આમળાં રાઈસ

સામગ્રી::-
2 કપ બાફેલા બાસમતી ચોખા
4 થી 5 નંગ આમળાં (જાડું ખમણ કરવું)
1/2 ટી સ્પૂન હળદર
મીઠું સ્વાદ મુજબ
1/2 ટી સ્પૂન રાઇ
2 સૂકા લાલ મરચાં
1/2 ટી સ્પૂન અળદની દાળ
1/2 ટી સ્પૂન ચણાની દાળ
લીમડો જરૂર મુજબ
3 ટેબલ સ્પૂન મગફળીના બી
3 ટેબલ સ્પૂન તેલ
ધાણાભાજી જરૂર મુજબ
પદ્ધતિ::-
સૌ પ્રથમ એક પેનમાં તેલ લેવું.
તેમાં રાઈ એડ કરવી રાઇ તળે એટલે તેમાં સૂકા લાલ મરચાં, અડદ, ચણાની દાળ એડ કરી સાંતળવી.
ત્યારબાદ તેમાં આમળાનું ખમણ એડ કરી 5 મિનિટ સાંતળવું.
હવે તેમાં મગફળીના બી, લીમડો એડ કરી સાંતળવું.
તેમાં મીઠું, હળદર નાખી મિક્સ કરવું, ત્યારબાદ રાંધેલ બાસમતી રાઈસ એડ કરી મિક્સ કરવું.
ધાણાભાજીથી ગાર્નિશ કરવું ગરમ ગરમ સર્વ કરવું.

રિલેટેડ ન્યૂઝ