‘વ્હાલા’ઓથી વંચિતોનું આશ્રય સદ્ભાવના વૃધ્ધાશ્રમ

200 માવતરોની સેવા,
કૃષ્ટ રોગથી કેન્સર
સુધીની સારવાર
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે નવા બિલ્ડિંગનું લોકાર્પણ
વૃધ્ધાશ્રમમાં ભોજનાલય, લાયબ્રેરી અને
ગાર્ડનની સુવિધા
રાજકોટ તા. 21
સૌરાષ્ટ્ર લાગણી અને સેવાની ભુમિ તરીકે પ્રખ્યાત છે તેમા પણ રાજકોટ શહેર પોતાની વિવિધ આગવી શૈલીથી વિખ્યાત છે જેમાં રાજકોટની ઘણી સામાજીક સંસ્થાઓ દ્વારા સેવાકીય પ્રવૃતિ કરવામાં આવી રહી છે રાજકોટના સદભાવના વૃધ્ધાશ્રમમાં સભ્ય સમાજમાંથી તરછોડાયેલા માવતરને આશ્રય આપી સેવા કરવામાં આવી રહી છે રાજયભરમાં આવેલા વૃધ્ધાશ્રમને સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવી છે કે ગંભીર બિમારીમાં સપડાયેલા વડીલોને યોગ્ય સારવાર કરવામાં આવે અને જો જગ્યા ઓછી પડતી હોય તો રાજકોટ સદભાવના ખાતે વડીલોને મોકલવા અતિકૃષ્ટ રોગથી માઠી કેન્સર જેવી ભયંકર બિમારીની સારવાર કરવામાં આવશે
રાજકોટમાં ચાલતા સદભાવના વૃધ્ધાશ્રમમાં હાલમાં નવી બિલ્ડીંગ બનાવવામાં આવી છે પરંતુ વૃધ્ધાશ્રમ વધવા એ ભારતીય સંસ્કૃતિ ઉપર કલંક સમાન છે
વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજના કળીયુગની જરૂરીયાત તો છે જ. કમનસીબે સંયુકત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા વડિલો નિરાધાર બનતા જાય છે. માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં નાત – જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરીયાતવાળા વૃધ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદરભેર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવે છે. વૃધ્ધાશ્રમમાં દાખલ થતા જરૂરીયાતમંદ વૃધ્ધો પાસેથી કોઇપણ ફી, ચાર્જ કે લવાજમ લેવામાં આવતુ નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામુલ્યે આપવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં હાલ 200 જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઇ રહ્યાં છે. સાવ પથારીવશ વડીલોને પણ સદભાવના વૃધ્ધાશ્રમમાં નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવતો હોઇ સમગ્ર ગુજરાત અને ભારતભરમાંથી વધુને વધુ નિરાધાર વડીલો આ સદભાવના વૃધ્ધાશ્રમમાં પ્રવેશ લઇ રહ્યાં છે. કમનસીબે, કળીયુગની આ વધતી જતી જરૂરીયાતને પહોંચી વળવા સદભાવના વૃધ્ધાશ્રમના નવા ભવનનું હાલમાં જ નિર્માણ થયું છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના 63માં જન્મ દિવસે સદભાવના વૃધ્ધાશ્રમના વૃધ્ધોને મીઠાઇ સાથે ભોજન કરાવીને શાલ ઓઢાડીને સન્માન સાથે સદભાવના વૃધ્ધાશ્રમના નવા બીલ્ડીંગ પીપળીયા ભવનમાં સદભાવના વૃધ્ધાશ્રમના નવા બીલ્ડીંગમાં ગૃહપ્રવેશ કરાવવામાં આવ્યો હતો. રાજકોટ શહેરમાં માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા અશકત, બીમાર, નિરાધાર, અપંગ, અંધ, જરૂરીયાતમંદ વૃધ્ધોને રહેવા જમવા અને સારવાર જેવી હુંફ મળી રહે તેવા હેતુથી શીતલ પાર્ક, બસ સ્ટેન્ડ પાસે, 150 ફુટ રીંગ રોડ પર મકાનો ભાડે રાખવા છતાં સંખ્યા વધતી જતી હતી, એ અરસામાં પીપળીયા હોલ વાળા સ્વ. મોહનભાઇ પીપળીયાના કુટુંબીજનો વૃધ્ધાશ્રમે આવતા તેને પોતાની રાજકોટના હાર્દ સમા વિસ્તારમાં ગોંડલ રોડ સ્વામીનારાયણ આંખની હોસ્પિટલ સામે જગ્યા સદભાવના વૃધ્ધાશ્રમને દાનમાં આપવામાં આવી અને તેમાં 50 થી વધુ દાતાઓના સહયોગથી 3 માળના બીલ્ડીંગમાં અદ્યતન વૃધ્ધાશ્રમ બનાવવામાં આવેલ છે. જેમાં ભોજનાલય, લાયબ્રેરી, ગાર્ડન વગેરે બનાવેલ છે. અત્રે દાખલ થયેલા વડીલોને ગમે તેવી ભયંકર બીમારી હોય તો પણ તેની સારામાં સારી ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવીને નવા કપડા, જમવા સાથે બે ટાઇમ ફ્રુટ અને દર અઠવાડીયે રૂા. 100 એટલે માસિક રૂા. 400 આપવામાં આવે છે. સાવ પથારીવશ વડીલો કે જેની સેવા ચાકરી કરવાવાળુ પણ કોઇ ન હોય, એકલવાયી – નિરાધાર હાલતમાં પોતાનું જિવન વ્યતિત કરતા હોય કે પોતાની પીડાને લઇને દરરોજ મૃત્યુ વહેલુ આવે તેવી કમનસીબ પ્રાર્થના કરતા હોય તેવા વડિલો માટે સદભાવના વૃધ્ધાશ્રમમાં વિશેષ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. આવા પથારીવશ વડિલોને પણ સદભાવના વૃધ્ધાશ્રમ પોતાની ફરજના ભાગરૂપે નિ:શુલ્ક આશ્રય અપાઇ રહ્યો છે. યથાશક્તિ સેવા કરાઇ રહી છે.

રિલેટેડ ન્યૂઝ