હોમ મેડ ગ્રીન ચિલી સોસ

1 કપ લીલા મરચાં
1/2 કપ તીખા લીલા મરચાં
1/4 કપ વિનેગર
3 ટેબલ સ્પૂન તેલ
1નાનો ટુકડો આદુ
1/8 કપ દૂધીના ટુકડા
મીઠું
રીત:
મરચાંને સાફ કરી મોટા ટુકડા કરવા.
ત્યાર બાદ પેનમાં તેલ લેવું. તેલ થાય ગરમ એટલે તેમાં મારચાં અને દૂધીના ટુકડા નાખવા.
ત્યાર પછી તેમાં 1/4 કપ પાણી અને મીઠું નાખી ઢાંકણ ઢાંકી 5 મિનિટ પકાવવું.
ઠંડુ થાય એટલે મિક્સર જારમાં લઇ વિનેગર નાખી પીસી લેવું .
હોમ મેડ ચીલી સોસ તૈયાર છે,આ સોસને સમોસા, ભજિયા કે કોઈ પણ સ્ટાર્ટર સાથે ખાઇ શકાય.
તેમજ ચાઈનીઝ વાનગીમાં યુઝ
કરી શકાય.

રિલેટેડ ન્યૂઝ