સીતાફળ રબડી

સામગ્રી:
1 લીટર દૂધ
100 ગ્રામ ખાંડ
1 કપ સીતાફળ પલ્પ
1/2 કપ માવો
8 થી 10 બદામ
2 ટેબલ સ્પૂન પિસ્તા કતરણ
પધ્ધતિ:
એક વાસણમાં દૂધ ગરમ કરો.
1/2 કપ માવાને ખમણી અથવા ભૂકો કરી દૂધમાં મિક્સ કરો.
દૂધને સતત હલાવતા રહો તે અડધુ રહી જાય ત્યાં સુધી ઉકાળો.
ઉકળતા દૂધમાં ખાંડ નાખો.
જ્યારે દૂધ ઉકળીને અડધુ રહી જાય તો તેને તાપ પરથી ઉતારીને ઠંડુ કરો.
સીતાફળના પલ્પને ચમચી વડે એકદમ હલાવી અને પછી ઠંડા થયેલા દૂધમાં મિક્સ કરો.
જો સીતાફળ મોં માં આવે એ પસંદ ન હોય તો સીતાફળને થોડા ઠંડા દૂધમાં નાખી ચર્ન કરી શકાય.
ત્યારબાદ સમારેલી બદામ નાખીને ફ્રિજમાં ઠંડી કરવા મૂકી દો.
પિસ્તાની કતરણથી સજાવીને
સર્વ કરો.

રિલેટેડ ન્યૂઝ