નાના પણ દોષની ઉપેક્ષા કરવા જેવી નથી, બહારથી નાનકડો દેખાતો દોષ અંદરથી કેટલો અને કેવો વિકરાળ છે ? તે ખબર નહિ પડે તેથી દોષ દેખાય તે ભેગો જ તેને ડામી દો

તત્કાલીન દુનિયાની સૌથી મોટી શિપ ટાઈટેનિક ! સદી વીતવા છતાં હજુ લોકોની જીભમાંથી તેનું નામ સુકાયું નથી… આશા ભરેલા અનેક અમીર પરિવારો તેમાં પહેલી સફર ખેડીને પેસિફીક મહાસાગર ઓળંગી અમેરિકાના કિનારે પહોંચવા તલપાપડ હતા…
ખુશનુમા વાતાવરણ… અફાટ દરિયો… વચ્ચે સ્વર્ગીય સુખમાં મહાલતા મુસાફરો… કપ્તાન પણ ગુમાનમાં આવી ગયેલો… તેજ રફતારથી વહાણ પાણીને ચીરી રહ્યું હતું… ત્યાં અચાનક સામે આઈસબર્ગ દેખાયોે… કપ્તાને થોડી ઉપેક્ષા સેવી… આટલી નાની હિમશિલા આવા તોતીંગ જહાજને શું કરી શકશે ?… દિશા સહેજ બદલવા પોતાની રફતાર ધીમી કરી પણ ત્યાં તો મોડું થઈ ગયું હતું… સમુદ્રની સપાટી ઉપર નાની દેખાતી હિમશિલાનો 90% ભાગ તો સમુદ્રમાં ડૂબેલો હતો… વહાણનો એક ભાગ તેના સાથે અથડાયો… આખું વહાણ ચીરાઈ ગયું… ધુંઆધાર પાણી અંદર ઘૂસી ગયું અને પોતાની પ્રથમ સફર પણ પૂરી કરે તે પહેલા અનેક લોકોને એમના સલૂણા સપનાઓની સાથે લઈ ટાઈટેનિક મહાસાગરના તળિયે પહોંચી ગઈ…
…આઈસબર્ગ… દરિયાની સપાટી ઉપર તો માત્ર 10% જેટલો જ દેખાય છે… તેનો 90% ભાગ તો અંદર પાણીમાં ગરકાવ હોય છે… એકમાત્ર બહાર ડોકાતા ભાગ ઉપર ભરોસો રાખીને તેની ઉપેક્ષા સેવવાથી કેવી ભયંકર હોનારત સર્જાઈ ગઈ…
…આ આઈસબર્ગ ફોર્મ્યુલા આપણને શીખવે છે કે ‘નાના પણ દોષની ઉપેક્ષા કરવા જેવી નથી. બહારથી નાનકડો દેખાતો દોષ અંદરથી કેટલો અને કેવો વિકરાળ છે ? તે ખબર નહિ પડે. તેથી દોષ દેખાય તે ભેગો જ તેને ડામી દો. જેમ અનુકૂળ વાતાવરણ મળતા બીજમાંથી વટવૃક્ષ ઊગતા વાર લાગતી નથી, તેમ નાનકડો એવો પણ અહંકાર ક્યારે ફાલી-ફૂલીને આપણને અભિમાનના શિખર ઉપર ચડાવી દેશે ? તેની ખબર નથી. અને માનના પર્વત
ઉપર જે ચડે છે તેને પડવાનું નિશ્ર્ચિત છે. જો આત્માની સલામતી
પ્યારી હોય તો માનને ઊગતા જ મસળી દો.’
…શાસ્ત્રકારોએ આવા જ અભિપ્રાયથી આવશ્યકનિર્યુક્તિ ગ્રંથમાં વાત કરી છે કે –


કહેવાનો મતલબ એ છે કે દેવું થોડું હોય ત્યારે જ ચૂકવી દો, ઘા લાગ્યો હોય ત્યારે જ તેની મલમપટ્ટી વગેરે ઉપચાર કરી લો, થોડી પણ આગનો ભરોસો કર્યા વિના તેને તરત ઓલવી દો. તેમજ કષાયનો એક નાનકડો કણીયો પણ આત્મામાં જણાય તે ભેગો જ તેને કાઢીને બહાર ફેંકી દેજો. આ ચારેય વસ્તુ ઉપર વિશ્ર્વાસ કરવા જેવો નથી. કારણ કે સહેજ પણ ઉપેક્ષા દાખવવા જતા આ દરેકનો ગુણાકાર આપણામાં ક્યારે થઈ જાય ? તેની ખબર પણ પડતી નથી. પછી તો માથે હાથ દઈ વિનિપાતની ગર્તામાં ધકેલાઈ જવાનું જ આપણા માટે શેષ બચે છે.
કપ્તાને નાનો આઈસબર્ગ જાણીને ઉપેક્ષા કરી તેનું ગોઝારું પરિણામ ઈતિહાસમાં કાળા અક્ષરે લખાઈ ગયું. તેમ થોડો ઘણો પણ અહંકાર આપણને નુકસાનીના ખાડામાં ઉતારી શકે છે. ટાઈટેનિક જેવા તોતીંગ સત્કાર્યો કે વિશિષ્ટ સાધના પણ અભિમાનરૂપી આઈસબર્ગ સાથે ભટકાતા ચકનાચૂર થઈ જાય છે. આપણે નિશ્ર્ચિંત હોઈએ કે આપણને બહુ કષાયો નડતા નથી પણ અંદર ઘર કરી ગયેલા મલિન સંસ્કારો એટલા લપાઈ-છુપાઈને પડ્યા હોય છે કે તેઓ આપણી સાધનાને રફે-દફે કરી શકે છે.
પીપા નામે એક રાજા હતો… પૂરું જીવન ભોગ-વિલાસ અને ઐયાશી કરી… મોટી ઉંમરે કંઈક ભ્રમ ઓછો થયો.. ‘જીવનનું ધ્યેય શું ? હું શા માટે ધરતી પર આવ્યો ?…’ આવા વિચારોના ચકડોળે ચડ્યો…
…તેમના જ રાજ્યમાં રવિદાસ નામે ખૂબ પ્રસિદ્ધ સંત હતા. તેમના દર્શન કરવાની રાજાને ઈચ્છા જાગી… પણ ફરી વિચાર આવ્યો ‘હું તો રાજા અને આ રવિદાસ તો નીચ જાતિના ગુરુ છે, એમના પાસે જઈશ તો લોકો શું વિચારશે ?’.. જાતિમદના અવઢવમાં અટવાયો… છતાં ખૂબ વિચારને અંતે લોકોની અવરજવર ઓછી હોય ત્યારે જવાનું નક્કી કર્યું…
…સાંજના સમયે ઝૂંપડીની બહાર પહોંચ્યો ત્યારે રવિદાસ નદીમાંથી મશકમાં પાણી ભરીને આવી રહ્યા હતા.. રાજાએ જોયું કે એકાંત છે… સંતને હાથ જોડ્યા, માથું ઝૂકાવ્યું અને સંત રાજાની આ વિનમ્રતા જોઈને પ્રસન્ન થઈ ગયા…

રિલેટેડ ન્યૂઝ