વેસ્ટમાંથી બેસ્ટ! ‘સલામ’ સૌથી નાની વયનો IPS ‘હસન અલી’

ઇલેક્ટ્રિશન પિતા અને ઘરકામ કરતા માતાનો
પુત્ર ચમકયો
અકસ્માત બાદ પણ પરીક્ષા આપવા ગયેલો હસન યુપીએસસીમાં દેશમાં દ્વિતીય
જામનગરમાં પ્રોબેશન પીરીયડમાં ચાર્જ સંભાળ્યો
જામનગર તા. 12
તાજેતરમાં જામનગરમાં નિમણૂંક પામેલ પ્રોબેશનલ આઇપીએસ હસન સફીનભાઇ મુસ્તફાઅલીનો સંઘર્ષ જાણવા જેવો છે, તેઓના માતાએ પારકા કામ કર્યા છે તો પિતાએ દિવસ-રાત જોયા વગર ઇલેકટ્રીશનનું કામ કરી પુત્રનું ભવિષ્ય રોશન કરવા પ્રયાસ કર્યો છે. દિવસ-રાત જોયા વગર સ્વપ્ન સાકાર કર્યું
ગુજરાત સરકાર દ્વારા આઠ પ્રોબેશનલ આઇપીએસને આઠ જિલ્લામાં નિમણુંક સામેલ હોય તેમાં જામનગર જિલ્લામાં આઇપીએસ તરીકે પ્રોબેશનલ પીરીયડમાં હસન સફીનભાઇ મુસ્તફાઅલીની નિમણુંક કરાય છે. ઉપરાંત સુરેન્દ્રનગર ખાતે સૈફાલી ભરવાડ, અમરેલીમાં સુશીલ અગ્રવાલ, સાબરકાંઠામાં લવીરાસિંહા, બનાસકાંઠામાં અભય સોની, પંચમહાલમાં પુજા યાદવ, વડોદરા રૂરલમાં વીકાસ સુંદા અને વલસાડ ખાતે ઓમ પ્રકાશ જાટને મુકવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુળ અમદાવાદના વતની હસન સફીન ખુબ સઘર્ષ કરીને નાનપણથી જ આઇપીએસ બનવાનું સપનું જોયુ હતું તે સમયનુ અંતે અથાક મહેનત સઘર્ષ કરીને આજે પુરૂ થવા પામ્યુ છે. અમદાવાદના હુસેન સફીન નબળી આર્થિક પરિસ્થિતિ વચ્ચે આવેલા આઇપીએસ અધિકારી છે માતા હીરાના કારખાનામાં કામ કર્યા બાદ હોટલમાં રસોઇ બનાવીને તેમજ પિતા ઇલેકટ્રીશ્યનનું કામ કરીને હસનને ઉચ્ચ અભ્યાસ માટે ભણાવીને આજે આઇપીએસ બનાવ્યાનું ગૌરવ મેળવી રહ્યા છે.
વધુમાં અમદાવાદના હસનની આઇપીએસ બનવા પાછળ તનતોડ મહેનત રંગ લાવી છે. યુપીએસસીની પરીક્ષા પહેલા અકસ્માત થતા ઇજા થવા પામી હતી અને હસન પાલે બે જ
વિકલ્પ હતા.
નિરાશ થઇને બેસી રહવુ અથવા હિમ્મત કેળવીને પરીક્ષા આપવા જવી અને અંતે હસન પરીક્ષા આપવા જતાં પાસ થયો હતો ત્યારબાદ પણ હસન સફીન સામે અડચણો ઉભી થઇ અને યુપીએસસીના દિલ્હી ખાતે ઇન્ટરવયુની તારીખ પહેલા એક માસ સુધી બીમાર પડવાથી હોસ્પિટલમાં રહેવુ પડયુ અને અન્ય ઉમેદવારો ઇન્ટરવ્યુની તૈયારી કરતા હતા પરંતુ હિમ્મત હાર્યા વગર બીમારીના ખાટલેથી ઉઠીને યુપીએસસીનું ઇન્ટરવ્યુ આપવા ગયેલા હસનની આઇપીએસ બનવાની રંગ લાવીને અંતે દેશભરમાંથી યુપીએસસીમાં બીજા નંબર માર્ક મેળવીને જબરી સફળતા મેળવી હોવાનું સામે આવ્યુ છે.

રિલેટેડ ન્યૂઝ