો, દાનથી ગૌમાતાની ઝોળી ભરીએ.
ગાયોને ઘાસ ખવડાવવા અંગે તો શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે, તિર્થ સ્થાનોમાં જવાથી, બ્રાહ્મણોને ભોજન કરાવવાથી, અનેક વ્રત, તપ, ઉપવાસ કરવાથી, પૃથ્વીની પરિક્રમા કરવાથી, શ્રી હરિનું પૂજન કરવાથી તથા શાસ્ત્રોમાં અને વેદ વાકયોમાં પૂણ્ય પ્રાપ્તિ અંગેના જે પણ કંઇ વિધાન વર્ણવવામાં આવ્યા છે તે તમામ પૂણ્ય માત્ર ગાયને ઘાસ નાખવાથી અને ગાયની સેવા કરવાથી પ્રાપ્ત થાય છે.નિર્ણય સિંધુમાં તો એવુ વર્ણન આવે છે કે, ‘ જે વ્યક્તિ પોતાના પિતૃઓનું શ્રાધ્ધ કાર્ય કરવા સક્ષમ ન હોય તો તે ફકત ગાયને શ્રાધ્ધ પૂર્વક ઘાસ ખવડાવે તો એને સંપૂર્ણ કાર્યનું પૂણ્ય પ્રાપ્ત થાય છે.ભારતીય સંસ્કૃતિના તો ગાય, ગંગા, ગીતા, ગાયત્રી, ગુ‚ અને ગોવિંદ ગહેકતા, મહેકતા પરમ પાવકદ પ્રચંડ પ્રભાવક પૂર્ણ ‚પ અડીખમ પાયા છે. સમગ્ર પ્રાણી સૃષ્ટિમાં આપણે ગાયને જ માત્ર માતાનું બિ‚દ બક્ષ્યુ છેે, એનો પ્રેમ રામનો ભાવ અને લાલાની લાગણીના તાંતણે બંધાયો છે. પશુધનમાં સૌથી શ્રેષ્ઠ ગોધન છે એમ આપણા પ્રાચીન શાસ્ત્રો પહેલેથી કહેતા આવ્યા છે. ઋગવેદ કહે છે. ગાય ‚દ્રોની માતા, વસુઓની પુત્રી, આદિત્યોની બહેન અને અમરત્વનુ કેન્દ્ર છે. ગાયમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે. ગાયની પૂજા કરવાથી તમામ દેવી-દેવતાઓની પૂજા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે, ઋષિ-મુનીઓ ઉપર પ્રસન્ન થઇ, પરમાત્માએ વરદાન માંગવાનુ કહ્યુ ત્યારે મુનિ-મહર્ષિઓએે સ્વર્ગમાં રહેતી કામઘેનુ ગાયને પૃથ્વી પર મોકલવાનું વરદાન માંગ્યુ, અને વરદાન સ્વ‚પ ગાયનું અવની પર અવતરણ થયુ. આમ ગાય એ ભગવાન તરફથી મનુષ્યને મળેલું મોઘેરું વરદાન છે. આપણા શાસ્ત્રોએ ગાયને પૃથ્વીનું પ્રગટ સ્વ‚પ માન્યુ છે અર્થાત ગાય છે તો આપણે છીએ, માતા વિના બાળકનું અસ્તિત્વ ન હોઇ શકે આપણા જીવનનું અવલંબન છે. ગાય માતા છે. “ગાય મનુષ્યના જીવનનું અવલંબન છે. ગાય સર્વ મંગલોનું પરમ ધામ છે. ગાય ભૂત અને ભવિષ્યનો આધાર છે. મહાત્મા ગાંધીજીએ તો એટલે સુધી કહ્યું છે કે, “ગૌ-માતા આપણી જન્મદાત્રી માતા કરતા પણ કેટલીક રીતે આગળ છે કારણ કે, માતા તો આપણને એક-બે વર્ષ દુધપાન કરાવે છે, જયારે ગાયના દુધથી તો આપણને જીવનભર પોષણ મળે છે.ભારતીય સંસ્કૃતિમાં ગાયને બીજા સામાન્ય પશુઓની માફક ‘પશુ’ ગણવામાં આવેલ નથી.’ તલ એ ધાન્ય નથી અને ગાય એ પશુ નથી. કારણ તલ અને ગાય અનેક પ્રકારના રોગોના નિવારણ તથા યજ્ઞ કાર્યમાં ઉપયોગી છે. પંચગવ્ય એટલે કે, ગાયના ઘી, દુધ, દહીં, છાણ, અને મૂત્રમાંથી વિવિધ ઔષધિઓ બને છે, જે અનેક રોગોનું નિવારણ કરે છે. આયુર્વેદમાં તો ‘ઘી’ નું બીજુ નામ ‘આયુ’ છે. વેદોમાં તો ગાયોના અર્થ સભર એવા પૂર્ણાક સમા અઢાર નામ છે. અને એના અંગના સો જેટલા શબ્દો છે.આવી મહામુલી ગાય માતા માટે દાન કરો, પાર એનો મહિમા અપાર

ReplyForward

રિલેટેડ ન્યૂઝ