વિન્ટર બેવરેજીઝ

સુડકા (પંજાબી હોટ બેસન મિલ્ક)

સામગ્રી : હ 1 ટેબલ સ્પૂન ઘી
1 ટેબલ સ્પૂન ચણાનો લોટ
1/4 કપ ખાંડ
1/4 ટી સ્પૂન એલચી પાવડર
200 એમ.એલ. દૂધ
કાજુ બદામની કતરણ જરૂર મુજબ
રીત :
સૌ પ્રથમ એક પેનમાં ઘી લેવું.
ઘી મેલ્ટ થાય એટલે તેમાં કાજુ બદામની કતરણ શેકી લેવી એક બાઉલમાં આ કતરણ કાઢી લેવી.
ત્યાર બાદ ઘીમાં ચણાનો લોટ એડ કરવો.
ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવો .
એલચી પાવડર એડ કરવો .
ત્યાર બાદ દૂધ અને ખાંડ એડ કરી.
ઉકળવા દેવું .
ઉકળી જાય એટલે તેમાં
કાજુ બદામની કતરણ
એડ કરી મિક્સ કરવું.
ગરમ ગરમ સર્વ કરવું.

રિલેટેડ ન્યૂઝ