અહંકારના પર્વત બનવાના બદલે નમ્રતાનું ખેતર બનજો. હૈયાને કઠોર-નઠોર ન બનાવશો. કોમળ, મુલાયમ અને સંવેદનાસભર બનાવશો. તો પુણ્યરૂપી પાણીનો સંગ્રહ થશે

સમ્રાટ સિકંદર હો કે પછી નેપોલિયન બોનાપાર્ટ, હિટલર હો કે પછી મુસોલિની… અમાપ-શમાપ સત્તાના શિખરે ચડેલા દેખાવા છતાં… શું તેમને સામાન્ય માણસ જેવું શાંત મોત પણ નસીબમાં ખરું ? શાંતિથી જમી પણ ન શકે, શાંતિથી ઊંઘી પણ ન શકે, કુટુંબના સભ્યો પ્રત્યે પણ શંકાની નજરથી જોતા હોય… જીવન તો એમનું દોઝખ જેવું ખરું પણ છેલ્લે છેલ્લે કૂતરા કરતાંય બદતર હાલતમાં તેઓએ મરવું પડ્યું છે તેનો ઈતિહાસ ગવાહ છે. આ બધાનું મૂળભૂત કોઈ કારણ હોય તો તે છે અહંકાર.
જ્ઞાનસારમાં પૂજ્ય મહોપાધ્યાયજી મહારાજ ફરમાવે છે કે –

અર્થાત્ જેના એક ભવાંના ઈશારા માત્રથી પર્વતો પડી ભાંગતા હતા તેવા રાજાઓને પણ પુણ્ય પરવારે ત્યારે રોટલીના ટુકડા માટે દર દર ભટકવું પડે છે.
પુત્રસહિત મહારાણા પ્રતાપને અરવલ્લી પર્વતની હારમાળામાં રખડવું પડ્યું… નલને જંગલમાં ભાગી જવું પડ્યું.. પાંડવોને રાજ્યથી હાથ ધોઈ નાંખવા પડ્યા.. રામચંદ્રજીને પણ વનવાસ ભોગવવો પડ્યો.. હરિશ્ર્ચંદ્રને હલકી જાતિના ઘરે ગુલામ બનવું પડ્યું… આવા પ્રતાપી, પરાક્રમી, પ્રજાવત્સલ રાજાઓને પણ પુણ્ય પરવારે ત્યારે જંગલોમાં ભટકવું પડ્યું… તો પછી જેમના મગજનો પારો સાતમા આસમાને ચડી ગયો છે તેવા અહંકારી પુરુષોનું પુણ્ય પરવારે ત્યારે કેવી વલે થાય ? તે તો સમય જ બતાવી શકે.
સંત કબીરે મોટાઈની નિષ્ફળતા બતાવતા એક સુંદર વાત કરી છે કે –
“બડા હુઆ તો ક્યા હુઆ, જૈસે પેડ ખજૂર,
પંથી કો છાયા નહીં, ફલ લાગે અતિ દૂર.
જેમ ખજૂર, નાળીયેરી, તાડ વગેરેના ઊંચા-ઊંચા ઝાડ ન મુસાફરને છાયા આપે કે ન સરળતાથી પોતાના ફળ બીજાને આપે. તેમ મોટા-મોટા બંગલામાં રહેનારા, મર્સીડીઝ ગાડીમાં ફરનારા અને શ્રીમંતાઈના અહંકારમાં રાચનારા શ્રીમંતોના બંગલાના ઓટલા પણ ન રાતે બીજાને સુવાના કામમાં આવે કે ન તેમની ગાડી પાડોશી દર્દીને હોસ્પિટલે પહોંચાડવાના કામમાં આવે.
શ્રીમંતાઈ ભલે અહંકારની ટોચ ઉપર ગોઠવાય પણ પરોપકાર શૂન્યતાનું દુર્ભાગ્ય તેના લલાટે ઠોકાય છે અને બીજાની દુઆ લેવાના સૌભાગ્યથી તેણે વંચિત રહેવું પડે છે. આ માઉન્ટેન ફોર્મ્યુલા અહંકારના ઓરડામાં સૂતેલી આપણી જાતને જગાડતા કહે છે
કે –
‘અહંકારના પર્વત બનવાના બદલે નમ્રતાનું ખેતર બનજો. હૈયાને કઠોર-નઠોર ન બનાવશો. કોમળ, મુલાયમ અને સંવેદનાસભર બનાવશો. તો પુણ્યરૂપી પાણીનો સંગ્રહ થશે. જેની પ્રકૃતિ કોમળ છે, બીજાની વાતને સ્વીકારનારી છે, ઝૂકવા માટે સદા તત્પર છે તે જ પુણ્યને ભેગું કરવાનું, ટકાવવાનું અને વધારવાનું કામ કરી શકશે.’
ભારતના રાષ્ટ્રપિતાનું બિરુદ મેળવનાર મહાત્મા ગાંધીજી… હૈયું એકદમ નરમ અને કોમળ.. દુ:ખી માણસને જોઈ હૈયું રડી ઊઠતું… જીવનભર બીજા માટે જીવ્યા… સંઘર્ષો વચ્ચે જીવ્યા… મુઠ્ઠી ઊંચેરા માનવીઓમાં ગણાવા છતાં અભિમાનનો છાંટો બિલકુલ ન હતો…
એક વાર તેમને ચંપારણમાં બેતિયા ગામ તરફ જવાનું થયું. પોતાના આદર્શ નિયમ પ્રમાણે તેઓ હંમેશા ટ્રેનમાં ત્રીજા વર્ગના ડબ્બામાં જ મુસાફરી કરતા હતા. બન્યું એવું કે પોતે બેઠા હતા તેની બાજુની બન્ને સીટ ખાલી હતી. જૂજ મુસાફરો જ હતા. દિવસભરના થાકના કારણે રાતના દસ વાગ્યા આસપાસ આખી સીટ ઉપર લંબાવીને ગાંધીજી સૂઈ ગયા.

રિલેટેડ ન્યૂઝ