સીતાફળ હલવો

સામગ્રી:
5 નંગ સીતાફળ
1 કપ ઘી
4 થી 5 બદામ
થોડા પિસ્તા
થોડા કાજુ
1/2 કપ છીણેલું નાળિયેર
1 કપ દૂધ
ટી સ્પૂન વાટેલી ઈલાયચી
1/2 કપ ખાંડ
પધ્ધતિ:
સીતાફળના બે ભાગ કરી તેમાંથી પલ્પ કાઢી લો.
એક મોટા તળિયા વાળા પેનમાં ઘી ગરમ કરો.
સીતફળના પલ્પને નાખી થોડીવાર શેકો
હવે 1/2 કપ દૂધ
નાખી ધીમા તાપે 8-10 મિનિટ નરમ થાય ત્યાં સુધી ગરમ કરો.
હવે બદામ અને પિસ્તા કાપી લો અને જુદા રાખો.
નારિયેરના છીણને બીજા વાસણમાં સહેજ ઘી મૂકી ધીમા તાપે સાંતળી લો.સહેજ ગુલાબી થાય તેવું રાખવું.
ત્યારબાદ સીતાફળને તાપથી ઉતારી મેશ કરો.
ખાંડ અને ઈલાયચી પાઉડર નાખી ધીમા તાપે ત્યા સુધી શેકતા રહો જ્યાં સુધી પાણી સૂકાઇ ન જાય
લચકા જેવું થાય એટલે પિસ્તા, શેકેલું નાળિયેર અને બદામથી ગાર્નિશ કરી ગરમ-ગરમ સર્વ કરો.

રિલેટેડ ન્યૂઝ