આમળાં બોલ્સ

સામગ્રી::-
12 નંગ આમળાં
1 ટી સ્પૂન સૂંઠ પાઉડર
1/2 ટી સ્પૂન હિંગ
1 ટી સ્પૂન સંચળ પાઉડર
1/2 ટી સ્પૂન મરી પાઉડર
1 ટી સ્પૂન આમચૂર પાઉડર
1/2 ટી સ્પૂન સેકેલ જીરું પાઉડર
1/2 ટી સ્પૂન સેકેલ અજમાનો પાઉડર
1 કપ ગોળ
1/2 કપ દળેલી ખાંડ
1/4 ટી સ્પૂન મીઠું
પદ્ધતિ::-
સૌ પ્રથમ આમળાંને બાફી લેવા
ઠંડા થાય ત્યારબાદ તેમાંથી ઠળિયા કાઢી લેવો.
આમળાની પેશીઓને મિક્સરમાં પીસી લેવું.
ત્યારબાદ જાડા તળીયાવાળા લોયામાં પીસેલા આમળાની પેસ્ટ લેવી.
તેમાંથી પાણી બળે ત્યાં સુધી ગેસ પર રાખવું.
હવે તેમાં ગોળ, સંચળ, જીરુ, પાઉડર, આમચૂર પાઉડર, મીઠું, અજમા પાવડર, સૂંઠ પાઉડર, મરી પાઉડર અને હિંગ નાખી મિક્સ કરવું.
મિશ્રણ પેન છોડે ત્યાં સુધી થવા દેવું ત્યારબાદ પ્લેટમાં કાઢી મિશ્રણ ઠંડુ થવા દેવું.
ઠંડુ થાય બાદ તેના બોલ્સવાળી દળેલી ખાંડમાં રાગદોડવા.

રિલેટેડ ન્યૂઝ