રાજકોટના મહિલા પાંચ લોકોના જીવનદીપ

બ્રેનડેડ બહેનની બે કિડની, લીવર અને બે ચક્ષુઓનું દાન

રાજકોટ તા. 15
રાજકોટમાં અંગદાન પ્રત્યેની જાગૃતિ કેળવાય રહી છે અને લોકો અંગદાન માટે પ્રેરાય રહ્યા છે. અને પોતાના સ્વજનો દ્વારા દર્દીના અંગોનું દાન હોશે હોશે કરી રહ્યા છે રાજકોટના એક બહેન બ્રેન ડેડ થતા પરીવારજનો દ્વારા બે કિડની, લીવર અને બે ચક્ષુનું દાન કરતા પાંચ લોકોના જીવનમાં મધુરતા આવી છે.
ખુબજ શાંત સ્વાભાવ સરળ જીવન અને સેવાભાવી પ્રકૃતિના બહેન અરુણાબેન હરેશભાઈ કાલરિયાને તારીખ12ના રોજ મગજમાં હેમરેજ થઈ જતા ગીરિરાજ હોસ્પિટલમાં દાખલ કરાયા. થોડી પ્રાથમીક તપાસ બાદ ન્યુરોસર્જન ડો.અંકુર પાચાણી તેમજ ડો.મયંક ઠકકર બ્રેઇન ડેડ જાહેર કર્યા. દર્દી ના સગા અને ન્યુરોસર્જન ડો.અંકુર સરે અરુણાબેનના પૂત્ર મિત તેમજ દીકરી નિરાલીને તેમજ અરુણાબેનના પતિ હરેશભાઈને અંગદાન માટે સમજાવ્યું. કાલરીયા પરિવારના તમામ સભ્યોએ જરા પણ વિલંબ કર્યા વગર અંગદાનની પરવાનગી આપી. તેમના આ નિર્ણયમાં અરુણાબેનના સસરા વાલજીભાઈ દિયર વિનોદભાઇ જમાઈ ધવલભાઈ નાથાભાઈ મણવર. તેમજ અરુણાબેનના ભાઈ સંજયભાઈ ચંદુભાઈ હદવાણી તથા નરેન્દ્રભાઈ હદવાણીએ પણ આ કાર્ય માટે અનુમતિ આપી.
ગિરિરાજ હોસ્પિટલનો તમામ સ્ટાફ આ કાર્ય ને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવા ડો.અંકુર પાચાણી, ડો.મયંક ઠકકર, ડો દિવ્યેશ વિરોજા , ડો.વિશાલ સદાતીયા, ડો.પિયુષ દેત્રોજા,ડો.દર્શન પંડિત, ડો.કિશન વલશાની, ડો.દ્રષ્ટિ ત્રિવેદી.સૌ એ લાગણી અનુભવી. અમદાવાદ ની શસમભિ ની ડો.ટીમે આવિ અંગોનો સ્વીકાર કર્યા. કાલરીયા પરિવારનું ખુબજ ઉમદા કાર્ય સફળ કરવા માટે ગિરિરાજ હોસ્પિટલ ના ડો.મયંક તેમજ ડો.અંકુરને આ માનવતા ના કાર્ય નો શ્રેય જાય છે. સાથે મયંક સરે સામાજિક કાર્યકર મિત્તલભાઈ ખેતાણી નીતિનભાઈ ઘાટલીયા તેમજ ભાવનાબેન નો સંપર્ક કરી.સમાજ માં વધારે અંગદાન નો મહિમા ફેલાય એવો પ્રયત્ન કર્યો.
આજે અરુણાબેન પોતાની બે કિડની લીવર તેનજ બે ચક્ષુદાન દ્વારા બીજા પાચ લોકોમાં નવ જીવિત છે.
વધારા માં ડો અંકુર અને ડો.મયંક સર એ અંગદાન નો મહિમા સમજાવતા કાલરીયા પરિવાર ને ખુબજ વંદન કર્યા. સામાજીક મીડિયા દ્વારા અંગદાનનો પ્રચાર થાય એની જેહમત ઉઠાવી.

રિલેટેડ ન્યૂઝ