મધઝરતી મીઠાઇ: ચાખો પણ રાખો ધ્યાન

તહેવારોના દિવસો આવી રહ્યા છે ત્યારે ઉજવણીમાં ‘મીઠાઇ’નું સ્થાન અગત્યનું હોય છે.
કોઇપણ ઉત્સવ મિઠાઇ વગર અધુરો લાગે છે. બાળકોને મીઠાઇ વધુ પ્રિય હોય છે. પરંતુ દરેક વસ્તુનો ઉપયોગ જેમ મર્યાદામાં રહીને કરવો યોગ્ય છે તે જ રીતે વધુ પડતી મીઠાઇ આરોગવાથી પણ નુકસાન થાય છે.
આજકાલ મીઠાઇમાં પણ ભેળસેળયુક્ત, કેમિકલયુક્ત પદાર્થો ઉમેરવામાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. તેથી મીઠાઇ ખાવામાં મર્યાદા રાખવી જોઇએ.

  • મીઠાઇમાં કલર, કેમિકલ, નકલી અને ભેળસેળયુક્ત પદાર્થો વાપરવામાં આવે છે. જેના કારણે લીવરના રોગ તેમજ ચામડીના રોગો થાય છે.
  • મીઠાઇ ઘી, ખાંડ, માવો, દૂધ વગેરે ચરબીયુક્ત પદાર્થો વડે બને છે. તેથી મીઠાઇ ખાવાથી વજન વધે છેે અને શરીર બેડોળ બને છે.
  • રાત્રિના સમયે મીઠાઇ ખાવાથી દાંતને નુકસાન થઇ શકે છે.
  • મીઠાઇ પર લગાવવામાં આવતો વરખ કે જેને કુટવામાં પ્રાણીના ચામડાનો ઉપયોગ થાય છે અને જે ગંદુ અને ગંદકી ફેલાવનાર હોય છે તેનાથી કેન્સર જેવા રોગ થવાની શકયતા રહે છે.
  • અમુક મીઠાઇને હાથમાં લેવાથી કલર ચિપકી જાય છે આવા કલર ઓરિજનલ હોતા નથી તે નુકસાનકારક કલર હોય છે. આવી મીઠાઇથી દૂર રહેવું.
  • શુધ્ધ માવો પોચો હોય છે જો માવાને હાથમાં મસળવામાં આવે અને દાણાદાર લાગે તો માવો ભેળસેળયુક્ત છે તેમ માનવું
  • આ ઉપરાંત અમુક મીઠાઇ જોવાથી જ ખૂબ બ્રાઇટ કલર દેખાતા હોય છે. જે હંમેશા આર્ટિફિશીયલ હોય છે તેથી આવી મીઠાઇ ખાવી નહીં.
  • મીઠાઇ ખાવાથી તેમાં જો અલગ પ્રકારની વાસ આવે તો તેમાં નકલી ઘી કે ભેળસેળયુક્ત દૂધ અથવા નકલી માવાનો ઉપયોગ થયો છે એમ સમજી આવી મીઠાઇ ન ખાવી
    આમ તહેવારોના દિવસોમાં બજારની મીઠાઇ આરોગવામાં ધ્યાન રાખવું. આ બધાનો શ્રેષ્ઠ ઉપાય છે. ઘરની મમ્મીના હાથની મીઠાઇ ખાવી જે શુધ્ધ તો હોય છે સાથે સાથે તેમાં માંનો પ્રેમ પણ ભળેલો હોય છે.

રિલેટેડ ન્યૂઝ